ખરું કે ખોટું? । શું આઈપીએલ મુંબઈ ઇન્ડિયન્સ જીતી તે બદલ નીતા અંબાણી ૨૦ હજાર જિયો યૂજર્સને ૩૯૯નું ફ્રી રીચાર્ચ આપી રહી છે?

    ૨૧-મે-૨૦૧૯   

 
 
થોડા દિવસથી સોશિયલ મીડીયા પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે જેમા દાવો કરવામાં આવી રહ્યો છે IPL 2019 નો કપ મુંબઈ ઇન્ડિયન્સ જીતી એ બદલ જિઓ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલકીન નીતા અંબાણી ૨૦ હજાર જેટલા જિઓ યૂજર્સને ફી રીચાર્જ આપી રહી છે.
 
મેસેજમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ નેટવર્કના ૨૦ હજાર ગ્રાહકોને ૩૯૯ રૂપિયાનું પ્રીપેડ રિચાર્જ પ્લાન ફ્રીમાં આપવાનું એલાન કર્યું છે. આ સંદેશ મુજબ આવું નીતા અંબાણી એટલે કરી રહી છે કારણ કે આઈપીએલમાં તેમની ટીમે જીત મેળવી છે.
શું છે આ સંદેશના શબ્દો?
 
વાંચો…
 
सोशल मीडिया पर शेयर किए जा रहे इस मैसेज में लिखा है, ‘IPL ऑफर : आईपीएल जीतने की खुशी में मुंबई इंडियंस की मालकिन नीता अंबानी ने 20 हजार Jio यूजर को 399 का तीन महीने वाला रिचार्ज फ्री में देने का वादा किया है... तो अभी नीचे नीले रंग के लिंक पर क्लिक करके अपने नंबर पर रिचार्ज करें... https://freeforjio.blogspot.com/ ..
कृपया ध्यान दें : अगर आपके पास जियो की सिम नहीं है तो आप अपने किसी दोस्त या किसी घर के किसी भी जियो सिम को रिचार्ज कर सकते हो.’
 
 
 

ખરું કે ખોટું?

 
આ મેસેજ વાંચ્યા પછી તમે જો જિઓના ગ્રાહક હો તો જરૂર વિચારવાના કે આ ખરું છે કે ખોટું? પણ તમને જણાવી દઈએ કે આ મેસેજ ફેક છે. મેસેજ સાથે આપેલી કોઇ લિંક પર તમારે ક્લિક કરવાની નથી. કેમ કે આ માત્ર લોકોને મૂર્ખ બનાવવા તૈયાર કરેલી એક સ્કીમ છે. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરશો એટલે તમેન લાલચ સિવાય કઈ નહીં મળે. જો તમે લલચાઈ ગયા તો ગયા સમજો. વાત અહી મેસેજ ફોર્વર્ડ કરવાની છે. તમને ૫૦ થી ૧૦૦ લોકોને આ સંદેશ ફોર્વર્ડ કરવાની વાત કહેવામાં આવશે. જો તમે આવું કરશો તો આ અફવાને વધુ ફેલાવવામાં તમારો પણ હાથ હશે. અને હા તમે ફોર્વર્ડ કરો કે ન કરો અંતે તમને કઈ મળતું તો નથી જ. માટે લાલચમાં આવી અહીં સમય બગાડવા જેવો નથી. આ સંદેશ સંપૂર્ણ રીતે ખોટો છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ મેસેજ અલગ અલગ લિંક સાથે વાઈરલ થયો છે. એટલે અહીં આપેલી લિંક તમને મળેલા મેસેજમાં ન હોય અને બેજી કોઇ હોય તો ખુશ થવાની જરૂર નથી. તે બધી લિંક ફેક છે.
 

ટૂંકમાં નીતા અંબાણીએ આવી કોઇ ઓફર જિઓના ગ્રાહકો માટે જાહેર કરી નથી.