બદ્ધ પદ્માસન - બદ્ધ એટલે બંધાયેલો અને પદ્માસન એટલે પગ વડે કમળ આકારનું કરવામાં આવતું આસન.

    ૧૮-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

buddha padmasana_1 & 


બદ્ધ પદ્માસન - બદ્ધ એટલે બંધાયેલો અને પદ્માસન એટલે પગ વડે કમળ આકારનું કરવામાં આવતું આસન.

 

બદ્ધ પદ્માસન. બદ્ધ એટલે બંધાયેલો અને પદ્માસન એટલે પગ વડે કમળ આકારનું કરવામાં આવતું આસન. આમ બદ્ધ પદ્માસનમાં જ્યારે સાધક પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે બન્ને હાથથી પગના અંગૂઠા બંધાયેલા હોય છે. તેથી તેને “બદ્ધ પદ્માસન” કહેવામાં આવે છે.

 
સાવચેતી આટલી રાખવી જોઇએ...
 
પદ્માસનમાં બેસવામાં તકલીફ પડે કે ખૂબ ખેંચાણનો અનુભવ થતો હોય તેવા સાધકે પહેલા પદ્માસનમાં બેસવાની ક્ષમતા કેળવ્યા પછી જ આ આસન કરવું.
 
સ્થિતિ : પદ્માસનની સ્થિતિ ગ્રહણ કરો.
 
પદ્ધતિ આવી હોવી જોઇએ.....
 
પદ્માસનમાં સ્થિતિ ગ્રહણ કર્યા પછી જમણો હાથ પીઠ પાછળથી સરકાવીને જમણા પગનો અંગૂઠો પકડો. આ પછી ડાબો હાથ પીઠ પાછળથી સરકાવીને ડાબા પગનો અંગૂઠો પકડો. જો શ્વાસ બહાર કાઢતા એટલે કે રેચક કરતા અને થોડું આગળ નમતા આ ક્રિયા કરવામાં આવે તો સરળતાથી બન્ને પગના અંગૂઠા પકડી શકાશે. આ સ્થિતિમાં યથાશક્તિ બાહ્મ કુંભકમાં રહો.
આ આસન જો સરળતાથી થઈ શકે તો આગળ કમ્મરના ભાગેથી ધીરે ધીરે નમો અને માથાથી જમીનને અડકવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં રોકાઈ શકાય તેટલું રોકાવું.

 
પરત આવવા માટે શ્વાસ લેતા લેતા માથું ઊંચું કરો. આ પછી અંગૂઠા પકડેલા બન્ને હાથને છોડી દો અને પદ્માસનમાં કે પદ્માસન પણ છોડીને રિલેક્સ થાવ.

ધ્યાનમાં રાખવા જેવી વાત...

 
- પદ્માસનમાં બન્ને પગ જેટલા અંદર તરફ ખેંચાઈ વાળેલા હશે તેટલા સરળતાથી અંગૂઠા પકડી શકાશે.
- બન્ને હાથને પણ શ્વાસ ભરીને પીઠની પાછળ ખેંચીને અંગૂઠા પકડવા પ્રયત્ન કરવો.
- શરીર ટટ્ટાર રહે.
- દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થિર રહે.
 
ફાયદા આ રહ્યા...
 
- છાતીના સ્નાયુઓ સુડોળ બને છે.
- હાથ, ખભા, પીઠને મજબૂત અને શક્તિશાળી બનાવે છે.
- પેટના રોગ દૂર કરે છે.
- પગની બન્ને પાનીઓને સારો વ્યાયામ મળે છે.
- પદ્માસનમાં સંપૂર્ણ લાભ મળે છે.
- બાળકોના વિકાસમાં સહાયક છે.
 

યોગ-આસન

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam #baddhapadmasana

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly