સફળ થવું હોય તો નમ્રતાથી ના કહેતાં પણ શીખવું જરૂરી છે

    ૧૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

no_1  H x W: 0
 
“એક નન્નો સો દુઃખ હરે” એ કહેવત કાંઈ અમસ્તી પડી નથી. અનુભવોના નીચોડ રૂપ એ કહેવત આપણા જીવનમાં અનેક રીતે ઉપયોગી થઈ પડે એવી છે. વિચારપૂર્વક અને યથાસમયે, યથાસ્થાને “ના” કહેવાથી અનેક આપત્તિઓમાંથી ઉગરી જવાય છે એ હકીકતના સમર્થન માટે દલીલો કે દૃષ્ટાંતોની જરૂર નથી. તમે તમારા જીવનમાં જ એ અનુભવી શકશો.
 
સામાન્ય રીતે આપણને કોઈ વ્યક્તિ અમુક કામ તમે કરી આપશો ? આટલાં નાણાંની મદદ મને કરશો ? વગેરે પૂછે ત્યારે તે બની શકે એમ છે કે નહીં તે પર ઝાઝો વિચાર કર્યા વિના જ આપણે તુરત “હા” પાડી દઈએ છીએ અને એનો અમલ ન થઈ શકે ત્યારે હા પાડવા માટે પસ્તાઈએ છીએ.
 
હા પાડવી સારી વાત છે. પણ શરમના માર્યા કે સામાને માઠું લાગશે એવા ખ્યાલથી પ્રત્યેક વાતમાં હા જ કહેવી એ બરાબર નથી. “હા” પાડતાં તો પડાઈ ગઈ પણ પછી કેટલીક વાર “ના”ને બદલે કહેવાયેલી “હા” જિંદગીભરનો પસ્તાવો બની જાય છે. આથી ના કહેતાં પણ શીખવું જોઈએ. ક્યારેક “હા” કહેવી અને ક્યારે “ના” કહેવી એનો વિવેક પણ જાણવો અત્યંત જરૂરી છે. જરૂર જણાય ત્યાં નમ્રતાથી “ના” કહેતાં પણ શીખો.
 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly