પ્રતિભાનો અહંકાર | ક્યારેય પણ અભિમાન ન કરવું જોઇએ...વાંચો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ

    21-May-2022
કુલ દૃશ્યો |

pathey ego
 
 
ઋષિ અંગિરાના શિષ્યોમાં ઉદયન નામનો એક ખૂબ જ પ્રતિભાશાળી શિષ્ય હતો, પરંતુ તેનામાં વિનમ્રતાની કમી હતી. તે દરેક સમયે પોતાના જ્ઞાન અને ગુણોનાં જ વખાણ કર્યા કરતો અને પોતાના સહપાઠીઓને ઉતારી પાડતો હતો. ઋષિ અંગિરાને લાગ્યું કે, જો સમય રહેતાં ઉદયનને સમજાવવામાં ન આવ્યો તો તે રસ્તેથી ભટકી જશે. શિયાળાના દિવસો હતા. રાત્રે ગુરુકુળમાં સત્સંગ ચાલી રહ્યો હતો. વચ્ચે અંગીઠી(વેદી)માં કોલસા ધખધખી રહ્યા હતા. ઋષિએ કહ્યું, આ અંગીઠી(વેદી) ખૂબ જ ચમકી રહી છે. તેનું શ્રેય સળગી રહેલા કોલસાને છે. જુઓ, પેલો સૌથી મોટો કોલસો સૌથી તેજસ્વી છે તેમ કહી ઋષિએ ઉદયનને તેને બહાર કાઢી લાવવા કહ્યું.
 
ઉદયને તરત જ ચીપિયા વળે કોલસો બહાર કાઢ્યો, પરંતુ જેવો તે કોલસાને અંગીઠીમાંથી બહાર કાઢવામાં આવ્યો કે તરત જ તેની ચમક ઘટવા લાગી અને તેના પર રાખની પરત આવી ગઈ અને જોતજોતામાં તે માત્ર કાળો કોલસો બની ગયો. ઋષિ અંગિરાએ કહ્યું, ‘ઋષિકુમારો, જો આ કોલસો અંગીઠીમાં જ રહ્યો હોત તો છેવટ સુધી તેનું તેજ ન ગુમાવત અને આપણને ગરમી આપતો રહેત. હવે આ કોલસો કોઈ જ કામનો નથી. તેમ પરિવાર પણ એક અંગીઠી જ છે. જેમાં પ્રતિભાઓ સંયુક્તરૂપે તપે છે. વ્યક્તિગત પ્રતિભાનો અહંકાર ન તો ટકી શકે છે કે ન તો ફળદાયી બને. સૌની સાથે રહેવામાં જ વાસ્તવિક બળ વધતું હોય છે. આ સાંભળી ઉદયનને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને પોતાની પ્રતિભા અંગે ફરી ક્યારેય પણ અભિમાન ન કરવાનું નક્કી કર્યું.
 
 
 

મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly