રવિકુમાર દહિયા - કુશ્તી જેનાના લોહીમાં વહે છે.

કુલ દૃશ્યો |
 
 ravi dahiya_1  
 
 
સિલ્વર પ્રિન્સ - રવિકુમાર દહિયા
 
 
* માતા : ઉર્મિલા દેવી
* પિતા : રાકેશ દહિયા
* ભાઈ : પંકજ દહિયા
* જન્મતારીખ : ૧૨-૧૨-૧૯૯૭
* જન્મસ્થળ : નાહરી-સોનીપત
* ઊંચાઈ : ૫’-૭
 
 
મેડલ્સ - એવોર્ડ
 
 
* ગોલ્ડ : એશિયન ચેમ્પિયનશિપ નવી દિલ્હી : ૨૦૨૦
* સિલ્વર : (૧) ઓલિમ્પિક (ટોક્યો ) ૨૦૨૦
* વર્લ્ડ અન્ડર-૨૩ ચેમ્પિય-બુખારેસ્ટ ૨૦૧૮
* જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સાલ્વાડોર ૨૦૧૫
* બ્રોન્ઝ : વર્લ્ડ ચેમ્પિયનશિપ નૂર સુલતાન ૨૦૧૯
 
 
ધ્યાન, આધ્યાત્મિક અને અખાડા માટે વિખ્યાત સોનીપત જિલ્લાના નાહરી ગામના ૨૩ વર્ષના છોરા રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ૫૭ કિલો વર્ગમાં કુશ્તી જીતીને સિલ્વર મેડલ મેળવ્યો અને ગુલાર, પીપળ, બારગડ, જેન્ની જેવાં ઘણાં જૂનાં વૃક્ષો ને શિવદાદા શંભુના મંદિરોથી પ્રાચીન આ શહેર તપસ્યા સ્થળથી વિખ્યાત છે. જ્યાં આ રવિ દહિયા ઉપરાંત સતવીર સિંહ, મહાવીર સિંહ, અમિતકુમાર વગેરેની કુશ્તીની તપસ્યા ફળેલી જોવા મળે છે. આ મોક્ષનું કેન્દ્ર ગણાતા ગામમાં બે અર્જુન એવોર્ડી હવે ત્રણ ઓલિમ્પિયનનું ગામ બન્યું છે. કુશ્તી એ દહિયાકુળના લોહીમાં વહે છે. પિતા રાકેશ દહિયા એક સામાન્ય ખેડૂત છે પણ યુવા વયે કુશ્તીબાજ હતા. રવિ દહિયા ખાસ તો તેના કાકા રાજેશ દહિયાના સ્નાયુબદ્ધ પ્રતિભાથી પ્રભાવિત થયા હતા અને દસ વર્ષની વયે કુશ્તીના દાવપેચ શીખવા શરૂ કરી દીધા હતા.
 

 ravi dahiya_1   
 
રવિએ ગામમાં હંસરાજ બ્રહ્મચારી અખાડા ખાતે કુશ્તી શીખવી શરૂ કરી હતી, જ્યાં આ ગામના દરેક બાળકો આ અખાડામાં સૌ પ્રથમ કુસ્તી શીખે છે. એશિયન ચેમ્પિયનશિપના ૫૭ કિ. ગ્રા. વર્ગમાં નવી દિલ્હી (૨૦૨૦) અને અલ્માઇટી (૨૦૨૧)માં બે ગોલ્ડ મેડલ મેળવનાર મોનુ યાને રવિ દહિયાએ નાહરી ગામથી ૩૯ કિ.મી. દૂર છત્રસાલ સ્ટેડિયમમાં સતપાલ સિંહ દ્વારા તાલીમ લઈને સફળતાઓ મેળવી હતી. મોનુ યાને રવિને રોજ તાજું-શુદ્ધ દૂધ અને ફળો મળે એ માટે તેના પિતા રાકેશ દહિયા દરરોજ ૩૯ કિ.મી.ની મુસાફરી કરતા હતા અને રવિની ભવ્ય સફળતા માટે પ્રાર્થના કરતા હતા. રવિ દહિયાએ પણ સખત મહેનત અને ડાયટ પર કંટ્રોલ રાખીને સફળતાનાં શિખરો સર કર્યાં. પરિણામસ્વરૂપ રવિકુમાર દહિયાએ ૨૦૧૮માં અન્ડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું.