મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપની દરકે મેચમાં સંકેત આપી રહ્યો છે કે તે હવે નિવૃત્ત થવાનો છે

    ૦૪-જુલાઇ-૨૦૧૯   

 
 
મહેન્દ્રસિંહ ધોનીની આજકાલ ટીકા પણ થઈ રહી છે અને તેની પ્રસંશા પણ થઈ રહી છે. આ વર્લ્ડ કપ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ છે એ તો ફાઈનલ છે પણ ધોની નિવત્ત ક્યારે થસે તેનો જવાબ હજી ધોની તરફથી કે BBCI તરફથી મળ્યો નથી. પણ ક્રિકેટ જગતના માધાંતાઓ તેની હરકતો પરથી કયાસ કાઢી રહ્યા છે કે આ વર્લ્ડ કપની છેલ્લી મેચ ધોની માટે છેલ્લી આંતરાષ્ટ્રીય મેચ હશે. તે આ પછી નિવૃત્તિ જાહેર કરી દેશે.
 
ધોની ચોંકાવનારા નિર્યણ લેવામાં માહિર છે. વર્ષ ૨૦૧૪માં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી તેણે સૌને ચોંકાવી દીધા હતા અને પછી અચાનક તેણે કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. અને હવે આ વર્લ્ડ કપ પછી તે અચાનક નિવૃત્તિ પણ જાહેર કરી શકે છે…
 

 
 
તેને નજીકથી જાણનારા કહે છે કે ધોની વર્લ્ડ કપની દરેક મેચમાં સંકેટ આપી રહ્યો છે કે હવે તે નિવૃત્ત થવાનો છે. આ સંકેત છે તેનું બેટ…તે દરેક મેચમાં જુદા જુદા બેટથી બેટિંગ કરી રહ્યો છે. તમે કહેશો એમાં શું સંકેત…? પણ વાત અહી તે બેટને સ્પોન્સર કરનારી કંપનીની છે. તે જુદા જુદા સ્પોન્સરવાળી કંપનીના બેટથી રમી રહ્યો છે. તેને નજીકથી જાણનારા લોકો કહે છે કે આ ધોનીનો તેના સ્પોન્સરોનો આભાર માનવાનો એક અનોખો અંદાજ છે. અનેક બેટ કંપનીઓએ ધોનીને તેના કેરિયરની શરૂઆતમાં સાથ આપ્યો હતો. હવે ધોની આમ બેટ બદલી જે-તે કંપનીઓનો આભાર માની રહ્યો છે.
 

 
 
ધોની હાલ SG ના બેટથી રમે છે. વર્લ્ડ કપ દરમિયાન જોવામાં આવી રહ્યું છે કે ધોની હર મેચમાં જુદા જુદા બેટથી રમી રહ્યો છે. બેટિંગ દરમિયાન બેટ બદલી પણ રહ્યો છે. તે SS, BAS અને SS ના બેટથી રમી રહ્યો છે. આ ઉપરાંત ધોની SPARTAN ના બેટથી પણ રમતા જોવા મળ્યો છે.
 
ધોનીની નિવૃત્તિ બાબતે BBCI કંઇ કહવા માંગતુ નથી પણ ધોનીના મિત્રો કહી રહ્યા છે કે હાલ કોઇ કંપની તરફથી તેને પૈસા મળી રહ્યા નથી. તે માત્ર આભાર માનવા આ કંપનીઓના બેટ સાથે મેચ રમી રહ્યો છે…