૧. લાલ કલરના જૂના ટેલિફોન બૂથ કયા શહેરની ખાસ ઓળખ છે ?
(અ) લંડન (બ) પેરિસ
(ક) ટોકિયો (ડ) ન્યૂયોર્ક
૨. મહારાણા પ્રતાપનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) જેસલમેર (બ) જોધપુર
(ક) કુંભલગઢ (ડ) કોટા
૩. અમેરિકાના મહાન ખેલાડી માઇકલ જોર્ડને કોલેજમાં પહેરેલી જર્સીના ૧૦૬ કરોડ રૂપિયા ઊપજ્યા તો આ આ ખેલાડી કઈ રમતનો ખેલાડી છે ?
(અ) ફૂટબોલ (બ) બાસ્કેટબોલ
(ક) ટેનિસ (ડ) જીમ્નાસ્ટિક
૪. સુનીલ છેત્રી કઈ રમતનો કપ્તાન છે ?
(અ) શતરંજ (બ) શૂટિંગ
(ક) ફૂટબોલ (ડ) હોકી
૫. અમદાવાદમાં આવેલ સુવિખ્યાત દર્પણ એકેડમી ઓફ પર્ફોર્મિંગ આટર્સની સ્થાપના કોણે કરી હતી ?
(અ) મલ્લિકા સારાભાઈ (બ) કૌમુદી લાખિયા
(ક) ઇલાક્ષીબેન ઠાકોર (ડ) મૃણાલિની સારાભાઈ
૬. દુનિયાની સૌથી પહેલી નાની વયની બાળકી એલિઝાબેથ નોર્મનનું સ્ટિકર ચંદ્ર પર ચમકનાર છે. તો આ સાત વર્ષની બાળઅંતરિક્ષ વિજ્ઞાની ક્યાંની છે ?
(અ) અમેરિકા (બ) ફ્રાન્સ
(ક) બ્રિટન (ડ) રશિયા
૭. કોરોનાને અટકાવવા ૯૮ વર્ષ પછી બિજોલિયાનો ઐતિહાસિક દરવાજો બંધ કરાયો તો આ ઐતિહાસિક દરવાજો રાજસ્થાનમાં ક્યાં આવ્યો છે ?
(અ) જોધપુર (બ) ભીલવાડા
(ક) બિકાનેર (ડ) અજમેર
૮. ગુજરાતનો કયો જિલ્લો ૯૮% લોકોના રસીકરણ સાથે દેશમાં મોખરે રહ્યો છે ?
(અ) બનાસકાંઠા (બ) વડોદરા
(ક) પાટણ (ડ) ભાવનગર
૯. હેમંત બિસ્વ શર્માએ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા ?
(અ) કેરળ (બ) આસામ
(ક) ઓડિસ્સા (ડ) પોંડુચેરી
૧૦. ગાંધીજીએ સમગ્ર જીવન દરમિયાન જોયેલી એક માત્ર ફિલ્મ રામરાજ્યના સર્જક કોણ હતા ?
(અ) સત્યજીત રાય (બ) શ્યામ બેનેગલ
(ક) વિજય ભટ્ટ (ડ) વી. શાંતારામ
૧૧. લિયોનાર્ડો ધ વિન્ચી કયા દેશનો વિશ્ર્વખ્યાત ચિત્રકાર હતો ?
(અ) ફ્રાન્સ (બ) ઇટાલી
(ક) જર્મની (ડ) બ્રિટન
૧૨. પોર્ટેંબલ ફિશટેન્ક કયા દેશમાં બનાવવામાં આવી છે ?
(અ) ચીન (બ) સિંગાપોર
(ક) ઇન્ડોનેશિયા (ડ) જાપાન
૧૩. પ્રાગ કયા દેશની રાજધાની છે ?
(અ) ઝેકોસ્લોવેકિયા (બ) તૂર્કી
(ક) ચેકગણ રાજ્ય (ડ) સ્પેન
૧૪. આંતરરાષ્ટીય નર્સ દિવસ ક્યારે ઊજવાય છે ?
(અ) ૧૭મી મે (બ) ૧૫મી મે
(ક) ૧૨મી મે (ડ) ૧૦મી મે
૧૫. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો ૧૧મી મેના રોજ કેટલામો સ્થાપના દિવસ ઊજવાયો હતો ?
(અ) ૭૧મો (બ) ૭૦મો
(ક) ૭૨મો (ડ) ૬૯મો
૧૬. કયા દેશની ફૂટબોલ ક્લબ અયાકસે ૩૪મી વાર લીંગનું ટાઇટલ જીત્યા પછી ટ્રોફીને ઓગાળીને તેના ૪૨૦૦૦ ચાહકોને તેમાંથી બનાવેલ સિલ્વર સ્ટાર ગિફ્ટમાં આપ્યા ?
(અ) આર્જેંન્ટિના (બ) નેધરલેન્ડ
(ક) ફ્રાન્સ (ડ) જર્મની
૧૭. તૌકતે નામનું વાવાઝોડુ એ કઈ ભાષાનો શબ્દ છે ?
(અ) ચાઈનીઝ (બ) જાપાનીઝ
(ક) સ્પેનિશ (ડ) બર્મીઝ
૧૮. તૌકતે એ વાવાઝોડાનું નામ છે. તૌકતે એ કયા જીવજંતુનું નામ છે ?
(અ) વંદો (બ) મચ્છર
(ક) ગરોળી (ડ) માખી
૧૯. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષસ્થાને કોણ છે ?
(અ) ભાગ્યેશ (બ) ડૉ. કુમારપાળ દેસાઈ
(ક) ડૉ. વિષ્ણુ પંડ્યા (ડ) ડૉ. નીતિન વડગામા
૨૦. અક્ષય તૃતિયાની અધિષ્ઠાત્રી દેવી કોણ છે ?
(અ) મા લક્ષ્મીજી (બ) મા અંબા
(ક) મા સરસ્વતી (ડ) મા પાર્વતી
જવાબ :
(૧) અ, (૨) ક, (૩) બ, (૪) ક, (૫) ડ,
(૬) ક, (૭) બ, (૮) અ, (૯) બ, (૧૦) ક,
(૧૧) બ, (૧૨) ડ, (૧૩) ક, (૧૪) ક, (૧૫) અ,
(૧૬) બ, (૧૭) ડ, (૧૮) ક, (૧૯) ક, (૨૦) અ.