ઓનલાઇન એજ્યુકેશન : છેતરાવું ન હોય તો પહેલા આ લેખ વાંચી લો...

    ૧૩-જૂન-૨૦૧૯   

 
 

Online Education : દૂરથી જ સલામમાં વિદ્યાર્થીઓની ભલાઈ !

 
વર્ચ્યુઅલ યાની ઓનલાઈનની દુનિયામાં ઈ-એજ્યુકેશન બજાર એવા જરૂરિયાતમંદોને શિક્ષણ આપી રહ્યું છે જે સાધનોની અછતને લઈને ઉચ્ચ શિક્ષાથી દૂર છે. જો કે આ ટેકનીકના માધ્યમથી ઠગાઈ કરી વિદ્યાર્થીઓ અને શિક્ષાર્થીઓ પાસેથી નાણાં પડાવવામાં આવી રહ્યા છે. આ લેખમાં આપણે ઇ-એજ્યુકેશનના રસ્તામાં ફેલાયેલી બોગસબાજીથી બચવા માટેના રસ્તાઓને ચકાસીશું.
 
દિલ્હી સ્થિત એક આઈટી કંપનીમાં ડેટા બેઝ કામ કરવાવાળા પ્રેમપ્રકાશે એમબીએની શિક્ષા લેવા માટે વેબસાઈટ ઇન્ટર નેશનલ પ્રોફેશનલ મેનેજર્સ સર્ટિફિકેટમાં ઑક્ટોબર ૨૦૧૪માં પ્રવેશ મેળવ્યો જેની મુખ્ય ઓફિસ ઉત્તરપ્રદેશ હતી અને આખા કોર્સની ફી ૬૦ હજાર રૂપિયા હપ્તામાં ભરવાની હતી.
 
પહેલા હપ્તામાં દસ હજાર રૂપિયા જમા કરાવ્યા ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે સર્ટિફિકેટ શોભિત વિશ્ર્વવિદ્યાલયથી મળશે અને ડિસેમ્બરમાં પહેલી ટર્મની ઓનલાઈન પરીક્ષા થશે, પરંતુ જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે તેની તારીખ અનિશ્ર્ચિત સમય સુધી લંબાવી દીધી. જે ઘણી વખત લંબાવેલી. પરીક્ષામાં થવાવાળા વિલંબના સંબંધમાં કાઉન્સેલર દ્વારા ફોન પર આશ્ર્વાસન મળતું રહ્યું. છેલ્લે તેને કહેવામાં આવ્યું કે તેની શિક્ષા હવે બીજી વિશ્ર્વવિદ્યાલય હિમાલયનથી થશે. અભ્યાસ એક કદમ પણ ચાલ્યો ન હતો અને એક રહસ્યની વાત એ પણ જાણવા મળી કે મળવાવાળા સર્ટિફિકેટનો ઉપયોગ ફક્ત ખાનગી નોકરી માટે જ થઈ શકશે. ત્યારે તેણે આગળનો હપ્તો જમા કરાવ્યો નહીં અને ઓનલાઈન અભ્યાસને બાય-બાય કરી દીધું.
 
ઈ-એજ્યુકેશન એટલે કે ઓનલાઈન અભ્યાસ કરવાવાળા હજારો યુવાઓને આવા કડવા અનુભવો થયા હશે અને ઠગાઈનો શિકાર બનતા હશે. તેઓનાં કીમતી વર્ષ અને નાણાં બંને બરબાદ થતાં હોય છે.
 

 

ઠગી અને સર્ટિફિકેટની બોગસબાજીમાં રાજધાની દિલ્હી વિખ્યાત છે

 
શિક્ષાનું વેપારીકરણ, ઠગી અને સર્ટિફિકેટની બોગસબાજીમાં રાજધાની દિલ્હી વિખ્યાત છે. થોડા સમય પહેલાં સમાચારપત્રમાં નકલી ઓનલાઈન શિક્ષા આપવાવાળા બોર્ડો બાબતે જાણકારી છપાયેલી. બે બોગસ બોર્ડ ‘દિલ્હી ઉચ્ચતર માધ્યમિક શિક્ષા પરિષદ’ અને ‘ઉચ્ચતર માધ્યમિક શિક્ષા પરિષદ દિલ્હી’ની ક્રમશ: www.delhiboard.org અને www.bhse.co.in વેબસાઈટ્સ આડેધડ ચાલી રહી છે તેના પર ભારતીય શિક્ષા અધિનિયમ હેઠળ બોર્ડ પરીક્ષા આપવા માટેનો અધિકાર હોવાનો દાવો કરવામાં આવેલો જેમાંથી એક સંસ્થાએ પોતાની પ્રમાણિકતા બતાવવા માટે ગૃહમંત્રીના એક અધિકારીનો પત્ર પણ લખેલો હતો. આ બોર્ડથી ફોર્મ ભરવાવાળા ઉમેદવારોને મૌખિક રીતે કહેવામાં આવતું હતું કે આ બોર્ડ સીબીએસઈ જેવું જ છે. આવી જ રીતે કરાંચી પાકિસ્તાનની એક સોફ્ટવેર કંપની એગ્જેકટ ઇપ્લાયન્સે અમેરિકાના વિદેશમંત્રી જૈન કેરીની સહીવાળી બોગસ ડિગ્રીઓ વેચી હતી, જેમાં વિદેશમાં રહેવાવાળા અસંખ્ય ભારતીયો પણ ઠગાઈના શિકાર બનેલા. તકલીફ એ છે કે પાકિસ્તાનમાં આવા કિસ્સાના સમાધાનમાં પર્યાપ્ત કાયદો નથી.
 

સંદેહ, માન્યતા અને અસર

 
ઓનલાઈન શિક્ષા અને કોર્સના સંબંધમાં પટણા હાઈકોર્ટમાં કામ કરનાર કર્મચારી પદ્મસંભવ શ્રીવાસ્તવે આઈટીઆઈ હેઠળ મહત્ત્વપૂર્ણ જાણકારી મેળવી હતી જે ચોકાવનારી છે, જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) આવી ડિગ્રીઓને બોગસ બતાવી ચૂક્યું છે અને તેણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે આજે ઘણી વિશ્ર્વવિદ્યાલય અને સંસ્થા ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ અને ઓનલાઈન ડિગ્રીનો વિકલ્પ આપી રહ્યા છે. જેને શિક્ષા નિયામક અર્થાત્ યુજીસી માન્યતા આપતી નથી. આનાથી અસંખ્ય વેબસાઈટ જોડાયેલી છે જે આવી વિશ્ર્વવિદ્યાલયોથી પોતાની સંબદ્ધતા બતાવી સ્ટડી મટીરિયલ અને સર્ટિફિકેટ વેચે છે.
 
કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી અને સિક્કિમ મહિપાલ યુનિવર્સિટી જેવી શિક્ષા આપવાવાળા વિશ્ર્વવિદ્યાલયો આમાં મુખ્ય છે. આ ઉપરાંત ડીમ્ડ યુનિવર્સિટી પણ ડિગ્રી આપી રહી છે. જ્યાં સુધી અહીંયાંથી મળવાવાળી ડિગ્રીની માન્યતાનો સવાલ છે તો કેએસઓયુના વાઈસ ચાન્સેલર એમ. કે. કૃષ્ણને પણ સ્વીકાર્યુ છે કે ઓનલાઈન ડિગ્રી ભારતીય શિક્ષા પ્રણાલી હેઠળ નોકરી માટે માન્ય નથી.
 
સિક્કિમ મણિપાલ યુનિવર્સિટીના એજ્યુકેશનના નિર્દેશક એન. એસ. રમેશમૂર્તિ પણ ઓનલાઈન ડિગ્રી જેવી કોઈપણ વ્યવસ્થાનો ઇન્કાર કરે છે. સાથે યુજીસીની એજ્યુકેશન બ્યૂરોની પૂર્વ અધિકારી મંજુલિકા શ્રીવાસ્તવ અનુસાર દેશમાં હાલ ઓનલાઈન ડિગ્રી અને કોર્સ માટે કોઈ વિશેષ નિયમ કાયદો બનાવાયો નથી. ન તો બ્યૂરો અને ન તો કોઈ સંસ્થા કે વિશ્ર્વવિદ્યાલયને આવી કોઈ કોર્સની પરવાનગી આપવામાં આવે છે. આવી રીતે અખિલ ભારતીય ટેક્નિક શિક્ષા પરિષદના પૂર્વ અધ્યક્ષ એસ. એસ. મંથાએ પણ આવી ઓનલાઈન ડિગ્રી અને કોર્સ પર ચિંતા વ્યક્ત કરી છે.
 

ડિજિટલ એજ્યુકેશન ( Digital Education)

 
ભારતમાં ડિજિટલ એજ્યુકેશન સિસ્ટમ એક નવી ક્રાંતિનાં ‚પમાં આવી શકે છે. શર્ત છે કે આને એજ્યુકેશન માફિયાથી બચાવવામાં આવે. આ સંદર્ભમાં હાલની સરકાર દ્વારા એક પહેલની શ‚આત થઈ ચૂકી છે. ભારતીય ટેક્નિક સંસ્થામાં ભણાવવામાં આવતાં ઉચ્ચ સ્તરીય શિક્ષાને એક સામાન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘સ્વયમ્’ નામથી એક વેબપોર્ટલની શરૂઆત કરવામાં આવેલ છે. આવી રીતે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પોતે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરીંગ માઇન્ડ્સ નામથી એક મેસિવ ઓપન ઓનલાઈન કોર્સનું પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે. અહીંથી ઓનલાઈન ભણી વિશ્ર્વસ્તરીય શિક્ષા મેળવી શકાય છે. આ પહેલાં કેટલાંક વર્ષ દરમિયાન ભારત સરકાર દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવેલ એડુસેટ ઉપગ્રહનાં સફળતાપૂર્વક કામ કર્યાં પછી ટેલિવિઝન અને રેડિયો દ્વારા ઓપન શિક્ષામાં વધેલી સુવિધાઓના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, હૈદરાબાદ, ભારતીય પ્રબંધ સંસ્થા અને ભારતીય ટેક્નિક સંસ્થા ડાયરેક્ટ ટૂ ડેસ્કટોપ મોડલનું શિક્ષણ ઘણા સમયથી આપી રહ્યા છે. જો કે આ બધી સુવિધાઓ ત્યારે ગામડા સુધી મળી શકશે. જ્યારે ઇન્ટરનેટની બ્રોડબ્રેન્ડ કનેક્ટિવિટી સાથે ડિજિટલ લાઇબ્રેરીની સુવિધાઓ મળી શકે. જો કે કેટલીક સરકારી અને ખાનગી સંસ્થાઓએ પણ પોતાની ઓનલાઈન ઓપન શિક્ષાની શરૂઆત કરી દીધી છે, જેમાં આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી, અન્નમલાઈ યુનિવર્સિટી, નર્સી મોનજી અને એમિટી યુનિવર્સિટી મુખ્ય છે.
 
એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭ સુધી ઓનલાઈન એજ્યુકેશન માર્કેટ અંદાજિત ૪૦ અરબ ડૉલર આસપાસ પહોંચી જશે જે આજે અંદાજિત ૨૦ અરબ ડૉલર છે.
 
લગભગ ઓનલાઈન કોર્સ કરવાવાળા વિદ્યાર્થી વચ્ચે જ શિક્ષણ છોડી દે છે અથવા તો કોર્સ કરાવનાર ફર્મ બોગસ જાણવા મળે છે.
 
હાલ ઓનલાઈન શિક્ષણ ઓપન શિક્ષણનું જ એક રૂપ છે, જેનું ભારતમાં આશાજનક ભવિષ્ય છે. ઈ-શિક્ષાથી સંબંધિત ટેક્નિક વાતોને એક બાજુ રાખતાં પહેલાં યુવાઓએ આને અપનાવતાં પહેલાં કેટલીક આવશ્યક સાવધાની રાખવી પડશે. પહેલી મૌખિક આશ્ર્વાસનોનો કોઈ અર્થ નથી જે પોર્ટલનાં કાઉન્સિલર દ્વારા આપવામાં આવે છે. બીજી મુખ્ય વાત પોર્ટલની વિશ્ર્વસનીયતાની તપાસ થવી જોઈએ, ત્યાર પછી જ તેની ઓનલાઈન સેવા લેવી જોઈએ, એટલે કે તેના દરેક નિયમની બારીકાઈથી જાણકારી લેવી જોઈએ.
 
ભારત સરકારના ઈ-પોર્ટલ એટલે કે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રોદ્યૌગિકી સંસ્થા પર ઘણી મહત્ત્વપૂર્ણ જાણકારી આપેલી છે. તેની વેબસાઈટ www.nielit.gov.in પર પોતાનું એકાઉન્ટ ખોલાવી એટલે કે રજીસ્ટર થઈ તેની લિંક સુધી પહોંચી શકાય છે. અહીંયા આપવામા આવેલી શિક્ષણ સંબંધી જાણકારી વિનામૂલ્યે અને ફી સાથે બન્ને રૂપમાં છે.
 

 

કેટલીક સાવધાની જરૂરી

 
# ઓનલાઈન શિક્ષણ માટે કેટલીક મુખ્ય સાવધાની આવશ્યક છે નહીં તો તમારો સમય અને નાણાં બન્ને બરબાદ થઈ શકે છે. પહેલી સતર્કતા અને તપાસ યોગ્ય વેબસાઈટ બાબતની કરવી જોઈએ.
#  પોર્ટલમાં આપવામાં આવેલી જાણકારી ધ્યાનથી વાંચવી અને તેના નિયમોને ધ્યાનમાં રાખી કોર્સ માટે આગળ વધવું જરૂર પડે તો તેના કાઉન્સલરથી વાત કરવી.
#  વેબસાઈટના પાનાં સરળતાથી તુરંત ખૂલવા જોઈએ. એ પણ જોઈ લેવું કે પર્સનલ કમ્પ્યુટર, ટેબલેટ કે મોબાઈલ ફ્રેન્ડલી છે કે નથી. જૂની બનેલી વેબસાઈટમાં એવું હોતું નથી.
#  વેબસાઈટ કાનૂન મુજબની કે તેની માન્યતા બાબતે જાણી લેવું.