વસંત પંચમી Vasant Panchami વસંતના પ્રાગટ્ય તથા તેના ધર્મની પૌરાણિક કથા Pauranik katha

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |
 
vasant panchami_1 &n
 
 
મહા સુદ ૫, તા. ૧૬-૦૨-૨૦૨૧, મંગળવાર, વસંત પંચમી ( Vasant Panchami ) નિમિત્તે | મહર્ષિ વેદવ્યાસ ( Maharshi ved vyas ) પ્રણીત શ્રી શિવમહાપુરાણ (Shivpuran) ના ભાગ-૧ની રુદ્રસંહિતા ( Rudra Samhita) પાર્વતીખંડમાં વસંતના પ્રાગટ્ય તથા તેના ધર્મની પૌરાણિક કથા Pauranik katha છે.
 
 
જ્યાં સર્જન હોય ત્યાં તેનો સર્જક અવશ્ય હોય જ. વેદ-ઉપનિષદ તથા પુરાણોમાં સુષ્ટિ-અખિલ બ્રહ્માંડના સર્જનના સર્જક તરીકે બ્રહ્મને વર્ણવ્યો છે. આ સર્જકે બ્રહ્મને બ્રહ્મા કહ્યા છે. બ્રહ્મ (પરમાત્મા ઈશ્ર્વર) એ સર્જક શક્તિ છે. આ શક્તિના પ્રભાવથી ઉત્પન્ન થતી સૃષ્ટિના સર્જક બ્રહ્મા છે. બ્રહ્માએ પોતાની શક્તિ પૌરુષ (પુરુષ) અને પ્રકૃતિ (નિસર્ગ) થકી આ સૃષ્ટિ બ્રહ્માંડને નિત્ય નવીન સ્વરૂપમાં પ્રસ્થાપિત કરી છે. દૈવીશક્તિઓ જેવી કે પંચમહાભૂતનું સર્જન કરનાર સર્જક (દેવ) બ્રહ્મામાંથી પ્રગટ થયા. આ દેવોમાં બ્રહ્માએ કામદેવને પણ પ્રગટ કર્યા હતા. કામદેવ (Kamdev) નો પ્રધાન વસંત (Vasant ) પણ બ્રહ્માજીનો માનસપુત્ર હોવાનું મનાય છે.
 
સાંખ્ય અને વેદાંતદર્શનના આધારે રુદ્રસંહિતા-પાર્વતીખંડના અધ્યાય-૧૩માં પાર્વતી અને પરમેશ્ર્વર - (મહેશ્ર્વર) વચ્ચે થયેલ સંવાદનું અદ્ભુત વર્ણન છે. આ સંવાદમાં બ્રહ્મા પણ જોડાયા હતા. દેવ અને દાનવ અર્થાત્ દૈવીશક્તિ અને આસુરી શક્તિઓ વચ્ચે હંમેશાં સંઘર્ષ રહેતો હોય છે. સર્જનાત્મક શક્તિ દૈવિશક્તિ છે, જ્યારે વિનાશાત્મક શક્તિ એ જ આસુરી શક્તિ છે. દૈવીશક્તિ રાજા ઇન્દ્રદેવ છે. તેમના રાજ્યમાં હંમેશાં સુખ-શાંતિ (સ્વર્ગ) હોય છે. આસુરી શક્તિઓ હંમેશાં આ સ્વર્ગ પર ચડાઈ કરતી હોય છે. બ્રહ્માના પૌત્ર કશ્યપથી દક્ષની પુત્રી દિતિથી અસુરો ઉત્પન્ન થયા હતા. આ અસુરોની વંશાવલીમાં તારકાસુરનો જન્મ થયો હતો. બ્રહ્માના વરદાનથી તે ત્રણે લોકમાં આધિપત્ય ભોગવતો હતો. તે કોઈથી હણાય નહીં તેવું બ્રહ્માએ વરદાન આપ્યું હતું. તારકાસુરના નાશ માટે દેવો બ્રહ્મા પાસે ગયા.
 
બ્રહ્માજીએ કહ્યું, હે ઇન્દ્રદેવ ! તારકાસુરનો વધ શંકર-પાર્વતીના પુત્ર કરી શકે તેમ છે. તમે શિવજીને પ્રસન્ન કરી પુત્રને જન્મ આપે તેવો ઉપાય કરો ! હવે? શિવજી તો નિરંજન નિરાકાર સ્વરૂપ છે. તેઓ હિમાલયમાં હંમેશા અવધૂત સ્વરૂપે ધ્યાન અને તપમાં લીન રહે છે. તેમનો તપોભંગ કરવો દેવરાજ ઇન્દ્ર માટે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું હતું. તેથી ઇન્દ્રરાજાએ શિવજીના તપોભંગ માટે કામદેવનું આહ્વાન કર્યું, જેથી કામદેવ બ્રહ્માના માનસપુત્ર વસંત તથા પત્ની રતિને સાથે લઈ ઇન્દ્રદેવ સમક્ષ પ્રગટ થયા.
 
ઇન્દ્રદેવે કામદેવનાં વખાણ કરતાં કહ્યું, ‘હે દેવ ! સૃષ્ટિના પુરુષ અને પ્રકૃતિ તમારી કૃપાથી તમારા ધર્મકાર્યથી તેમનો વંશ આગળ ધપાવે છે. તમારી પાસે કોમળ પુષ્પમય પાંચ જ બાણ છે. ધનુષ પણ ત્રણ પ્રકારનું પુષ્પમય છે. તમે તેની દોરી ભમરારૂપે જ ધારણ કરી છે. સુંદર સ્ત્રી તમારું બળ છે, વસંત તમારો પ્રધાન છે, ચંદ્ર તમારો મિત્ર છે. શૃંગાર (રસ) તમારો સેનાપતિ છે. હાવભાવ તમારા સૈનિકો છે. તમે શિવજીનો તપોભંગ કરવા સમર્થ છો. તમારો પ્રભાવ પાવર્તીમાં પણ પડશે, પરિણામે શિવ-પાર્વતીના પુત્રનો જન્મ થશે. આ પુત્ર ત્રણે લોકમાં સૌને રંજાડતા તારકાસુરનો સંહાર કરશે. હે બળિયા કોમળદેવ ! મિત્ર તરીકે મને આ કાર્ય પાર પાડવા મદદરૂપ થાઓ.’ ઇન્દ્રદેવને આશ્ર્વાસન આપતાં કામદેવે શિવના તપોભંગ માટે બીડું ઝડપ્યું. કામદેવે સૌપ્રથમ શિવજી જ્યાં તપ કરતા હતા તે શ્રેષ્ઠ સુંદર હિમાલયના શિખર પર પુરુષ અને પ્રકૃતિને મોહપાશમાં બાંધનાર વસંતને મોકલ્યા.
 

શિવની તપોભૂમિ હિમાલય પર વસંતની વસંતલીલા

 
શિવ-પાર્વતીને મોહપાશમાં બાંધવા કામદેવે નિર્દેંશેલા કાર્ય માટે વસંતે વસંતલીલા આદરી. વસંતે યૌવન ધારણ કર્યું. ઋતુરાજ વસંતે યૌવનકાળમાં ઋતુરાણી વર્ષાને આમંત્રણ આપ્યું. ઋતુરાણી શિવની તપોભૂમિ પર છવાઈ ગયાં. શંકરના તપનું સ્થાન ઔષધિપ્રસ્થ શિખર, વૃક્ષોનાં વન તથા ઔષધિઓથી વધારે પ્રફુલ્લિત બન્યાં. આસોપાલવની વાડીઓમાં આમમંજરીઓ વિશેષ ખીલી ઊઠી. ચંદ્રવિકાસી કમળો તથા વિવિધ પ્રકારનાં પુષ્પો ખીલી ઊઠ્યાં. તરહેતરહના ભમરાઓ ખાસ પ્રકારના ધ્વનિથી સંગીત ઉપજાવી આંબાની મંજરી તથા પુષ્પો પર બેસી નૃત્ય કરવા લાગ્યા. શિખર પર સુગંધિત વાયુ મંદ-મંદ ગતિથી વાતો હતો. પાર્વતીજી વિવિધ પ્રકારનાં પુષ્પો તરફ આકર્ષાઈને તેની માળા-વેણીઓ ધારણ કરે છે તેવી વસંતલીલા જોઈ ત્યાં તપ કરતા મુનિઓ પણ ધ્યાનભગ્ન થવા લાગ્યા.
 

vasant panchami_1 &n 
 
વસંતઋતુરાજાએ વર્ષાઋતુરાણીના સહયોગથી શિવની તપોભૂમિમાં જાણે યુવાન યુગલો તથા પુરુષ અને પ્રકૃતિને વસંતલીલામાં પ્રણયનો ફાગ ખેલવા રંગમહોત્સવ માટે આમંત્રણ આપ્યું ન હોય! વસંત દ્વારા શિવજીના તપોભંગ માટે તથા પાર્વતીના શિવજીને મોહપાશમાં બાંધવા રચેલા મોહક સ્વરૂપ માટે આ પૃથ્વીલોકના હિમાલય ક્ષેત્રમાં વસંતોત્સવ ઊજવાયો હતો. આ વસંતોત્સવ યુગોથી પૃથ્વીલોકમાં પૌરાણિક કથાસ્વરૂપે પુરાણોમાં સંગ્રહિત છે. આ વસંતોત્સવ કલિયુગમાં પણ વિ. સં. પ્રમાણ મહા સુદ - પાંચમ (વસંત પંચમી)ના દિવસોમાં ઊજવાય છે.
 

વસંતના પ્રભાવથી શિવ ( Shiva ) નો તપોભંગ

 
શિવજી ( Shiva ) ની તપોભૂમિમાં પાર્વતીજી તેમની સખીઓ સાથે વિહાર કરવા આવ્યાં હતાં. શિવજી ( Shiva ) ની પૂજા માટે પાર્વતી અહીં આવ્યાં હતાં. આ અવસરનો લાભ લઈ વસંતે તેના પ્રભાવથી પાર્વતીજીના સ્વરૂપને અંતિ સુંદર તથા મોહક બનાવ્યું હતું. વસંતે ખીલવેલ પુષ્પોથી તથા સુગંધથી પાર્વતી પણ લોભાયાં. તેમણે પુષ્પોની માળા ધારણ કરી. સુગંધિત દ્રવ્યોના લેપ કર્યા, ચંદ્રનું શીતળ તેજ ધારણ કરી તેજોમય થયાં. વસંતે પાર્વતીને શૃંગારયુક્ત કર્યાં. તે જ સમયે કામદેવે પોતાના હર્ષણબાણનો પોતાની ડાબી બાજુ રહેલા શંકર પર પ્રહાર કર્યો. સુંદર શૃંગારયુક્ત પાર્વતી જેવાં શિવની પૂજા કરવા જાય છે ત્યારે થોડીક ક્ષણો માટે હર્ષણબાણના પ્રહારથી તપમાંથી જાગે છે. પાર્વતીજીને જોતાં શિવજીમાં પણ વિકાર ઉત્પન્ન થવા માંડ્યો. આમ કામદેવ (Kamdev) ને વસંત સહાય કરે છે અને શિવનો તપોભંગ થાય છે.
 

શિવજીના ત્રીજા નેત્રથી કામદેવનો નાશ તથા તેના ઉદ્ધારની કથા shiva and kamdev story

 
Shiva and Kamdev Story | કામદેવ (Kamdev) ના પ્રધાન વસંતથી શિવજી (Shiva) નો તપોભંગ થાય છે. શિવજી (Shiva) થોડીક ક્ષણો માટે મોહપાશમાં બંધાયા પછી એકદમ બોધ પામ્યા. થયું કે શું હું મોહ પામ્યો ? પ્રભુ અને ઈશ્ર્વર હોવા છતાં હું આજે કામથી વિકાર પામ્યો ? હું ઈશ્ર્વર થઈને પણ બીજાનાં અંગોમાં સ્પર્શ ઇચ્છું, તો બીજો ખરેખર અસમર્થ ક્ષુદ્રપુરુષ શું શું નહીં કરે ? આમ, વૈરાગ્ય પામી શંકરે પાર્વતીને પોતાના ખોળામાં લેવાનું ટાળ્યું. કામદેવના આ કૃત્યથી શિવજી કોપાયમાન થયા. તેમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ્યો, જેમાં કામદેવ બળીને ભસ્મ થયા. આ જાણી પતિના મૃત્યુનો વિલાપ કરતી રતિ શિવજીના ચરણોમાં ઢળી પડી. શિવજી (Shiva) એ રતિને સાંત્વન આપતાં કહ્યું કે, હે રતિ ! તારો પતિ દ્વાપરયુગમાં કૃષ્ણને ત્યાં પ્રદ્યુમ્ન અવતારે જન્મ લશે. શિવજી (Shiva) ના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલ અગ્નિ કામદેવનો નાશ કરી સમુદ્રમાં વડવાનલ તરીકે સમાઈ ગયો. વસંતનાં પુષ્પબાણો વડે કામદેવ (Kamdev) યુગોથી સૃષ્ટિમાં પુરુષ અને પ્રકૃતિનું મિલન કરાવી બ્રહ્માના આશીર્વાદથી નિત્ય નવીન સૃષ્ટિનું સર્જન કરે છે. આ જ દિન સુધી આ કામદેવ (Kamdev) શિવસ્વરૂપ પરમાત્મામાં લીન રહેતા જીવાત્માઓને સ્પર્શી શક્યો નથી.
 

vasant panchami_1 &n 
 

વસંત પંચમી વસંતોત્સવ ( Vasant Panchami )

 
વસંત પંચમી ( Vasant Panchami ) એ વસંત ઋતુનું આગમન થાય છે. વસંત પંચમી પ્રકૃતિના સૌંદર્યની છડીદાર છે. પાનખર પછી વૃક્ષો - છોડને નવાં પાંદડાં ફૂટે છે. વસંત પંચમીના દિવસે સહજાનંદ સ્વામીએ ભક્તો માટે શિક્ષાપત્રીઓના વાંચનનો પ્રારંભ કરાવ્યો હતો. કાલિકાપુરાણમાં પણ બ્રહ્માજીએ વસંત પંચમીનું પર્વ ઊજવવાનો ઉલ્લેખ છે.
 
વૈષ્ણવ મંદિરોમાં લાલજીની સાથે લક્ષ્મી, પ્રદ્યુમ્ન, વસંતદેવ અને કામદેવની પ્રતિમાઓ મૂકીને પૂજન થાય છે. મંદિરોમાં રંગક્રીડા, જલક્રીડા તથા રાસલીલા ઊજવાય છે. ભગવાનને વાસંતી વાઘા કેસરિયા પહેરાવાય છે. લાલજી પાસે આમ્રમંજરી તથા ગેડીદડો મૂકી હવેલીઓમાં અબીલ-ગુલાલથી સૌ વસંતોત્સવ ઊજવે છે. આ ઉત્સવ સમયે શિયાળાની ઠંડી નથી હોતી તથા ઉનાળાની ગરમી પણ હોતી નથી તેથી ખેડૂતો પણ લીલાંછમ ખેતરો, ખુશનુમા હવા, સુપુષ્પ વનરાજીને નિહાળી લોકનૃત્યો કરે છે. ઢોલ-નગારાં તથા શરણાઈઓના સૂરથી વસંતની વધામણીનું વસંત પંચમીનું પર્વ સૌના હૃદયમાં આનંદ અને ઉલ્લાસ ભરી દે છે. સાહિત્યમાં સુવિખ્યાત કૃતિઓ વસંતવિલાસ, ગીતગોવિંદ, વસંત વિજય વગેરેમાં વસંતોત્સવનો માહોલ તથા આનંદ વર્ણવાયાં છે. કવિ ન્હાનાલાલ, કવિ કાન્ત જેવા અનેક કવિહૃદયોમાંથી વસંત પંચમી પર્વ માટે કાવ્યપુષ્પો રચાયાં છે, જે આજે પણ કાવ્યપઠનમાં આનંદ અને ઉત્સાહ પ્રગટાવે છે.
 
ભારતના પૂર્વાંચલ આસામના પ્રદેશોમાં વસંતઋતુમાં તથા વસંત પંચમી પર્વ જોડે સંકળાયેલો ‘બોહાગ બિહુ’ નામનો તહેવાર પણ સંકળાયેલ છે. આ બોહાગ આસામી પંચાગનો પ્રથમ દિવસ ગણાય છે. આસામમાં બિહુ નૃત્યો તથા બિહુગીતો નૂતન વર્ષના વધામણામાં પ્રસ્તુત થાય છે. આસામમાં નૂતનવર્ષ, વસંતઋતુ તથા કૃષિજીવનનો સહિયારો ઉત્સવ બોહગ બિહુ લોકસંગીત નૃત્ય માટે દેશ-વિદેશોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વસંત પંચમીનું પર્વ સૌના જીવનમાં આનંદ અને ઉલ્લાસ તથા પ્રગતિ પ્રગટાવે તેવી શુભકામનાઓથી ઊજવાય છે. સૃષ્ટિમાં પુરુષ અને પ્રકૃતિના મિલનનું આ વસંતોત્સવ વસંતપંચમી ( Vasant Panchami ) પર્વ યુગોથી સૃષ્ટિના જીવોની અનંત યાત્રાનું આનંદ પર્વ છે.