પ્રત્યેક સમસ્યાનો ઉકેલ - હળવાશથી જીવન જીવવાની ટેવ પાડો અને પછી જૂઓ…

    ૩૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
success mantra 8_1 &
 
દિનપ્રતિદિન વધતી જતી હાડમારીથી તમે જીવનનો સઘળો રસકસ ગુમાવી દો છો એ બરાબર નથી. ગંભીર જણાતી સમસ્યાને પણ હળવી રીતે જોવાની ટેવ પાડશો તો એ સમસ્યાઓ તમે ધારો છો એટલી ગંભીર નથી હોતી તેની તમને પ્રતીતિ થયા વિના રહેશે નહીં.

 
ઊભી થયેલી મુશ્કેલીઓથી તમે એકદમ ચિંતિત થશો અને મુખ પર ગમગીની પાથરીને ફરશો તો તમે દુઃખી થશો જ, પણ સાથે સાથે તમારું સમગ્ર કુટુંબ પણ એથી દુઃખી થશે. તમે જ્યાં જશો ત્યાં ગમગીનીનું વાતાવરણ પ્રસરશે અને એથી તમારા મિત્રો કે આપ્તજનો તમારી હાજરી ટાળવા પ્રયત્ન કરશે.
 
તમે એક વખત મન સાથે ગાંઠ વાળી લ્યો કે “મારે સદાય પ્રસન્નચિત્ત રહેવું છે.” બસ, તમે આ સંકલ્પ કરશો અને જીવનમાં ઉતારશો તો પછી પ્રત્યેક સમસ્યાનો ઉકેલ તમે આસાનીથી લાવી શકશો. પ્રસન્નાતાપૂર્વક જીવન જીવવાથી તમારા કુટુંબમાં પ્રસન્નતા છવાઈ જશે. તમારું મિત્રમંડળ તમને ઉમળકાભેર આવકારશે – મિત્રમંડળ બહોળું પણ બનવા માંડશે અને સંભવ છે કે તમારા જીવનમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તે હલ કરવામાં તમારો કોઈ મિત્ર સહાયભૂત પણ નીવડી શકે !
 
હળવાશથી જીવન જીવવાની ટેવ પાડો અને પછી જૂઓ કે તમારી સમસ્યાઓ તમે આસાનીથી ઉકેલી શકો છો કે નહીં, - ઉકેલી શકશો જ એની અમને ખાતરી છે.
 
 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly