૨૦૨૦ સુધી ભારતમાં સિવિલ વોરની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું અર્બન નક્સલીઓનું ષડયંત્ર : વિવેક અગ્નિહોત્રી

    ૨૮-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

Vivek Agnihotri_1 &n
 
 

તે ભારત માટે મોટા ખતરા સમાન છે 

 
જાણીતા ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી દેશમાં ફેલાયેલ વર્તમાન હિંસક આંદોલન અંગે અર્બન નકસલવાદને જવાબદાર ઠરાવતા કહે છે કે, ઇસ્લામિક દલિત ગઠબંધનની રણનીતિ પર હાલ અર્બન નક્સલીઓ દ્વારા મોટુ ષડયંત્ર રચાઈ ચૂક્યું છે. હાલ દેશભરમાં મુસ્લિમ સંગઠનો દ્વારા અપાયેલ હિંસક બંધને ભીમ આર્મી જેવા કથિત દલિત સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું તે આનું ઉદાહરણ છે. વર્તમાનમાં ભારતભરમાં કોમ્યુનિસ્ટ અને ઇસ્લામિક વિચારધારાવાળા લોકો દ્વારા જે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. તે ભારત માટે મોટા ખતરા સમાન છે.
 

અહીં કેમ્પમાં અર્બન નક્સલવાદના આઈડિયોલોજી ટેરર કેમ્પ જેવા બની ગયા છે 

 
અર્બન નક્સલીઓ દ્વારા દેશભરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને હાથો બનાવી દેશ-સૈન્ય-પોલીસ અને પ્રશાસન વિરુદ્ધ મોટુ ષડયંત્ર રચાઈ રહ્યું છે. દેશભરમાં હાલ જે વિરોધ પ્રદર્શનો એવા લોકો કરી રહ્યા છે જેઓ ભારતમાં ગેરકાયદેસર વસી રહ્યા છે. તેઓને ડર સતાવી રહ્યો છે કે આ કાયદા બાદ ભારતમાં તેમનું રહેવું મુશ્કેલ બનવાનું છે અને બીજા એવા લોકો જે જેઓનો કોઈને કોઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે. આ લોકો જાણે-અજાણ્યે અર્બન નક્સલવાદીઓની રણનીતિમાં ફસાઈ રહ્યા છે. અર્બન નક્સલીઓનું કામ ભારતની નવી પેઢીનું બ્રેઈન વોશ કરી બૌદ્ધિક રીતે કટ્ટર સામ્યવાદી વિચારધારામાં મનમાં કરી એક હથિયારની માફક ઉપયોગ કરવાનું છે. જાધવપુર, જામિયા, જેએનયૂ, એ.એમ.યૂ., હૈદરાબાદ સેન્ટ્રલ, / યુનિવર્સિટીના કેમ્પસોને જુઓ. હાલ આ કેમ્પમાં અર્બન નક્સલવાદના આઈડિયોલોજી ટેરર કેમ્પ જેવા બની ગયા છે.
 
અહીંના વિદ્યાર્થીઓ દ્વારા જે વિરોધ થાય છે. તે શિક્ષણની ગુણવત્તા કે તે સંબંધી પરેશાનીઓ પર ભાગ્યે જ થાય છે. સરકારના નિર્ણયોને વિરોધ કરી આ લોકો શું સાબિત કરવા માગે છે ? શું સરકાર કરોડો રૂપિયાનું ફંડિગ એટલા માટે આપે છે કે આ લોકો ઇચ્છે ત્યારે દેશમાં સિવિલ વોર જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે ? બંધારણ બચાવવાના નામે બંધારણીય રીતે પસાર થતા કાયદાઓનો હિંસક વિરોધ કરી આ લોકો શું સાબિત કરવા માંગે છે ? શું હવે દેશ સંસદને બદલે આ યુનિવર્સિટીઓના કેમ્પસમાંથી ચાલશે ? વિરોધ પક્ષો જે સંસદમાં નથી કરી શકતા તે હવે રસ્તાઓ ઉપર ઊતરી આવીને કરાવવા માગે છે.
 

Vivek Agnihotri_1 &n 
 

તે ચંડોળા વિસ્તાર બાંગ્લાદેશી ઘૂસણખોરીનું હબ ગણાય છે 

 
આસામનાં વિરોધ પ્રદર્શનો હોય કે દિલ્હીનાં ઉત્તર પ્રદેશનાં, બંગાળના કે પછી અમદાવાદનાં એક દિવસમાં લાખો ટાયરો, હજારો લીટર જ્વલનશીલ આગજની માટે આખરે ફંડિગ ક્યાંથી આવ્યું ? આસામના ગુવાહાટીમાં લોકો ૪૦૦-૫૦૦ કિ.મી.થી પ્રદર્શન કરનારા, પશ્ચિમ બંગાળમાં સેંકડો કિ.મી. દૂરથી વિરોધ પ્રદર્શન કરવા લોકોને અહીં લાવ્યું કોણ ? અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં તે ચંડોળા વિસ્તાર બાંગ્લાદેશી ઘૂસણખોરીનું હબ ગણાય છે. ગુવાહાટી બાંગ્લાદેશી, રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરીનું કેન્દ્રસ્થાન ગણાય છે તે જ સાબિત કરે છે કે આ કાયદાનો સૌથી વધુ વિરોધ તે જ લોકો કરી રહ્યા છે, જેઓ ઘૂસણખોર છે કે ઘૂસણખોરોના સમર્થક છે.
 

અર્બન નક્સલવાદીઓનું નિશાન ૨૦૨૦ સુધી સિવિલ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે 

 
હકીકતમાં અર્બન નક્સલવાદીઓનું નિશાન ૨૦૨૦ સુધી સિવિલ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. પોલીસ-સૈન્ય અને નાગરિકો વચ્ચે સંઘર્ષ થાય તે માટે આ લોકો સતત મૌકાની તલાશમાં રહે છે. સૌપ્રથમ ફેક ન્યૂઝથી શરૂઆત થાય છે અને તેને ફેલાવવાનું કામ માધ્યમોમાં બેઠેલા અર્બન નક્સલવાદીઓ દ્વારા થાય છે. વર્તમાન નાગરિકતા કાયદા અંગે પણ આવું જ થઈ રહ્યું છે. હકીકતમાં આ લોકોને આ કાયદો શું છે. એની ખબર જ નથી. તે લોકો આ કાયદાને લઈ જે રીતે કેટલાક માધ્યમકર્મીઓ દ્વારા સતત જૂઠાણાં ફેલાવાઈ રહ્યાં છે તે તેમની મંશા પર સવાલ પેદા કરે છે. ભારત માટે ખતરો બે વાતો છે કે છેક ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાં ઇસ્લામ ખતરે મેં હૈ નો અપપ્રચાર ચલાવી હિન્દુઓને મારી ભગાવવામાં આવ્યા તેવી જ પરિસ્થિતિનું નિર્માણ હવે આસામ, પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે. ઇસ્લામના નામે મુસ્લિમોને ઉશ્કેરી મોટા પ્રમાણમાં હિંસક વિરોધ પ્રદર્શનો કરાવવાં અને હિન્દુઓમાં ભયનું વાતાવરણ પેદા કરી પલાયન માટે મજબૂર કરવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. સરકારે આ અંગે સત્વરે પગલાં લઈ અર્બન નક્સલીઓના આ ષડયંત્રને નિષ્ફળ બનાવવું રહ્યું.