માત્ર ૧૬ મિનિટ પસાર થઈ ગઈ હોત તો કલ્પના આપણી સાથે હોત…

    ૦૧-જુલાઇ-૨૦૧૯   

 
 

“ તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” 

 
આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાના છે. કલ્પના ચાવલા (૧ જુલાઇ, ૧૯૬૧ - ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩) એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

 
 

કલ્પના ચાવલા જીવન પરિચય…

 
પંજાબ પ્રાંતના કરનાલ શહેરના એક સાધારણ પરિવારમાં ૧ જુલાઈ ૧૯૬૧ના રોજ એક બાળકીનો જન્મ થયો હતો, જે શહેર હવે હરિયાણામાં છે. માતા-પિતા તેને મોન્ટુના હુલામણા નામતી બોલાવતા હતા. તેનું સાચું નામ હતું કલ્પના. ચાવલા પરિવારમાં જન્મેલી આ બાળકીની નજર હંમેશાં આકાશ તરફ રહેતી. આકાશમાં ઉડતા એરોપ્લેનને નિહાળીને અચંબો અનુભવતી અને એક અનોખી કલ્પનાસૃષ્ટિમાં ખોવાઈ જતી. તે વિમાનમાં બેસવાની નહિ પણ તેને સમજવાની અને તેને ચલાવવાની કલ્પના કરતી. તેણે આ માટે એક સપનું પણ જોયુ અને આ સપનાને સાકાર કરી બતાવવાનો તેણે મનોમન સંકલ્પ કરી લીધો હતો.
 

અભ્યાસ એવો કે તેની ડિગ્રીઓ વાંચતા જ રહો….

 
બાળપણથી જ તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. તેને અંતરિક્ષ, ગ્રહ, તારા અને પક્ષીઓ કેવી રીતે ઉડે છે તે જાણવાની જિજ્ઞાસા રહેતી હતી. શાળાકીય અભ્યાસ દરમ્યાન ઉડવાનું પ્રશિક્ષણ પણ મેળવી લીધું હતું. કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા એ બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી
 

 

માત્ર ૧૬ મિનિટ પસાર થઈ ગઈ હોત તો કલ્પના આપણી સાથે હોત…

 
આજથી૧૫ વર્ષ પહેલા ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના એ દિવસે ભારત માતે એક ખરાબ દિવસ હશે. આ દિવસે ભારતની બેટી કલ્પના ચાવલા અન્ય છ સાથિઓ સાથે યાનમાં અંતરીક્ષમાંથી ધરતી પર પાછી ફરી રહી હતી. તેમનું અંતરીક્ષ યાન STS-107 ધરતીથી લગભગ બે લાખ ફૂટની ઊંચાઈ પર હતું. યાન ૨૦ હજાર કિમીની ઝડપે પૃથ્વી પર આવી રહ્યું હતું. પણ દુઃખની વાત એ છે કે જો માત્ર ૧૬ મિનિટ કઈ ન થયું હોત તો યાન અંતરીક્ષયાત્રીઓને લઈને હેમખેમ ધરતી પર આવી ગયું હોત. તે અમેરિકાના ટેક્સાસમાં ઉતરવાનું હતું. તે દિવસે આખી દુનિયા આ યાનની વાટ જોતી હતી. પણ અચાનક યાન સાથે નાસાનો સંપર્ક ટૂટી ગયો અને કોઈ સમજણ પડે તે પહેલા એક ખરતા તારાની જેમ યાન ગાયબ થઈ ગયું. આ સાથે યાનમાં સવાર કલ્પના ચાવલા સહિત બધાં જ અંતરીક્ષયાતીઓનું પણ મૃત્યું થયુ.
 

દેશની દિકરીઓને આપી ઉડવાની પ્રેરણા…

 
કલ્પના ચાવલાનું અકાળે અવસાન થયું પણ તેની અંતરીક્ષની સિદ્ધીએ આ દેશની જ નહિ પણ સમગ્ર વિશ્વની મહિલાઓને આકાશ સર કરવાની પ્રેરણા આપી હતી. કલ્પના ચાવલાની સિદ્ધીને જોઇ લોકો પોતાની બેટી પર પણ ગર્વ કરવા લાગ્યા. કલ્પનાએ એક દેશની દિકરીઓ માટે એક અલગ સંદેશ આપ્યો કે દિકરી છે તો શું થયું તે ધારે તે કરી શકે છે.

જ્યારે કલ્પનાએ ભરી કલ્પનાની ઉડાન..
 

માર્ચ ૧૯૯૫માં કલ્પના ચાવલાના જીવનનું સૌથી મોટું સપનું પૂરૂં થયુ. તેને પહેલી અંતરીક્ષ ઉડાન માટે પસંદ કરવામાં આવી. અ પસંદગી પછી આઠ મહિના પછે કલ્પનાનું પહેલું અંતરીક્ષ મિશન ૧૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ શરૂ થયું. કલ્પનાએ પોતાના આ પહેલા અંતરીક્ષ મિશનમાં પોતાના છ સાથિઓ સાથે ૧.૦૪ કરોડ માઈલનું અંતર કાપી ૩૭૨ કલાકમાં અંતરીક્ષમાં પસાર કર્યા હતા. આ દરમિયાન તેણે ધરતીના ૨૫૨ ચક્કર પણ લગાવ્યા…]