F16 ફાઈટર પ્લેન વાપરવા બદલ અમેરિકાએ પાકિસ્તાન પાસેથી જવાબ માગ્યો છે

    ૦૨-માર્ચ-૨૦૧૯   

  

F16 ફાઈટર પ્લેનનો ઉપયોગ કરી પાકિસ્તાન ફસાઈ ગયું છે

એક કહાવત છે કે અપની હી તોપ સે શહીદ હુએ સેનાપતિ. પાકિસ્તાન સાથે એવું થઈ રહ્યું છે. પાકિસ્તાનને F16 ફાઈટર પ્લેન અનેક શરતોની આધિન રહીને અમેરિકાએ જ આપ્યું છે. હવે તેણે ભારત વિરુદ્ધ તેનો ઉપયોગ કર્યો છે. જેના સબૂત પણ ભારતીય સેનાએ મીડિયા સમક્ષ જાહેર કરી દીધા છે. આથી અમેરિકા હવે પાકિસ્તાન પાસેથી જવાબ માંગી રહ્યું છે….
 

 
 
મહત્વની વાત એ છે કે ભારત સબૂત સાથે કહી રહ્યું છે કે પાકિસ્તાનનું F16 ફાઇટર પ્લેન ભારતે તોડી પાડ્યું છે જ્યારે પાકિસ્તાન કહી રહ્યું છે કે અમે આ પ્લેનનો ઉપયોગ કર્યો જ નથી. પણ ભારત પાસે સબૂત છે જે અમેરિકાને પણ યોગ્ય લાગ્યા છે માટે હવે અમેરિકાએ પણ પાકિસ્તાનને પૂછ્યું છે કે જો પાકિસ્તાને F16નો ઉપયોગ કર્યો છે તો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે F16 ને લઈને થયેલા કરારનો ભંગ થાય છે. માટે જો આવું થયું હશે તો તમારે જવાબ આપવો પડશે.
 
અમેરિકા જ્યારે આવા આધૂનિક હથિયારો કોઇ દેશને તેની રક્ષા માતે આપે છે ત્યારે અનેક શરતો ને આધિન આપે છે. આ શરતો એટલી સરળ હોતી નથી. પીટીઆઈ ન્યુઝ એજન્સીના એક રીપોર્ટ પ્રમાણે અમેરિકાએ કોઇ દેશ ઉપર હુમલો કરવા નહિ પણ પાકિસ્તાનમાં ફેલાયેલા આતંકવાદ સામે લડવા અને પોતાની આતંરિક માટે આ ફાઈટર પ્લેન આપ્યું છે. પણ ભારતની સરહદ પર હુમલો કરી પાકિસ્તાને આ કરારનો ભંગ કર્યો છે આથી અમેરિકાના પેન્ટાગનની ડિફેન્સ સિક્યુરિટી એન્ડ કોર્પોરેશન એજન્સીએ આનો જવાબ પાકિસ્તાન પાસેથી માગ્યો છે…