રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સૈન્ય શાળા ખોલશે । પહેલા વર્ષે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ । શહીદ જવાનોનાં બાળકો માટે 56 બેઠકો અનામત

    ૩૦-જુલાઇ-૨૦૧૯   

 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે 2020માં સૈન્ય શાળા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. આ શાળામાં બાળકોને ભારતીય સશસ્ત્ર દળોમાં અધિકારી બનવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. રા. સ્વ. સંઘની પ્રેરણાથી ચાલતી શિક્ષા શાખા વિદ્યાભારતી દ્વારા સંચાલિત આ શાળાનું નામ રા. સ્વ. સંઘના પૂર્વ મા. સરસંઘચાલક  શ્રી રજ્જુભૈયાના નામ પર એટલે કે “રજ્જુભૈયા સૈનિક વિદ્યામંદિર” રાખવામાં આવશે.
 

સીબીએસઈ મુજબનો અભ્યાસક્રમ

 
આ વિદ્યામંદિરની પ્રથમ શાખા ઉત્તરપ્રદેશના બુલંદ શહેર જિલ્લાના શિકારપુરમાં ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ એ જ સ્થળ છે જ્યાં 1922માં મા. શ્રી રજ્જુ ભૈયાનો જન્મ થયો હતો. વિદ્યાભારતી મુજબ આ શાળાનો અભ્યાસક્રમ માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ) મુજબનો હશે. જેમાં છઠ્ઠા ધોરણથી માંડી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભણશે.
 

 
 

શહીદ જવાનોના બાળકોને અનામત

 
વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાનના પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંખડના સંયોજક અજય ગોયલ મુજબ વિદ્યાભારતી દ્વારા દેશભરમાં 20,000થી વધુ શાળાઓ ચલાવાઈ રહી છે. જો કે સૈન્ય શાળા શરૂ કરવાનો આ પ્રથમ પ્રયોગ છે. શાળાની પ્રથમ બેચમાં છઠ્ઠા ધોરણ માટે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. શાળામાં શહીદ જવાનોનાં બાળકો માટે 56 બેઠકો અનામત રાખવામાં આવી છે. વાંચો વિદ્યાભારતીનો સત્તાવાર રીપોર્ટ