અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો કઈ તારીખે આવશે? જાણો

    ૦૮-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
અયોધ્યા બાબતે સુપ્રિમ કોર્ટનો ચુકાદો હવે કોઇ પણ સમયે આવી શકે છે. ટૂંક સમયમાં સુપ્રિમ કોર્ટ રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ પર પોતાનો ફેંસલો સંભળાવશે. સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેંચ આ ફેંસલો સંભળાવશે. પ્રશ્ન એ થાય કે ટૂંક સમયમાં એવું મીડિયા રીપોર્ટ કહે છે પણ કોઇ નિશ્ચિત તારીખ સામે આવતી નથી. એટલે મીડિયાના અહેવાલોમાં કેટલીક તારીખોનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ તારીખો કઈ? આવો જાણીએ
 
પહેલો અંદાજ આજનો હતો. એટલે કે ૮ નવેમ્બરનો. શુક્રવાર હોવાથી નમાજ બાદ ત્રણ-ચાર વાગે સુપ્રિમ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવી શકે છે. તાજા સમાચાર પ્રમાણે આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગઈએ ઉત્તરપ્રદેશના ઉચ્ચ અધિકારીઓની એક બેઠકનું આયોજન પણ કર્યું છે. પણ આજે આ ચૂકાદો સુપ્રિમ કોર્ટ સંભળાવશે એવું લાગતું નથી.
 

 
 
સૌથી વધારે સંભાવના ૧૫ નવેમ્બર કે ૧૬ નવેમ્બરની કહેવામાં આવે છે. મોટા ભાગનું મીડિયા ૧૫ નવેમ્બરના દિવસે જ અયોધ્યા બાબતે ચૂકાદો આવે એવું માનીને અહેવાલો પ્રકાશિત કરી રહ્યું છે. પણ એક અંદાજ મુજબ ૧૬ નવેમ્બરે આ ચૂકાદો આવી શકે છે. આવું એટલા માટે કે ૧૬ નવેમ્બરે શનિવાર છે. સુપ્રિમ કોર્ટમાં રજા હોય છે. આ દિવસે વકિલો અને લોકો અહીં ઓછા હશે. ચુકાદા પર પૂરતું ધ્યાન પણ આપી શકાય અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પણ કરી શકાય. બીજા દિવસે રવિવારની રજા હોવાથી લોકો ઘરે હોવાના. એટલે ચૂકાદા પછી શાંતિથી બે દિવસ પસાર થઈ જાય. એટલે કદાચ ૧૬ તારીકે પણ રજા હોવા છતાં એક દિવસ કોર્ટ ચાલુ રાખી અયોધ્યા બાબતે સુપ્રિમ કોર્ટ ચૂંકાદો સંભળાવી શકે છે…
 
બીજી મહત્વની વાત એ છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગઈ આગામી ૧૭ નવેમ્બરે નિવૃત થવાના છે. ૧૮ નવેમ્બરે નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે શરદ અરવિંદ બોબડે શપથ લેવાના છે. એટલે ૧૭ તારીખ પહેલા જસ્ટિસ ગોગઈ આ ઐતિહાસિક ચૂકાદો સંભળાવીને નિવૃત થાય એવું જણાય છે. પણ ૧૭ તારીખે રવિવાર છે. કોર્ટમાં રજા હોય. ૧૬ તારીકે પણ શનિવારે કોર્ટમાં રજા હોય છે. એટલે મોટાભાગનું મીડિયા ૧૫ તારીખને ચૂકાદાની તારીક ફાઈનલ ગણે છે.
 
ટૂંકમાં આગામી શુક્રવારે કે શનિવારે એટલે કે ૧૫ નવેમ્બર કે ૧૬ નવેમ્બરે આ ઐતિહાસિક ચૂકાદો આવી શકે છે…