૧. ત્રણ દેશની ત્રણ ક્લબ માટે ૧૦૦થી વધુ ગોલ કરવાનો વિશ્ર્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો ?
(અ) લાયોનલ મેસ્સી (બ) ક્રિસ્ટાયાને રોનાલ્ડો
(ક) તેમાર (ડ) પાઉલ પોગ્બા
૨. પરશુરામજીનો જન્મ ક્યારે થયો હતો ?
(અ) દશેરા (બ) હનુમાન જયંતી
(ક) અક્ષય તૃતિયા (ડ) બુદ્ધપૂર્ણિમા
૩. ફેસબૂકના સ્થાપક કોણ છે ?
(અ) બિલ ગેટ્સ (બ) લેરી પેજ
(ક) સ્ટીવ જોબ્સ (ડ) માર્ક ઝુકરબર્ગ
૪. ફેસબૂક ક્યારે લોન્ચ થયું ?
(અ) ફેબ્રુ-૨૦૦૪ (બ) જાન્યુઆરી-૨૦૦૧
(ક) માર્ચ-૨૦૦૩ (ડ) મે-૨૦૦૫
૫. કઈ રાજધાનીમાં આવેલી હગિયા સોફિયા મસ્જિદમાં ૮૭ વર્ષ પછી પ્રથમવાર ઈદ પર નમાજ પઢવામાં આવી ?
(અ) માડ્રિડ (બ) વેલિંગ્ટન
(ક) ઇસ્તંબુલ (ડ) કુઆલાલમ્પુર
૬. ગુજરાતમાં કેટલાં વર્ષ પછી મે મહિનામાં વાવાઝોડું આવ્યું ?
(અ) ૨૦ વર્ષ (બ) ૨૧ વર્ષ
(ક) ૨૨ વર્ષ (ડ) ૧૯ વર્ષ
૭. મોસાદ કયા દેશની જાસૂસી સંસ્થા છે ?
(અ) ઇટાલી (બ) ઇજિપ્ત
(ક) રશિયા (ડ) ઇઝરાયલ
૮. કયા દેશની બ્યુટી ક્વિન તાર તેત તેતે અસોલ્ટ રાઇફલ લઈને સૈન્ય વિરુદ્ધ ઊતરી છે ?
(અ) તુર્કી (બ) ઇન્ડોનેશિયા
(ક) મ્યાનમાર (ડ) મલેશિયા
૯. ખાણી-પીણી, ધૂમ્રપાન અને દારૂના મામલે કયો દેશ સૌથી વધુ કડક છે ?
(અ) નોર્વે (બ) ફિનલેન્ડ
(ક) હંગેરી (ડ) જર્મની
૧૦. કયો દેશ ૩.૩૦ લાખ કરોડના ખર્ચે નવી રાજધાની બનાવી રહ્યો છે ?
(અ) ઈરાન (બ) ઇજિપ્ત
(ક) ઇઝરાયલ (ડ) ઇન્ડોનેશિયા
૧૧. શહીદ સુખદ થાપરનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) અમૃતસર (બ) ચંદીગઢ
(ક) જલંધર (ડ) લુધિયાણા
૧૨. ૩૭ વર્ષની તાશી યાંગ જોમ ૨૦૨૧માં માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારી પ્રથમ મહિલા કયા રાજ્યની છે ?
(અ) મિઝોરમ (બ) હિમાચલપ્રદેશ
(ક) અરૂણાચલ પ્રદેશ (ડ) આંધ્રપ્રદેશ
૧૩. નીરા ટંડન અમેરિકી રાષ્ટપતિ જો બાઇડનના કયા વિભાગમાં નિમાયાં ?
(અ) સંરક્ષણ સલાહકાર
(બ) નાણાવિભાગ સલાહકાર
(ક) મીડિયા સલાહકાર
(ડ) વરિષ્ઠ સલાહકાર
૧૪. કોલકાતાની પ્રણીતિ નાયકે, ટોકિયો ઓલિમ્પિક માટે કઈ રમતમાં ક્વોલિફાઈ કર્યું હતું ?
(અ) એથ્લેટિક્સ (બ) જીમ્નાસ્ટિક
(ક) શૂટિંગ (ડ) તીરંદાજી
૧૫. ઇંગ્લેન્ડમાં રોયલ આલ્બર્ટ હોલમાં કોન્સર્ટ કરનાર પ્રથમ ગુજરાતી ગઝલ ગાયલ કોણ ?
(અ) મનહર ઉધાસ (બ) પીનાઝ મસાણી
(ક) પંકજ ઉધાસ (ડ) રૂપકુમાર રાઠોડ
૧૬. બેન્જામિન નેતન્યા કયા દેશના વડાપ્રધાન છે ?
(અ) ઇઝરાયલ (બ) ઈરાન
(ક) ઇરાક (ડ) ઇટલી
૧૭. મિસ યુનિવર્સ-૨૦૨૦નું ટાઇટલ મેળવનાર મિસ એન્ડ્રિયા મેઝા કયા દેશની સુંદરી છે ?
(અ) બ્રાઝિલ (બ) મેક્સિકો
(ક) પેરુ (ડ) અમેરિકા
૧૮. ૯૨મો જન્મદિવસ ઊજવનાર પદ્મભૂષણ કુમુદિની લાખિયા કઈ નૃત્યકલાના ગુરુ છે ?
(અ) ભરતનાટ્યમ્ (બ) મણિપુરી
(ક) કુચીપુડી (ડ) કથકલી
૧૯. અમદાવાદ શહેરમાં કેટલાં વર્ષ પછી વાવાઝોડું આવ્યું ?
(અ) ૨૫ વર્ષ (બ) ૨૧ વર્ષ
(ક) ૨૩ વર્ષ (ડ) ૧૯ વર્ષ
૨૦. પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ક્યાંના લોકપ્રિય રાજવી હતા ?
(અ) ભાવનગર (બ) જામનગર
(ક) રાજપીપળા (ડ) રાજકોટ
જવાબ :
(૧) બ, (૨) ક, (૩) ડ, (૪) અ, (૫) ક,
(૬) બ, (૭) ડ, (૮) ક, (૯) અ, (૧૦) બ,
(૧૧) ડ, (૧૨) ક, (૧૩) ડ, (૧૪) બ, (૧૫) ક,
(૧૬) અ, (૧૭) બ, (૧૮) ડ, (૧૯) ક, (૨૦) અ.