કોરોના વાયરસની હુંડી - કીર્તિદાનભાઈ ગઢવીનું આ ગીત ટ્રેન્ડ કરી રહ્યું છે…

    ૧૯-માર્ચ-૨૦૨૦   

Coronavirus Song_1 &
 
 
જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ કોરોના વાયરસ મામલે જાગૃતિ ફેલાવવા કોરોનાની હુંડી બનાવી છે જે આજે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. મહત્વની વાત એ છે કે આ લેખ લખાય રહ્યો છે ત્યારે યુ-ટ્યુબ પર હાલ આ ગીત નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. માત્ર બેજ દિવસમાં યુ-ટ્યુબ પર ૪ લાખ ૫૩ હજાર કરતા વધારે લોકોએ આ ગીત સાંભળ્યું છે.
 
આ સંદર્ભે કીર્તિદાન ગઢવી મીડિયાને જણાવે છે કે આ ફરજના એકભાગ રૂપે કામ થયું છે. મારે અમેરિકા જવાનું હતું પણ કોરોનાને કારણે કેન્સલ થયું અને મને આ ગીત બનાવવાનો વિચાર આવ્યો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીતના શબ્દો ખૂબ સરળ અને જાગૃતિ લાવે એવા છે. એકવાર સાંભળશોતો તમે આખુ ગીત સાંભળ્યા વગર નહી રહી શકો. કીર્તિદાન ગઢવીએ આ ગીતને ગાયું પણ ખૂબ સરસ રીતે છે. અહીં તમારા માટે આ ગીતના શબ્દો અને વીડિઓ બન્ને પોસ્ટ કરમાં આવ્યા છે. સાંભળી કે વાંચી જુવો…
 

સાંભળો.................... 

 
 

કોરોના વાયરસની હુંડી

કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના જટ ભાગે
રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના જટ ભાગે
અરે હાથ મિલાવવાનું છોડો બધા, છીંક આડો રાખો રૂમાલ
મોઢું હાથને જો ધોયા કરો, તો જ અટકશે આ ધમાલ
છોડો જાહેર મેળાવડા, અને હિંમતની પ્રગટાવો મશાલ
અફવાઓથી વાલા તમે આઘા રહો, આમ સાવચેતી સૌથી મોટી ઢાલ
માંસ-મટન નવ રાંધે, માસ્ક બાંધી તો કોરોના જટ ભાગે
રાખો કાળજીને આવો સૌ આગે તો કોરોના જટ ભાગે
ગળું સુકાય અને શરદી થાય, અને ખાંસી આવે બહુ ભારી
શાકાહરી જો સૌ કોઈ બને, તો ટળશે દુનિયામાંથી મહામારી
અરે હવાથી આ ફેલાતો નથી, અને ગરમીમાં ટકે નહીં સાવ
અરે ચાઇનાનો રોગ જાજો ટકે નહીં, તમે બિલકુલ ન ગભરાવ
ગરમ પાણીના કોગળાથી ભાગે, કોરોના જટ ભાગે
માંગે માંગે ઇ કાળજી માંગે એ કોરોના જટ ભાગે.