સંબંધોને સારા રાખવા છે? તો અપનાવો આ ૧૧ પાવરફૂલ ટીપ્સ

    ૨૯-જૂન-૨૦૧૯   

 
સંબંધ ખરાબ ક્યારે થાય? જ્યારે તમારા જીવનમાં કંઇક ન બનવાનું બની જાય, ન બોલવાનું બોલાય જાય કે ન કરવાનું કામ તમારાથી થઈ જાય. એક વાત યાદ રાખો કે જો બન્ને તરફ સંબંધ નિભાવવાની ગરજ હોય તોજ સંબંધ ટકી શકે છે. બન્ને તરફથી લેટ ગોની ભાવના હોવી જોઇએ. ધણીવાર આપણી વધારે પડતી અપેક્ષાઓથી પણ સંબંધો તૂટી જતા હોય છે. સંબંધોમાં આદર મેળવવો હોય તો આદર આપતા પણ આપણે શીખવું પડે. ખાસ કરીને ટોન્ટ કે મેણા મારવાનું ભૂલી જવું પડે…અહીં આવી ૧૧ ટીપ્સ આપવામાં આવી છે. જે તમે અપનાવશો તો નક્કી તમારા સંબંધ હુંફાળા બની રહેશે. પછી એ પત્ની સાથેના હોય, પરિવારના સભ્યો સાથેના હોય કે મિત્ર સાથેના હોય….