રિક્ષા રન । ૩૦ રિક્ષાઓ ૯૦ પાર્ટીસીપેટ અને ૧૫ સપોર્ટ સ્ટાફ સાથે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા

    ૦૪-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

riksha run_1  H
 
ભારતને સમજાવવાની જ્યારે જરૂર પડે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી, ઘણી વાતો નારાઓ તમે સાંભળ્યા હશે પણ જ્યારે વાત આવે `કન્યાકુમારીથી કર્ણાવતી'ની તો થોડુંક નવું લાગશે. આવી જ એક નવીન પ્રકારની યાત્રા - રિક્ષા રન હાલમાં પૂર્ણ થઈ. દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા - `સક્ષમ'ના ભવન- નિર્માણની પહેલ માટે ભારતના દક્ષિણમાં સ્થિત કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા એક લાંબું અંતર કાપી છેક આપણા શહેર કર્ણાવતીમાં પૂર્ણ થઈ. `સેવા ઇન્ટરનેશનલ'ના માધ્યમથી દિવ્યાંગો માટે ભવન નિર્માણના ભાગરૂપે ૩૦ રિક્ષાઓ ૯૦ પાર્ટીસીપેટ અને ૧૫ સપોર્ટ સ્ટાફ સાથે કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રાએ તામિલનાડુ, કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્રમાંથી પસાર થઈ ગુજરાતના આપણા શહેર કર્ણાવતીમાં પૂર્ણ થઈ. લગભગ ૨૧૬૪ કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ શહેરમાં પૂર્ણ થયેલી આ યાત્રામાં ઓસ્ટ્રેલિયાથી ૧૨, યુએસએથી ૧, ન્યુઝીલેન્ડથી ૧ સાથે બાકીની વ્યક્તિઓએ યુકેમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અમદાવાદ શહેરમાંથી બે મહિલાઓ પણ આ રિક્ષા રન યાત્રાનો ભાગ બની જે શહેર માટે ગૌરવનો વિષય છે.
 
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પાથેય પ્રદાન અતિથિ એવમ્ પાથેયદાતા તરીકે રા.સ્વ. સંઘના પશ્ચિમક્ષેત્રના મા. સંઘચાલક શ્રી ડો. જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહ્યાં હતાં. અને ટાગોર હોલ ખાતે ૨૧ ડિસેમ્બરના રોજ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો.
 

riksha run_1  H 
 
દિવ્યાંગો માટે ભવનનિર્માણના ભાગરૂપ આ યાત્રા ૨૧ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બપોરે લાંભા પહોંચી હતી, જ્યાંથી નારોલ સર્કલ યાત્રા આવતા અમદાવાદના મેયર બીજલબેન પટેલે રિક્ષા રન યાત્રાનું સ્વાગત કર્યું. બાદમાં આ યાત્રા નારોલથી દાણીલીમડા, આંબેડકર બ્રિજ, ચંદ્રનગર ચાર રસ્તા થઈ NID પાસેથી ટાગોર હોલ પહોંચી, જ્યાં શહેરના નાગરિકો અને અતિથિઓ વચ્ચે યાત્રાના ઉદ્દેશ્ય અને અનુભવોની ચર્ચા સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે આ યાત્રાની પૂર્ણાતિ કરવામાં આવી.
 
રિક્ષા રન યાત્રાનું સમાપન કરાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ઉદબોધન કન્યાકુમારીથી કર્ણાવતી સુધી દિવ્યાંગો માટે થનારાં આવાં અભિયાનોને ખૂબ જ સરાહનીય કાર્ય તરીકે બિરદાવ્યું અને NRI લોકો દ્વારા આવી યાત્રાઓનું આયોજન થવું એ પણ એક મોટું સાહસ ગણાવ્યું હતું. દેશમાં દિવ્યાંગો માટે થનારી યજ્ઞ જેવી આ રિક્ષા રન યાત્રાનો યાદગાર અંતિમ ભાગ અમદાવાદ શહેર રહ્યું તે ખરેખર ગૌરવપૂર્ણ બાબત રહી.