જયા પાર્વતી વ્રતકથા| મા પાર્વતીનો બીજો જન્મ હિમાલયમાં કેમ થયો ?

    24-Jul-2021   
કુલ દૃશ્યો |

jaya parvati_1   
 
 
(અષાઢ માસમાં ઊજવાતા સ્ત્રીઓના પ્રિય ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત નિમિત્તે)

ગૌરીવ્રત તથા જયા પાર્વતીવ્રતનો મહિમા | Jaya Parvati Vrat Katha

આ વ્રતો કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. ભગવાન વેદવ્યાસે કુમારિકાઓને આદ્યશક્તિનાં અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે. બે વર્ષની કન્યા કુમારિકા, ત્રણ વર્ષની ત્રિમૂર્તિ, ચાર વર્ષની કલ્યાણી, પાંચ વર્ષની રોહિણી, છ વર્ષની કાલિકા, સાત વર્ષની ચંડિકા, આઠ વર્ષની શાંભવી, નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે. આ કુમારિકાઓ આદ્યશક્તિના અંશ સ્વરૂપ મા પાર્વતી-ગૌરીની આરાધના માટે તથા તેમના આશીર્વાદ માટે ગૌરીવ્રત ઊજવે છે. આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ પાંચમથી થાય છે. પરિવારમાં માતા પોતાની કુમારિકા-દીકરીને આ વ્રતનો પ્રારંભ કરાવે છે. વાંસની છાબડી કે મોટા કોડિયામાં પાંચ ધાન્યની વાવણી કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી તેમાં નિયમિત પાણીનું સિંચન થાય છે. પાંચમા દિવસે આ બીજમાંથી જવારાઓ ઊગે છે. આ જવારાઓ મા ગૌરીના આશીર્વાદથી ઊગ્યા હોવાના ભાવથી આ જવારા ગૌરીમા જે અપ્રભંશ થતા ગોરમા તરીકે પૂજાય છે. નિત્ય તેમના ઊગવાની શરૂઆતથી પાંચ દિવસ સુધી અક્ષત-અબિલ ગુલાલ કંકુથી પૂજા થાય છે. રૂની માળા પહેરાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન વ્રત રાખનારી કુમારિકાઓ ફળફળાદિ તથા ડ્રાયફ્રુટ (સૂકો મેવો) ખાઈને ઉપવાસ કરે છે. ગોરમાનાં ગીતો ગાય છે. બગીચાઓમાં તથા મંદિરોમાં એકઠા થઈ વિવિધ રમતો સાથે સંગીતના તાલે આનંદ માણે છે. બાલિકાઓ માટે આ ગૌરીવ્રત નાની ગોર્યો તરીકે ઊજવાય છે. નાની બાલિકાઓમાં જમીનમાંથી ધનધાન્ય કેવી રીતે પ્રગટે છે ? તેનું ખેતીવિષયક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
 
કુમારિકાઓ મોટી થતાં જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રતનો પ્રારંભ અષાઢ સુદ તેરસથી થાય છે. કુમારિકાઓની સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે, જેમાં પાંચ દિવસ મોળું ખાઈને ઉપવાસ કરવાના હોય છે. વર્તમાનમાં બહેનો અન્ય વ્યવસાયમાં વ્યસ્ત હોય તો પ્રથમ દિવસે અને વ્રતની ઉજવણીના છેલ્લા દિવસે અષાઢ વદ તેરસે એમ બે ઉપવાસ કરે તો પણ વ્રત કર્યું ગણાય છે. આ વ્રત દરમિયાન શિવ-પાર્વતીની પૂજા થાય છે.
 
શિવમંદિરો વ્રતી બહેનોથી વ્રતનાં ગીતો તથા ભજનધૂનથી ગૂંજી ઊઠે છે. કુમારિકાઓ મા પાર્વતીને વ્રત તપથી જેમ શિવજી મા હતા તેમ મનપસંદ વર મેળવવા આ વ્રત કરે છે. સૌભાગ્યવતી બહેનો પતિના સુખ માટે તથા પરિવારમાં સૌની સુખશાંતિ માટે આ વ્રત કરે છે. વર્ષ દરમિયાન ઘરમાં અન્ન-જળના ભંડાર ભરેલા રહે તેવી મનોભાવના સાથે બહેનો આ વ્રત કરે છે. સંતાનપ્રાપ્તિ માટે પણ આ વ્રત લેવામાં આવે છે. આ જયા પાર્વતી વ્રત ત્રણ, પાંચ, સાત, દસ કે તેથી વધુ વર્ષ બાદ ઊજવાય છે. વ્રતની ઉજવણી વખતે પાંચ કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી ભેટ - સોગાદ આપવામાં આવે છે. આ વ્રતો સ્ત્રીશક્તિ જાગરણ, સામાજિક સમરસતા તથા ધર્મસંસ્કાર માટે ઊજવાય છે. વ્રતી નારી શક્તિમાં તપ, ત્યાગ, આત્મસંયમ, સહનશક્તિ, સ્વાસ્થ્ય સભાનતા, સદાચાર, સ્વધર્મનું ગૌરવ વગેરે સદ્ગુણો કેળવાય છે. ઋષિપરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં આ વ્રતો બહેનોને વારસામાં માં છે, જે સદીઓથી ઊજવાય છે.
 

મા પાર્વતી (ગૌરીમાતા)ની પૂજા કેમ કરવામાં આવે છે ? Jaya Parvati Vrat

 
આ વ્રતોની ઉજવણીમાં દેવીસ્વરૂપે મા પાર્વતીનું ચિત્ર-ફોટો મૂકવામાં આવે છે. આ ચિત્રમાં મા પાર્વતીને ચાર હાથ દર્શાવ્યા છે. ઉપરના એક હાથમાં શિવજી જ્યારે બીજા હાથમાં ગણેશજી દર્શાવ્યા છે. માની નીચેના એક હાથમાં માળા જ્યારે બીજા હાથમાં કમંડળ દર્શાવ્યાં છે. પુરાણો તથા શાસ્ત્રોમાં મા પાર્વતીએ આ વ્રત કર્યું હોવાનું પ્રમાણ છે. ત્યાર બાદ મા પાર્વતીના આશીર્વાદ પામવા ત્રેતાયુગમાં સીતા માતાએ શ્રીરામ તથા પ્રતાપી પુત્રો-સંતાનો માટે તથા પરિવારમાં તથા રાજ્યમાં સુખ શાંતિ અર્થે આ જયા પાર્વતીનું વ્રત કર્યું હોવાનું જાણવા મળે છે. દ્વાપરયુગમાં આ વ્રત માતા કુંતાએ કર્યું હતું. આ પરંપરાને આધારે વર્તમાનમાં પણ આ વ્રતો સ્ત્રીઓ મનાવાંછિત ફળ મેળવવા ઊજવે છે. મા પાર્વતીએ તપશ્ર્ચર્યાથી આ વ્રત લઈને શિવજી જેવા ઉત્તમ-સર્વગુણસંપન્ન પતિ તથા ગણાધિપતિ ગણેશજી સહિત કાર્તિકેય અને પુત્રી ઓખા સહિત ઉત્તમ સંતોનોની પ્રાપ્તિ કરી હોવાનો ઉલ્લેખ શિવપુરાણ તથા શાસ્ત્રોમાં વર્ણવાયો છે. મા પાર્વતીના હાથની માળા એ ભક્તિ તથા જીવનમાં શાંતિ માટેનું પ્રતીક છે. માળાથી ઉપાસના - ઉપવાસ થકી આદ્યશક્તિ તથા શિવતત્ત્વ (પરમાત્મા)ની આરાધના સૂચવ્યાં છે. કમંડળ અર્થાત્ પરિવાર તથા સૃષ્ટિ અન્ન જળ, ધનધાન્યથી ભરપૂર રહે તેવો ભાવ છે. દુષ્કાળ કે અતિવૃષ્ટિ ન થાય તેવો ભાવ છે. બે હાથ જોડી કરમંડળમાં દેવી-દેવતાઓના આશીર્વાદ મળે તેવી ભાવના હોય છે. મા પાર્વતી ગૌરી માતાએ પણ આ ધરતી માતાના તથા પ્રકૃતિ હંમેશા ધનધાન્ય, જળ તથા ઔષધીઓથી હંમેશા ખીલી ઊઠે તેવી પ્રાર્થના કરી છે.
 

... તો આ કારણે મા પાર્વતી ( Parvati ) નો બીજો જન્મ હિમાલયમાં થયો

 
જયા પાર્વતી વ્રતમાં મા પાર્વતીના બીજા જન્મનો મહિમા છે. મા પાર્વતી પ્રથમ જન્મમાં દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ્યા હતા. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરાવવાના હતા તે દરમિયાન મા પાર્વતીને શિવજીનાં દર્શન થયાં. શિવજીનો દક્ષના યજ્ઞમંડળમાં પ્રભાવ-રૂઆબ જોતાં પાર્વતી તેમના પર મોહી ગયાં. મનોમન તેમણે શિવજી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ દક્ષ પ્રજાપતિને શિવજી પ્રત્યે અણગમો હતો, તેનાં બે કારણો હતાં. પ્રયાગ ક્ષેત્રમાં મુનિવર્યોએ યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે આ યજ્ઞમાં સર્વે સભાસદોએ દક્ષપ્રજાપતિ પધાર્યા ત્યારે ઊભા થઈને દક્ષનું અભિવાદન કર્યું હતું. પણ શિવજી ઊભા થયા નહોતા, માન ન આપ્યું અને દક્ષનું અભિવાદન પણ કર્યું નહીં. બીજું એક કારણ પણ ઉલ્લેખનીય છે દક્ષ પ્રજાપતિએ પુત્રીની હઠથી અને પત્નીના આગ્રહથી ન છૂટકે પુત્રી પાર્વતીનાં લગ્ન શિવજી સાથે કર્યાં. શિવ-પાર્વતીના વિવાહ પ્રસંગે દુર્વાસા મુનિ પધાર્યા હતા. દુર્વાસા મુનિએ દક્ષને એક માળા આપી હતી પણ દક્ષે આ માળાનું મહત્ત્વ સમજ્યું નહીં. તે માળાને આમથી તેમ રાખ્યા કરતા, તેથી શિવજીએ સહજભાવથી સસરા દક્ષને કહ્યું કે આ બાબત યોગ્ય નથી. માળા તો પૂજામાં રખાય છે. આ વગર માગી સલાહથી દક્ષ પ્રજાપતિને જમાઈ શિવજી માટે અણગમો થયો હતો.
 
એક વેળાએ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો તેમાં શિવજીને આમંત્રણ આપ્યું નહીં. પતિની આજ્ઞા ન હોવા છતાં પાર્વતી પિતા દક્ષના યજ્ઞમાં ગયાં. કનખબમાં યોજાયેલ યજ્ઞમાં પતિ શિવજીનું આસન ન હતું. તેમનો તિરસ્કાર થયો હતો. તેથી પુત્રી પાર્વતીને ખોટું લાગ્યું. તેમણે યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું અને પ્રાણત્યાગ કર્યો. પુત્રી પાર્વતીના મનોરથો અધૂરા રહ્યા. દક્ષનેત્યાં જન્મીને પાર્વતીજીને પતિસુખ તથા સંતાનપ્રાપ્તિનું સુખ મું નહીં. તેઓ સાંસારિક જીવનના સુખથી વંચિત રહ્યાં.
 
આપણાં શાસ્ત્રોમાં પુનર્જન્મનો ઉલ્લેખ છે. એક જન્મમાં જીવાત્મા અધૂરા મનોરથો પૂર્ણ કરવા બીજો જન્મ લે છે. તેથી આદ્યશક્તિ મા જગદંબા-ભુવનેશ્ર્વરની પ્રેરણાથી બીજા જન્મમાં પાર્વતીજીએ પિતા હિમાલય તથા માતા મેનાને ત્યાં જન્મ્યા. તેમણે તપ તથા વ્રત કરી પુનઃ શિવજીને મેળવ્યા તથા શિવ-પાર્વતીને ગણેશજી, કાર્તિકેય તથા ઓખાનું સંતાનસુખ મુંળ્યું.
 
આમ, બીજા જન્મમાં મા પાર્વતીએ જે વ્રત કરી મનોવાંચ્છિત ફળ મેળવ્યાં હતાં તે જયા પાર્વતી વ્રત તરીકે ઓળખાયું, જે ઋષિ પરંપરાથી સનાતન ધર્મમાં હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રીઓ માટે અમૂલ્ય-અણમોલ અદ્ભુત વ્રતનું ઉદાહરણ બન્યું. કલિયુગમાં પણ આમ સ્ત્રીઓએ ગૌરીવ્રત તથા જયા પાર્વતીનાં વ્રતોની ઉજવણી કરીને હિન્દુ સંસ્કૃતિમાં વ્રતની પરંપરાના વારસાને જાળવી રાખ્યો છે. આ વ્રતની અનેક વાર્તાઓ પુરાણો તથા શાસ્ત્રોમાં છે. આવી જ એક પ્રચલિત ધર્મવાર્તા-વ્રતવાર્તા વ્રતી બહેનો વાંચે છે. સંભળાવે છે.
 

jaya parvati_1   
 
જયા પાર્વતી વ્રતકથા | Jaya Parvati Vrat Katha
 
કાશીનગરીમાં સદાચારી, સત્વાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું. તેઓ આખો દિવસ પ્રભુભક્તિમાં લીન રહેતાં હતાં. ભૂખ્યાં જનોને તથા અભ્યાગતોને ભોજન કરાવતાં હતાં. નિરાધારોને આશરો પણ આપતાં હતાં. ઈશ્ર્વરકૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી. તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતાં હતાં. પતિ-પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવાકાર્યો કરતાં હતાં. તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. કાશીનગરીના સમગ્ર પંથકમાં આદંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી. દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંત મહાત્માઓ પણ તેમનાં દર્શને આવવા માંડ્યા.
 
એક વખત મહર્ષિ નારદમુનિ કાશીનગરીમાં આવ્યા. તેમણે આ ગૃહસ્થીનો મહિમા સાંભો. તેમને પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ. નારદમુનિ ફરતા ફરતા ત્યાં આવી ચઢ્યા. ગૃહસ્થે તેમને આવકાર આપી ફળફળાદિથી સ્વાગત કર્યું. નારદજી પ્રસન્ન થયા. નારદજીએ પૂછ્યુ, કેમ છો ? મજામાં ને ? ગૃહસ્થીએ કહ્યું, હા, મુનિરાજ! આપની કૃપાથી સર્વ વાતે સુખ છે, પણ... બોલતાં બોલતાં તે ખચકાઈ ગયા. નારદજીએ કહ્યું, ખચકાવાની જરૂર નથી. તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો! હે મુનિરાજ! બીજી કોઈ ઇચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે. જે મારા આ સદાવ્રતને સંભાળે. આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યાં.
 
નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાવ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણાં વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર - પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા-પૂજા કરો, તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે. તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા.
 
બીજા દિવસે નારદમુનિની સલાહ પ્રમાણે પતિ-પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકાં ત્યારે ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યાં બંને શિવલિંગની શોધમાં નીકળે છે પણ ક્યાંય આવું મંદિર મળતું નથી. બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠાં. એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી. ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો. તેણીએ કહ્યું, હે નાથ! જુઓ પેલા ડુંગરની ટોચ! ત્યાં નારદમુનિના કહ્યા પ્રમાણેનું શિવમંદિર હોઈ શકે!
 
મંદિરનો અણસાર મળતાંની સાથે દંપતીનો થાક તથા ભૂખ-તરસ મટી ગયાં. બંને જણ ચાલતાં ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યાં. ત્યાં એક શિવમંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે મંદિરમાં સફાઈ શરૂ કરી. શિવલિંગ પરથી પાંદડાં તથા ધૂળ સાફ કર્યાં. પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું.
 
મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યાં. શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કર્યો. તળેટીના જંગલમાં જઈ ફળફૂલ લાવી શિવજીને અર્પણ કર્યાં.
 
દંપતીએ સતત પાંચ વર્ષ શંકર-પાર્વતીની પૂજા કરી. પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં.
 
એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ-ફૂલ લેવા ગયો. પણ સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં. એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી. પતિની વાટ જોતાં પત્ની થાકી ગઈ. ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી.
આ વન ખૂબ જ બિહામણુ હતું. ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘુઘવાટા સંભળાતા હતા. શિયાળ પણ કરુણ રુદન કરતાં હતાં. ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતાં જોવાં માં. તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય થવાં લાગ્યો. છતાં હિંમત રાખી શિવ-પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી. અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી. જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂંફાડા મારતો જતો હતો. થોડીક ક્ષણો પછી તેણે આંખો ઉઘાડી, ત્યાં તો તેની સક્ષમ સોળે શણગાર સજીને ઊભેલાં માતા પાર્વતીજી પ્રગટ થયેલ જણાયાં. માતા પાર્વતીનાં દર્શનથી તેનામાં નવીન ચેતના આવી.
 
માતા પાર્વતીને જોતાં જ પત્ની તેમના ચરણોમાં પડી ગઈ. માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો. તુરત જ પતિએ આંખો ઉઘાડી અને ભાનમાં આવી ગયો. તે આળસ મરડીને ઊભો થયો. તેણે પણ માતા પાર્વતીજીનાં દર્શન કર્યાં. બંને જણ ધન્ય થયાં.
 
પાર્વતીજી બોલ્યાં, તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને, હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. તમારે જે જોઈએ તે માગી લો ! દંપતીએ કહ્યું, હે ભગવતી ! અમારે બીજું કંઈ જોઈતું નથી, પણ એક શેર-માટીની ખોટ છે, તો તેનો ઉપાય બતાવો.
પાર્વતીજી બોલ્યાં, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાનપ્રાપ્તિ થશે.
 
પત્નીએ કહ્યું, માતાજી ! આ વ્રત કેવી રીતે કરાય ? પાર્વતીજી બોલ્યાં, આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ ઉપરાંત મને જેમ આ વ્રતથી શિવજી મા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળે છે. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત પાંચ, દસ, પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઊજવવું. તે દિવસે કુંવારી કન્યાઓ - ગોયમીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું. બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન-દક્ષિણા આપવી. કુટુંબના સૌ પરિવારજન તથા સગાં-સંબંધીઓએ ભોજન કારવવું. ગોરમાની પૂજા કરવી. વ્રતમાં ઉગાડેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવવાં. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં. મોળું-એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા-દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશિષ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર્ધાન થઈ ગયાં.
 
માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા-પાર્વતીજી વ્રત કરે છે. તેમને ત્યાં પારણું બંધાય છે. પુનઃ કાશીનગરીમાં સૌ કોઈ આ દંપતીનાં દર્શને આવે છે અને જયા-પાર્વતી વ્રતનો મહિમા જાણે છે. કાશીનગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે. જયા-પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફું તેવી રીતે સૌને પણ ફળે છે. આ વ્રતની કથા સંભળાવનાર તથા સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે. શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવાકાર્ય વ્યર્થ નથી જતું. તેનું ફળ અવશ્ય મળે છે.