૧. ૧૫ જાન્યુઆરીના રોજ વીસ વર્ષ પૂરાં કરનાર વિકિપીડિયા પાસે લગભગ કેટલા લેખોનો ભંડાર છે ?
(અ) ૫.૧૦ કરોડ (બ) ૫.૫૦ કરોડ
(ક) ૪.૮૦ કરોડ (ડ) ૪.૯૫ કરોડ
૨. વોટ્સએપ દ્વારા પ્રાઈવસીના નિયમો અને શરતોમાં પરિવર્તનને કારણે વોટ્સએપને કયો વિકલ્પ સૂચવવામાં આવ્યો છે ?
(અ) ફિલ્ટર (બ) સિગ્મા
(ક) સિગ્નલ (ડ) સાઇલન્સ
૩. વોટ્સએપ કયા વર્ષમાં લોન્ચ કરાઈ હતી ?
(અ) ૨૦૦૯ (બ) ૨૦૦૭
(ક) ૨૦૧૦ (ડ) ૨૦૦૮
૪. ફેસબૂકે કયા વર્ષમાં ૧૯ અબજ ડોલર આપીને વોટ્સએપને ખરીદી હતી ?
(અ) ૨૦૧૨ (બ) ૨૦૧૫
(ક) ૨૦૧૪ (ડ) ૨૦૧૩
૫. દુનિયામાં રોજ વોટ્સએપથી કેટલા મેસેજ મોકલાય છે ?
(અ) ૭૦ અબજ (બ) ૬૦ અબજ
(ક) ૫૫ અબજ (ડ) ૬૫ અબજ
૬. કયા દેશના હેમ્સકર ટાપુ પર બનેલા ૧૫૨ વર્ષ જૂના લાઇટહાઉસમાં ગોટેબોર્ગ ફિલ્મ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ?
(અ) ઇન્ડોનેશિયા (બ) માલદીવ્સ
(ક) સ્વીડન (ડ) અમેરિકા
૭. દેશનું સૌ પ્રથમ ૭૦૦ મેગાવોટથી જ ઉત્પાદન કરતું યુનિટ ક્યાં ચાલુ કરાયું ?
(અ) તારાપોર (બ) કાકરાપાર
(ક) કલ્પક્કમ (ડ) નારોસ
૮. દેશના કેટલા બીચ ‘બ્લૂફ્લેગ’નું સન્માન મેળવી શક્યા છે ?
(અ) આઠ (બ) દસ
(ક) છ (ડ) નવ
૯. દ્વારકા નજીક આવેલ શિવરાજપૂરનો બીચ વિશ્ર્વમાં કેવા બીચ તરીકે વિખ્યાત છે ?
(અ) પર્લ બીચ (બ) વ્હાઇટ બીચ
(ક) બ્લૂ બીચ (ડ) લવ બીચ
૧૦. કયુ રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય છે કે જેણે ઇલેક્ટ્રિક વાહન નીતિ બનાવી છે ?
(અ) રાજસ્થાન (બ) કર્ણાટક
(ક) મહારાષ્ટ (ડ) ઉત્તર પ્રદેશ
૧૧. દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ ભારતના કયા શહેરમાં તેનું યુનિટ સ્થાપ્યું ?
(અ) હૈદ્રાબાદ (બ) દિલ્હી
(ક) મુંબઈ (ડ) બેંગ્લુરુ
૧૨. સૌરમંડળમાં અસંતુલિત થઈને ફરનારો પૃથ્વી સિવાય બીજો કયો ગ્રહ છે ?
(અ) મંગળ (બ) ગુરુ
(ક) શનિ (ડ) બુધ
૧૩. દેશના સૌથી કોર્પોરેટ હાઉસ બનવાનું ગૌરવ કોણે હમણાં મેળવ્યું ?
(અ) રિલાયન્સ (બ) તાતા
(ક) એચ.ડી.એફ.સી. (ડ) અદાણી
૧૪. ૫૦૦૦ પ્રકારનાં ભોજન બનાવી શકતો વિશ્ર્વનો પ્રથમ રોબોટ શેફ કયા દેશે બનાવ્યો છે ?
(અ) અમેરિકા (બ) બ્રિટન
(ક) જર્મની (ડ) કેનેડા
૧૫. ૧૯૫૮માં એક વેપાર મેળા (એક્સપો) માટે બનાવાયેલ એટોમિયમ કયા દેશની વિશિષ્ટ ઓળખ બની ગયું છે, જે ૩૩૫ ફૂટ ઊંચું મ્યુઝિયમ છે ?
(અ) બેલ્જિયમ (બ) બ્રાઝિલ
(ક) કેનેડા (ડ) ફ્રાન્સ
૧૬. ગુજરાતના કયા શહેરમાં આ વર્ષે ૧૪૩ વર્ષ પછી પ્રથમવાર ઉત્તરાયણે પતંગ ચગાવવામાં આવ્યા ?
(અ) શિહોર (બ) સાવરકુંડલા
(ક) સિદ્ધપુર (ડ) સંખેડા
૧૭. દેશનું પ્રથમ પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં ક્યારે સ્થાપવામાં આવ્યું હતું ?
(અ) ૧લી મે, ૧૯૮૫ (બ) ૧લી માર્ચ, ૧૯૮૭
(ક) ૩૧મી મે, ૧૯૮૪ (ડ) ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૮૬
૧૮. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે કયા રાજ્યની એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજી વખત સૌથી સલામત બસ સેવાનો ઍવોર્ડ આપ્યો છે ?
(અ) કર્ણાટક (બ) ગુજરાત
(ક) બિહાર (ડ) મધ્યપ્રદેશ
૧૯. જલ્લીકટ્ટુ કયા રાજ્યનો ૨૦૦૦ વર્ષ જૂનો ફેસ્ટિવલ છે ?
(અ) કેરળ (બ) કર્ણાટક
(ક) તમિલનાડુ (ડ) આંધ્રપ્રદેશ
૨૦. દુનિયાનું સૌથી લાંબુ પેંગોંગત્સો સરોવર કેટલા કિ.મી. લાંબુ છે ?
(અ) ૧૩૦ કિ.મી. (બ) ૧૨૦ કિ.મી.
(ક) ૧૪૦ કિ.મી. (ડ) ૧૧૦ કિ.મી.
જવાબ - (૧) બ, (૨) ક, (૩) અ, (૪) ક, (૫) ડ, (૬) ક, (૭) બ, (૮) અ, (૯) ક, (૧૦) બ,
(૧૧) ડ, (૧૨) અ, (૧૩) બ, (૧૪) બ, (૧૫) અ, (૧૬) ક, (૧૭) ડ, (૧૮) બ, (૧૯) ક, (૨૦) અ.