ગુજરાતના સામાન્ય પરિવારની દિકરીએ યુરોપમાં બીજી એક નવી સિદ્ધી હાંસલ કરી છે

    ૦૬-જુલાઇ-૨૦૧૯   

 
 
ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી ગુજરાતના સામાન્ય પરિવારમાંથી આવતી સરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલીએથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્યારે આવો તેની પાછળના સંઘર્ષને જાણીએ.
 
ગુજરાતનો સુંદર, કુદરતી સુંદરતાથી ભરેલો ડાંગ જિલ્લો તેનું વડુમથક આહવા અને આ આહવા નજીક આવેલું કરાડી આંબા નામનું એક નાનકદુ ગામ. જેમા ૪૫ ઘર છે અને આ ઘરની પ્રભાવસાળી દિકરી એટલે સરિતા ગાયકવાડ. તા. 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે રમાયેલી 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી આ દિકરીએ એક સાથે બે બે આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતીને દેશને બબ્બે ગોલ્ડ અપાવ્યા હતા અને હવે સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલીએથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
 

 સરિતાનો પરિવાર
 
ડાંગ જિલ્લાના માંડ 700ની આબાદી ધરાવતા સરહદી ગામ કરાડીઆંબાના શ્રમિક પરિવારની સરિતા ગાયકવાડ ગત વર્ષના તેના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને આધારે 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ્સ કોમ્પિટીશનમાં તેની દાવેદારી નોંધાવી હતી એથ્લ્ટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડાંગની આ દોડવીરને આ સ્પર્ધા પૂર્વે કેરાલા ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.
 

 સરિતાનું ઘર...
 
સરિતા આંતરરાષ્ટ્રીય કોચ અજીમોનના માર્ગદર્શન હેઠળ તૈયાર થઇને ઇન્ડોનેશિયા પહોંચી હતી જ્યાં 400 મીટર વિઘ્નદોડ સહિત 400/4 રીલે માટે પણ તેની પસંદગી થઇ હતી. જે પૈકી વ્યકિતગત 400 મીટર વિઘ્નદોડમાં સરિતા ગાયકવાડે 35 દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી 59.08 સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી સુવર્ણપદક મેળવ્યો હતો.
 

 સરિતાને મળેલા પુરસ્કાર....
 
સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ હતો જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડ અર્પણ કરાયો હતો સાથે સાથે સરિતા ગાયકવાડનો આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમિંગનો રેકોર્ડ પણ નોંધાયો છે.
 
સરીતા ગાયકવાડે એથલેટિક્સમાં ગુજરાતનું અનેક વખત નામ રોશન કર્યું છે તેનો પુરાવો તેના ઘરમાં લટકતા આ મેડલ છે. તેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ મોતાને નામ કર્યા છે.
 

 સરિતાએ જીતેલા મેડલ
 
સરિતના પરિવારજનોએ તેણે અત્યાર સુધી જીતેલા મેડલ સાથેના ફોટા પણ ફ્રેમમાં ઘડીને ઘરમાં લગાવી રાખ્યા છે. પરિવારને તેમની દીકરીની ઉપલબ્ધીઓ પર ખુબ જ ગર્વ છે.