VIDEO : આજે વિશ્વ દૂધ દિવસ છે અને આ ભાઇએ ત્રણ વિઘા જમીન પર વાવેલી બાજરી ભુખી ગાયોને અર્પણ કરી દીધી

    ૦૧-જૂન-૨૦૧૯   

 
 
આજે વિશ્વ દૂધ દિવસ છે અને આ ભાઇએ ત્રણ વિઘા જમીન પર વાવેલી બાજરી ભુખી ગાયોને અર્પણ કરી દીધી
વિશ્વના અનેક દેશો ૧ જૂને World Milk Day એટલે વિશ્વ દૂધ દિવસ ઉજવે છે. ૨૦૦૧માં યુનેસ્કોનુ ધ્યાન આ તરફ ગયું અને તેણે પણ ૧ જૂનને વિશ્વ દૂધ દિવસ જાહેર કર્યો. આજે એ જ દિવસ છે. દૂધ એક સંપૂર્ણ અને હેલ્દી આહાર ગણાય છે અને માટે દૂધ આપતા પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે અને લોકો દૂધ રૂપી સંપૂર્ણ આહાર લેતા થાય તે માટે દુનિયા ભરમાં દૂધ દિવસ ઉજવાય છે.
 
આ બધાની વચ્ચે ગુજરાતના કાંકરેક તાલુકામાથી #WorldMilkDay દિવસે એક સારા સમાચાર આવ્યા છે. આ દિવસના આગલા દિવસે એક આનંદદાયક વીડિયો સામે આવ્યો. હાલ વઢિયાર પંથકના માલધારિઓ બનાસકાંથા જિલ્લામાં હિજરત કરીને આવ્યા છે. આ માલધારીઓ છેલ્લા ચાર દિવસથી પોતાની ૩૦૦ ગાય સાથે આવિસ્તારમાં ખરાકની શોધમાં આમ તેમ ફરી રહ્યા હતા. તેમની સાથે ૩૦૦ ગાયો ૩ દિવસથી ભૂખ્યા પેટે ખોરાકની શોધમાં રઝળપાટ કરતી હતી. આ વાત ગુજરાતના કાંકરેજ તાલુકાના ખોડા ગામના શીવાભાઈ ચૌધરીને ખબર પડી અને તેમણે તરત જ પોતાની ૩ વીઘા જમીન પર વાવેલ બાજરીનો પાક આ ગાયોને અર્પણ કરી દીધો. આ ૩૦૦ ગાયોને ત્રણ દિવસ ચાલે એટલો ચારો મળી ગયો છે. વીડિયો જોતા તમને લાગશે કે આ ગાયો અને માલધારિઓ માટે આ કેટલી સુખદ ઘડી હતી.
 
 
 
આજે મિલ્ક ડે છે. ગાય તેનું પોષણ યુક્ત દૂધ આપણને આપી આપણી ભૂખ્ય દૂર કરે છે આપણને હેલ્દી રાખે છે. આજે એક દાનવીર માણસે ગાયોની ભૂખ ભાગી છે...ધન્ય છે આ ભાઇને...