પદ્માસન - ઊંઘ નથી આવતી, મન સ્થિત થતું નથી, ધ્યાન, સ્થિરતા મેળવવી છે તો આ આસન કરો

    ૦૮-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

padmasan_1  H x 

પદ્માસન - સફળ ધ્યાન માટે સ્થિરતા પહેલું પગથિયું છે

 

પરિચય ( Padmasana ) પદ્માસનનો...

 
પદ્માસન. પદ્મ અને આસન. પદ્મ એટલે કમળ અને આસન એટલે રોકાણ. આમ પદ્માસન એટલે કમળના દળ જેવા આકારવાળું આસન. આ આસન એ મનની ચંચળ વૃત્તિઓને સ્થિર કરનારું, ધ્યાનની અવસ્થામાં લઈ જનારું આસન છે.
સાવચેતી : સાઈટિકા અથવા પીઠની નીચે કરોડની આસપાસના કોઈ ભાગમાં પીડા થતી હોય તેમણે આ આસન ન કરવું.
સ્થિતિ : દંડાસનમાં કે સુખાસનમાં બેસો. પીઠ, ગરદન, માથું એક સીધી રેખામાં રહે તેમ ટટ્ટાર બેસો.
 

પદ્ધતિ - કેવી રીતે કરાશો પદ્માસન?

 
સૌ પ્રથમ ઊંડો શ્વાસ લો. જમણા પગના અંગૂઠા તરફ ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે ઓમકારની ધ્વની સાથે જમણા પગને ડાબા પગના સાથળ ઉપર મૂકો. પગને એવી રીતે ગોઠવો કે પંજો સાથળના મૂળ તરફ રહે અને પગનું તળિયું ઉપરની બાજું રહે. આ જ રીતે બીજા પગને ગોઠવવો. જેથી બંને પગની એડી લગભગ નાભિની બંને બાજુ Public Bones ની સામે આવી પેટના ભાગને દબાવે. ફરીથી ઊંડો શ્વાસ લો. ડાબા પગના અંગૂઠા તરફ ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ છોડતા-છોડતા ધીમે ધીમે ઓમકારની ધ્વની સાથે ડાબા પગને જમણા પગના સાથળ ઉપર મૂકો.
 
પુનઃ સ્થિતિમાં પરત ફરવા પ્રથમ હાથ અને પછી પગને છેડો અને રિલેક્સ થાવ.
 

પદ્માસન કરતી વખતે ધ્યાનમાં રહે....

 
- પગના બન્ને ઘૂંટણો જમીન પર અડાડેલા રાખો.
 
- પીઠ, ગરદન અને માથું સમરેખામાં રાખો.
 
- કરોડ ખાસ કરીને ટટ્ટાર રહેવી જોઈએ.
 

આટલા ફાયદા થાય છે

 
અનિંદ્રાના રોગીઓ માટે આ આસન અમોઘ છે.
 
- મેદસ્વીતા અને સ્થૂળતા દૂર થાય છે.
 
- વાતાપ્રકોપ, કફપ્રકોપ તેમજ વિચારના રોગો દૂર થાય છે.
 
- કરોડરજ્જુ સીધી રહેવાથી મજ્જાનો પ્રવાહ વિચારશક્તિને વધારે છે.
 
- સ્ત્રીઓમાં ગર્ભાશય અને બીજાશયની વ્યાધિઓ મટે છે.
 
- આ આસન મુખ્યત્વે ધ્યાન માટેનું છે. તેથી પ્રાર્થના, જપ, તપ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, પૂજા વગેરેમાં આ આસનનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
 
- સફળ ધ્યાન માટે સ્થિરતા પહેલું પગથિયું છે.
 
- પ્રાણા શક્તિને મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધી યોગ્ય રીતે પ્રવાહિત કરે છે.
 
- કરોડના નીચેના ભાગમાં અને જઠરમાં ફેલાયેલા સ્નાયુજાળને વધારાનું લોહી પહોંચાડીને એમને સ્વસ્થ બનાવે છે.
- જઠરાગ્નિ તીવ્ર બને છે અને ભૂખ પણ વધે છે.
 
- શારીરિક તેમજ ભાવનાત્મક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે મદદરૂપ બને છે.]
 
 

યોગ-આસન...

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly