વિશ્વશાંતિ આ દુનિયાને કેટલામાં પડે છે? આંકડો વાંચશો તો ચોંકી જશો!!

આ સંસ્થાનો ૨૦૨૦નો રીપોર્ટ કહે છે કે ૨૦૨૦ માં આખી દુનિયાના દેશોનું લશ્કરી બજેટ ૨ ટ્રિલિયન અબજ ડોલર હતું....

    03-Mar-2022   
કુલ દૃશ્યો |

world military expenditure

દુનિયાના દેશો દર વર્ષે કેટલા અબજ ડોલરના હથિયાર ખરીદે છે? આંકડો ચોકાવનારો છે!

હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે હવે ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રશ્ન એ થાય કે જો આજે ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તો શું થાય? આ કલ્પના કરવી પણ રૂવાડાં ઊભા કરી દે તેવી છે. થોડા સમય પહેલા એવું કહેવાતું હતું કે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થશે પણ આજે સ્થિતિ જૂદી છે. આજે વર્ચસ્વ માટે ત્રીજુ યુદ્ધ ખેલાય તેવી સ્થિતિ છે. મહાનવિજ્ઞાની આઈન્સ્ટાઈનને એકવાર પૂછવામાં આવ્યું હતું કે જો ત્રીજુ વિશ્વયુદ્ધ થાય તો તે કયા હથિયારોથી લડાશે. આના જવાબમાં આઇન્સ્ટાઇને કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધની તો ખબર નહી પણ ચોથું વિશ્વયુદ્ધ જરૂર લાકડી અને પથ્થરોથી લડાશે. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ થાય તો દુનિયા કશુ બચશે નહી. અને આજે દુનિયાના દેશો જે રીતે હથિયારો બનાવી રહ્યા છે તે પરથી તો લાગે જ છે કે આ હથિયારોનો એકવાર પણ ઉપયોગ થઈ ગયો તો દુનિયા નષ્ટ થઈ જશે.
 
તમને ખબર છે ૨૦૧૭માં આખી દુનિયાના દેશોનું લશ્કરી બજેટ ૧૭૮૯ અબજ ડોલર હતું. આ આંકડો જ્યારે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI - Stockholm International Peace Research Institute)એ બહાર પાડ્યો તો આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ હતી. વિશ્વ આખું પોતાની રક્ષા માટે આટલું મોટું બજેટ હથિયારોમાં ખર્ચી નાખે છે. આ બજેટ જો ગરીબો પાછાળ ખર્ચવામાં આવે તો આ દુનિયામાં કોઇ ગરીબ ન રહે. આ વખતે એટલે કે ૨૦૧૮નો એક આંકડો પણ આ સંસ્થાએ બહાર પાડ્યો છે જેમાં તો કહેવામાં આવ્યું છે કે માત્ર એક વર્ષમાં દુનિયાના દેશોએ ૪૨૦ અબજ ડોલરના હથિયાર ખરીદ્યા છે જેમાં અમેરિકાએ ૨૪૨ અરબ ડોલરના હથિયાર ખરીદ્યા છે. ભારત પણ હથિયાર ખરીદવામાં પાછાળ નથી. આજે એક બટન દબાવીને આખી દુનિયાને નષ્ટ કરી શકાય એટલા હથિયારો આ દુનિયાએ બનાવી લીધા છે. આ સંસ્થાનો ૨૦૨૦નો રીપોર્ટ કહે છે કે ૨૦૨૦ માં આખી દુનિયાના દેશોનું લશ્કરી બજેટ ૨ ટ્રિલિયન અબજ ડોલર હતું....
 
ઉલ્લેખનીય છે કે આજે જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે દુનિયાના દેશોનું આ લશ્કરી બજેટ ખૂબ વધવાનું છે. જેનાથી રશિયા અને અમેરિકા જેવા હથિયાર વેચતા દેશોને જ ફાયદો થવાનો છે. અહીં પ્રશ્ન એ થાય કે શું આપણે હથિયાર વગરની દુનિયાની કલ્પના ન કરી શકીએ? બધા દેશ આગળ આવે અને એક મિનિટમાં દુનિયાને નષ્ટ કરી શકે તેવા તમામ હથિયારો નષ્ટ કરી દે તો કેવું. સંરક્ષણ પાછળ ખર્ચાતા ૨ ટ્રીલિયન ડોલર આ પૃથ્વીને રમણીય અને રહેવાલાયક બનાવા ખર્ચાય તો કેવું? પણ આ કલ્પના છે. આવું કરવું જગતજમાદાર બની બેઠેલા કેટલાંક દેશોને પોષાય એવું નથી....
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...