અમે ૫૦૦-૬૦૦ રન બનાવશું અને બાંગ્લાદેશને ૫૦ રનમાં ઓલઆઉટ કરીશું – સરફરાજ

    ૦૫-જુલાઇ-૨૦૧૯   

 
 
ઇંગ્લેન્ડમાં યોજાયેલ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯માં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેચ છે. પહેલો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. લગભગ સેમી ફાઈનલની ૪ ટીમ નક્કી થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ પણ ચોથા નંબરે નક્કી જ છે. પણ આજની પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ઓપચારિક મેચ બાકી છે.
 
આ મેચ પછી ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે. બાંગ્લાદેશ તો આ મેચ માત્ર ઓપચારિકતા ખારત રમી રહ્યું છે કેમ કે તે સેમી ફાઈનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયું છે. પાકિસ્તાન સેમી ફાઈનલની રેસમાં છે પણ આ રેસ પાકિસ્તાન જીતે તે અશક્ય જ છે. કેમ કે આજની બાંગ્લાદેશ સામેની મેચ પાકિસ્તાન ૩૨૦ કરતા વધારે રનથી જીતે તો જ તેની રનરેટ ન્યુઝીલેન્ડ કરતા વધારે થાય અને તે સેમી ફાઈનલમાં પહોંચે. જે શક્ય જ નથી.
 
પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે મીડિયા સામે એક વાત કરી છે. સરફરાજે કહ્યું કે અમે આ મેચ ખૂબ મોટા માર્જિનથી જીતવાની કોશિશ કરીશું. અમે ૫૦૦ કરતા વધારે રન બનાવીશું અને બાંગ્લાદેશને ૫૦ રનમાં ઓલઆઉટ કરવાની કોશિશ કરીશુ.
 

સાંભળો...