મોટું સંગઠન બનાવવું એ સંઘનું લક્ષ્ય નથી પરંતું સંઘનું લક્ષ્ય સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનું છે – મોહનજી ભાગવત

    ૨૬-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

mohanji bhagwat rss_1&nbs
 

વિજય ત્રણ પ્રકારની હોય છે...

 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાકલ ડો. મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે મોટું સંગઠન બનાવવું એ સંઘનું લક્ષ્ય નથી પરંતું સંઘનું લક્ષ્ય સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનું છે. હૈદરાબાદના ભાગ્યાનગરમાં વિજય સંકલ્પ શિબિર દરમિયાન સ્વયંસેવકોને સંબોધિત કરતા સરસંઘચાલકજીએ વિજયનો ખરો અર્થ સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે વિજય ત્રણ પ્રકારની હોય છે. અસુર પ્રવૃતિના લોકો બીજાને કષ્ટ આપી ખુસ થાય છે અને તેને તેઓ વિજયી માને છે. જેને તામસી વિજય કહેવાય. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ કરતા હોય છે. સ્વાર્થ ખાતર લોકોને લડાવે છે. આવા લોકોની વિજયને રાજસી વિજય કહેવાય. પરંતુ આ બન્ને વિજય આપણા સમાજ માટે નિષિદ્ધ છે. આપણા પૂર્વજોએ હંમેશાં ધર્મ વિજયનો આગ્રહ રાખ્યો છે. સવાલ એ છે કે ધર્મ વિજય એટલે શું? હિન્દુ સમાજ એવું વિચારે છે કે બીજાના દુ:ખોને દૂર કેવી રીતે કરવા? બીજાના સુખમાં પોતાનું સુખ જોવું અને બીજાના કલ્યાણની ભાવના આપણા મનમાં રાખવી અને એવું જ અનુકરણ અને આચરણ કરવાથી જ ધર્મ વિજયની પ્રાપ્તી થાય છે.
 

mohanji bhagwat rss_1&nbs 
 

આપણે તો એક સાત્વિક વિજય જોઇએ છે જે ... 

 
મોહનજીએ જણાવ્યું કે આપણા દેશમાં પણ રાજસ અને તામસ શક્તિઓ વચ્ચે એક ખેલ ચાલી રહ્યો છે. પરંતું આપણે તો એક સાત્વિક વિજય જોઇએ છે જે શરીર, મન આત્મા અને બુદ્ધિને સુખ આપનારો હોય. સર્વત્ર પ્રેમ અને સૌના વિકાસનું માધ્યમ બનવાથી જ ધર્મ વિજયનો માર્ગ પ્રશસ્ત થાય છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે જે રીતે મશાલને નીચે નમાવવાથી તેની જ્વાળા ઉપરની તરફ જ જાય છે તેમ સાત્વિક શક્તિઓ હંમેશાં ઉન્ન્યનની તરફ જ આગળ વધે છે.
 

માત્ર રાજનીતિથી ભારતનો ઉદ્ધાર નહીં થાય 

 
રાષ્ટ્રકવિ રવિન્દ્રનાથ ટાગોરના એક નિબંધ “સ્વદેશી સમાજ કા પ્રબંધ”નું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે સમાજને પ્રેરણા આપનારા નાયકોની જરૂર છે. માત્ર રાજનીતિથી ભારતનો ઉદ્ધાર નહીં થાય, સમાજમાં પરિવર્તનની જરૂર છે. રવિન્દ્રનાથ ટાગોરે પોતાના નિંબંધમાં લખ્યું છે કે અંગ્રેજોને આશા છે કે હિન્દુ મુસલમાન અંદરો અંદર લડીને ખતમ થઈ જશે. પરંતું આ સંઘર્ષણમાંથી જ આ સમાજ સાથે રહેવાનો ઉપાય શોધી લેશે અને એ ઉપાય હિન્દુ ઉપાય હશે.
 

mohanji bhagwat rss_1&nbs 
 

સંઘની દ્રષ્ટિમાં ૧૩૦ કરોડનો સંપૂર્ણ સમાજ હિન્દુ સમાજ છે 

 
તેમણે કહ્યું કે સંઘની દ્રષ્ટિમાં ૧૩૦ કરોડનો સંપૂર્ણ સમાજ હિન્દુ સમાજ છે. જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને જન, જલ, જંગલ, જમીન અને પ્રાણીઓને પ્રેમ કરે છે, જે ઉદાર માનવ સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે અને જે બધાનું કલ્યાણ કરનારી સંસ્કૃતિનું આચરણ કરે છે તે કોઇ પણ ભાષા, વિચાર અથવા ઉપાસનામાં માનનારો કેમ ન હોય, તે હિન્દુ છે.
 

સાંભળો...

 
 
 

વિશ્વને સુખ શાંતિનો માર્ગ બતાવનાનો સંગઠિત હિન્દુ સમાજ જોઇએ

 
સરસંઘચાલકજીએ કહ્યું કે ભારત પરંપરાથી હિન્દુવાદી છે. વિવિધતામાં એકતા નહી, એકતામાં જ વિવિધતા છે. આસ્થા, વિશ્વાસ અને વિચારધારા અલગ – અલગ હોય શકે પણ બધાનો સાર એક જ છે. તેમણે કહ્યું કે, અંધારાને દૂર કરવા કોઇને મારવાનો નથી પણ એક દીવો પ્રગટાવવાનો હોય છે અને આ દીવાના પ્રકાશથી જ અંધારુ દૂર થઈ શકે છે. એક નાયકથી કામ નહીં ચાલે પરંતુ ગામડે-ગામડે, ગલી, મહોલ્લામાં યુવા નાયકોની ટોળી તૈયાર કરવી પડશે જે સમાજ માટે કોઇ પણ સ્વાર્થ વિના કામ કરે. આનાથી જ ભારતનું ભાવિ બદલી શકાય છે. તેમણે કહ્યું કે વિશ્વ ભારત તરફ જોઇ રહ્યું છે અને વિશ્વને સુખ શાંતિનો માર્ગ બતાવનાનો સંગઠિત હિન્દુ સમાજ જોઇએ.