ચાલો રમીએ કોન બનેગા જ્ઞાનપતિ - આપો આ ૨૦ પ્રશ્નોના જવાબ ભાગ ૨

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |

LGK_1  H x W: 0
 
 

Latest general knowledge in gujarati  

 
 
૧. ગુજરાતના જાણીતા કવિ અને સમાજસુધારક દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીની કેટલામી જન્મજયંતી ઊજવાઈ ?
 
(અ) ૧૯૭                     (બ) ૨૦૧
(ક) ૨૦૫                      (ડ) ૧૯૯
 
૨. એક સંશોધન પ્રમાણે લાંબો સમય બેસવાથી શરીરમાં શેનું પ્રમાણ વધી જાય છે ?
 
(અ) આલ્કોહોલ       (બ) બેકપેઇન
(ક) બ્લડસુગર      (ડ) અલ્ઝાઇમર
 
૩. મોઢેરાના સૂર્યમંદિરના પટાંગણમાં જાન્યુઆરી માસમાં કયો મહોત્સવ ઊજવાય છે ?
 
(અ) પતંગોત્સવ     (બ) પ્રવાસી ભારતીય દિવસ
(ક) યોગોત્સવ          (ડ) ઉત્તરાર્ધ
 
૪. દુનિયાની સૌથી મોટી દવા ઉત્પાદન કરતી કંપની ‘સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’ ભારતમાં ક્યાં આવેલી છે ?
 
(અ) હૈદ્રાબાદ               (બ) બેંગ્લુરુ
(ક) પૂણે                         (ડ) ચેન્નઇ
 
૫. અદાર પૂનાવાલા કઈ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે ?
 
(અ) તાતા સ્ટીલ          (બ) સીરમ ઇન્સ્ટિટ્યૂટ
(ક) વાડિયા કંપની           (ડ) ભારત બાયોટેક
 
૬. હિમાલયના રાજહંસ પક્ષી કોને કહેવાય છે ?
 
(અ) બાર હેડેડ ગીઝ             (બ) પીંકટેલ
(ક) ગ્રેટ ક્રેસ્ટેડગ્રીપ               (ડ) પેલીકન
 
૭. દુનિયાનું સૌથી લાંબુ ૯ કિ.મી. લાંબુ ગામ કયા દેશમાં આવેલ છે ?
 
(અ) તૂર્કી                                  (બ) સ્પેન
(ક) પોલેન્ડ                                (ડ) ચીન
 
૮. દુનિયાનું સૌથી મોટું ૨.૪૦ લાખ વસ્તી ધરાવતું ગામ ક્યાં આવ્યું છે ?
 
(અ) ચીન                     (બ) દક્ષિણ કોરિયા
(ક) જાપાન                           (ડ) બંગ્લાદેશ
 
૯. નેતાજી સુભાષચંદ્ર બોઝની આ વર્ષે કેટલામી જન્મજયંતી ઊજવાઈ રહી છે ?
 
(અ) ૧૦૦મી                            (બ) ૧૨૫મી
(ક) ૧૪૦મી                              (ડ) ૧૧૦મી
 
૧૦. ૧૯૩૮માં ક્યાં યોજાયેલા કોંગ્રેસના ૫૧મા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ અધિવેશનના પ્રમુખ બન્યા હતા ?
 
(અ) બારડોલી                         (બ) નડિયાદ
(ક) હરિપુરા                          (ડ) અમદાવાદ
 
૧૧. અમેરિકી રાજ્ય અલાસ્કાના ઉત્કિયાવિક શહેરમાં ૬૬ દિવસ પછી કઈ મહત્ત્વની ઘટના બની ?
 
(અ) સૂર્યોદય થયો                    (બ) સૂર્યાસ્ત થયો
(ક) સૂર્યગ્રહણ થયું              (ડ) વરસાદ બંધ થયો
 
૧૨. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી ૨૩મી જાન્યુઆરીના રોજ ઊજવવા કોલકાતા જનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
 
(અ) જવાહરલાલ નહેરુ       (બ) અટલ બિહારી બાજપાઈ 
(ક) વી. પી. સિંહ                   (ડ) લાલબહાદુર શાસ્ત્રી
 
૧૩. ભારતનું સૌ પ્રથમ હાર્મોનિયમ મંદિર ક્યાં આવેલું છે ?
 
(અ) ચેન્નાઈ                                     (બ) ભચાઉ
(ક) ભાવનગર                               (ડ) હૈદ્રાબાદ
 
૧૪. જ્યાં લાખો સાઈબેરિયન ક્રેઇન ઊતર્યા છે તે વડલા ડેમ કયા સરોવર પાસે આવ્યો છે ?
 
(અ) થોળ સરોવર                             (બ) બિંદુ સરોવર
(ક) નળ સરોવર                         (ડ) નારાયણ સરોવર
 
૧૫. દુનિયાની સૌથી મોટી ૯ કિ.મી. લાંબી, ૨૦૦ મીટર પહોળી અને ૧૫ મીટર ઊંચી એવી ગુફા કયા દેશના નેશનલ પાર્કમાં આવેલ છે ?
 
(અ) વિયેતનામ                                  (બ) બ્રિટન
(ક) ચીન                                             (ડ) નેપાળ
 
૧૬. ઘોઘલા બીચ ક્યાં આવ્યો છે ?
 
(અ) વલસાડ                                        (બ) દ્વારિકા
(ક) દીવ                                               (ડ) તળાજા
 
૧૭. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે ?
 
(અ) કેવડિયા                                      (બ) જૂનાગઢ
(ક) રાજપીપળા                                   (ડ) વડોદરા
 
૧૮. વનસ્પતિના ઔષધિય ફાયદાઓ દર્શાવતું એકમાત્ર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
 
(અ) ભાવનગર                                     (બ) જૂનાગઢ
(ક) પાલનપુર                                        (ડ) કેવડિયા
 
૧૯. સાપુતારાની સરહદે મહારાષ્ટમાં આવેલ ‘હતગઢ’ નો કિલ્લો કયા નામે ઓળખાય છે ?
 
(અ) રાણા ખેંગારનો કિલ્લો                     (બ) શિવાજી મહારાજનો કિલ્લો
(ક) ગાયકવાડનો કિલ્લો                           (ડ) દુર્ગ કિલ્લો
 
૨૦. ગુજરાતના રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કયો એવોર્ડ એનાયત થયો ?
 
(અ) પદ્મશ્રી                                         (બ) પદ્મવિભૂષણ
(ક) પદ્મભૂષણ                                     (ડ) પદ્મ આભૂષણ
 
જવાબ :
 
(૧) બ, (૨) ક, (૩) ડ, (૪) ક, (૫) બ, (૬) અ, (૭) ક, (૮) ડ, (૯) બ,(૧૦) ક,
(૧૧) અ, (૧૨) ડ, (૧૩) બ, (૧૪) ક, (૧૫) અ, (૧૬) ક, (૧૭) બ, (૧૮) ડ, (૧૯) બ, (૨૦) ક.