ઇટલીમાં રહેતા સિન્ઝિમ ટિનિરેલો અને એજર સ્કેન્ડુરા નામના કપલે બે વર્ષ પહેલાં પાળેલા બરીવેલ નામના બિલાડાએ તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. વાત એમ છે કે આ બિલાડાનું કદ એટલું લાંબુ છે કે એ જો બે પગ પર ઊભો થાય તો પાંચ-છ વર્ષના બાળક જેટલી હાઈટનો થાય. તેની પૂંછડી સાથે લંબાઈ માપવામાં આવે તો કુલ ૩ ફૂટ અને ૧૧.૨ ઇંચની છે. માઈન કૂન પ્રજાતિના પ્રાણીઓનો સામાન્ય રીતે ચાર વર્ષની વય સુધી શારીરિક ગ્રોથ થતો હોય છે. એ જોતાં આ બિલાડાભાઈ પોતાનો જ રેકોર્ડ તોડશે એવી સંભાવનાઓ છે.