ધોનીના ગ્લબ્સ પર વિવાદ, ICC એ હટાવવાનું કહ્યું તો BCCI એ કહ્યું અમે ધોનીની સાથે છીએ

    ૦૭-જૂન-૨૦૧૯   

 
 
શું ધોનીના ગ્લબ્સ પરથી હવે આ ચિન્હ હટાવવું પડશે?
 
વિશ્વકપમાં બુધવારે જ્યારે ભારતીય ટીમ (Indian Cricket Team ) દક્ષિણ આફ્રિકા (South Africa) ની સામે મેચ રમવા મેદાને ઉતરી તો વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની (Mahendra Singh Dhoni) પણ એક ખાસ ગ્લલ્સ પહેરીને મેચ રમવા આવ્યો. આ મેચમાં ધોનીએ પોતાની વિકેટકીપિંગ માટે જે ગ્લબ્સ પહેર્યા હતા તેમાં ભારતીય સેનાના 'બલિદાન' બેઝનો લોગો લાગેલો હતો. આઈસીસી વિશ્વકપ ૨૦૧૯ (ICC Cricket World Cup 2019) ની ભારતની પહેલી મેચમાં ધોની દક્ષિણ આફ્રિકા સામે પોતાના ગ્લબ્સ પર ભારતીય પેરા સ્પેશિયલ ફોર્સનું ચિન્હ ( Indian Para Forces Insignia) લગાવીને મેદાને ઉતર્યો હતો. ધોનીના ગ્લબ્સ પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો.ધોનીના ફેન્સે ધોનીની આ ગ્લબ્સની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું અને તેની ખુબ પ્રશંસા પણ થઈ.
 
અત્રે ઉલ્લેખનીય એ છે કે વર્ષ 2011માં ધોનીને ભારતીય સેનાની પેરા રેજિમેન્ટે લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાધી આપી હતી. ધોનીએ પોતાની પેરા રેજિમ્ન્ટની સાથે ખાસ ટ્રેનિંગ પણ હાસિલ કરી છે. સેના પ્રત્યે ધોનીનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. આ વખતએ ભારતીય સેનાના શહીદોને કંઇક અલગ રીતે ધોનીએ યાદ કર્યા. ભારતના લોકોને તો આ ગમ્યુ પણ પાકિસ્તાનને આ ન ગમ્યુ.
 
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના સંધીય મંત્રી ફવાદ હુસૈન (Chaudhry Fawad Hussain) ધોનીના આ ગ્લબ્સથી ગુસ્સે ભરાઈ ગયા અને તેમણે ટ્વીટર પર પોતાની ભડાસ કાઢી. તેમણે અહીં લખ્યું કે ધોની ઇંગ્લેન્ડમાં ક્રિકેટ રમવા ગયા છે મહાભારત કરવા નહીં. ભારતીય મીડિયામાં આ શું ચાલી રહ્યું છે, કેવી ડિબેટ ચાલી રહી છે…
 
હુસૈનની આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર વધુ ચર્ચા શરૂ થઈ ગઇ. વાત એટલી પ્રસરિ ગઈ કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પણ વચ્ચે આવવું પડ્યું. આઈસીસીએ તરત ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને જણાવું કે તેઓ ધોની (MS Dhoni) ને કહે કે પોતાના ગ્લબ્સ પરથી આ સિમ્બોલ હટાવી દે. આઈસીસીના આ નિવેદન પછી તો વધારે વિવાદ થયો.
હવે આ વિવાદ પર બીસીસીઆઈ અને આઈસીસી આમને સામને છે. આઈસીસીએ આ ચિન્હ હટાવવાનું કહેતા બીસીસીઆઈ પણ ધોનીના સમર્થનમાં આગળ આવી છે. બીસીસીઆઈના COA વિનોદ રાયએ જણાવ્યું છે કે ધોની પોતાના ગ્લબ્સ પર બલિદાનનો સિમ્બોલ લગાવી શકે તે માટે અમે પહેલાથી જ આઈસીસીને પત્ર લખી ચૂક્યા છીએ.
આઈસીસીના સૂત્રોના કહેવા પ્રમાણે જે અહેવાલો મીડિયામાં આવ્યા છે તેનું માનીએ તો જો ધોની અને બીસીસીઆઈ આઈસીસી સામે એ સાબિત કરી દે કે આ ચિન્હમાં કોઇ રાજનૈતિક, ધાર્મિક કે નસ્લીય સંદેશ નથી તો આઈસીસી વિચાર કરી શકે છે.
 
બીસીસીઆઈના COA વિનોદ રાયએ એ પણ જણાવ્યું છે કે અમે અમારા ખિલાડીઓની સાથે છીએ. ધોનીના ગ્લબ્સ પર જે નિશાન છે તે કોઇ ધર્મનું પ્રતિક નથી અને કોમર્શિયલ પણ નથી.