આ ૧૨ વાતોને યાદ રાખો, જીવનમાં તમે ક્યારેય દુઃખી નહી થાવ

12 Easy Tips For A Happy Mind | જીવન છે. સુખ અને દુઃખ બન્નેનો સ્વીકાર કરવો જડશે પણ અહીં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને સ્વીકારી આગળ વધશો તો નક્કી આ હરિફાઈની દુનિયામાં પણ ખુશ રહી શકશો…

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Tips For A Happy Mind
 
 
12 Easy Tips For A Happy Mind | જીવન છે. સુખ અને દુઃખ બન્નેનો સ્વીકાર કરવો જડશે અને આજ સત્ય છે. પણ મજાની વાત એ છે કે દુઃખનો સામનો કરવાની શક્તિ ભગવાને મનુષ્યને સૌથી વધારે આપી છે. મનુષ્ય સૌથી સુખી પ્રાણી કહી શકાય પણ મળતી સગવડોના કારણે આપણી જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે આપણે ડગલેને પગલે નિરાશ, દુઃખી થઈ જઈએ છે. આનો પણ ઉપાય આપણી પાસે છે. અહીં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને સ્વીકારી આગળ વધશો તો નક્કી આ હરિફાઈની દુનિયામાં પણ ખુશ રહી શકશો…
 

1) વર્તમાનમાં જીવો.

 
સૌથી પહેલી અને ખૂબ જરૂરી વાત છે કે ખુશ રહેવું હોય તો વર્તમાનમાં જીવો. મોટાભાગે દુઃખનું કારણ શું હોય છે? ભવિષ્યની ચિંતા કે ભુતકાળની વાતો…બસ આનાથી બને એટલા દૂર રહેવાનું છે. એટલે પહેલો ઉપાય એ જ છે કે વર્તમાનમાં જીવો.
 

2) તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં.

 
આપણા દુઃખનું કારણ આ પણ એક છે. આપણે આપણી સરખામણી અન્યો સાથે બહું કરીએ છીએ.ભગવાને આપણને માનવી બનાવ્યા છે પણ દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઇ એક સરખું નથી. કોઇ ક્રિકેટમાં આગળ હશે તો કોઇ કબડ્ડીમાં...કોઇ મૌન રહેવામાં આગળ હશે તો કોઇ બોલવામાં…એટલે તમારી કોઇની સાથે સરખામણી ન કરો. ભગવાને તમને જે ક્ષમતા આપી છે તેના પર કામ કરો અને આગળ વધો. બાકી સરખામણીથી તો માત્ર દુઃખ જ મળશે.
 

Tips For A Happy Mind 
 

3) વધારે વિચારશો નહીં.

 
જો તમારે જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય વધારે વિચાર ન કરો. વધુ પડતો વિચાર કરવો એ એક રોગ છે. આપણી જીવનશૈલી પ્રમાણે આપણું મન નકારાત્મકતા વધારે આકર્ષિત કરે છે. આપણે જેમ વધુ વિચારશું તેમ આપણું મન આપણી દુઃખભરી વાતો, ડરાવે, ચિંતા કરાવે તેવી વાતો ખેંચી લાવશે. માટે બહું ના વિચારો. મત્ર કામમાં વ્યસ્ત રહો અને મસ્ત રહો.
 

4) પોતાના કામને પ્રેમ કરો.

 
સત્ય એ છે કે જે લોકો દુઃખી છે તમાંથી મોટા ભાગના લોકો પોતાના કામથી જ ખુશ નથી. એટલે સુખી થવાનો પહેલો માર્ગ છે તમે જે કામ કરો છો તેને સંપૂણ ધ્યાનથી કરો અને તેને પ્રેમ કરો. દરેકને ગમતું હોય તેવું જ કામ મળે એ લગભગ શક્ય નથી. માટે જે કામ મળે તેને જ ગમતું કરવાથી આનંદમાં રહેવાશે.
 

Tips For A Happy Mind 
 

5) પરિવારને સમય આપો.

 
સંયુક્ત પરિવારમામ દુઃખ વધારે સમય સુધી ટકી શક્તું નથી. મોટા પરિવારમાં કોઇ એકનું દુઃખ બધાની બની જાય છે. દુઃખ વહેંચાઈ જાય છે. બીજું કે તમારે આનંદમાં રહેવાનું છે કે દુઃખમાં તેનો આધાર તમારો પરિવાર જ છે. પરિવાર ખુશ હશે તો તમે પણ ખુશ રહી શકશો, માટે પરિવાર સાથે રહો, પરિવારના સભ્યોને સમય આપો, તેની સાથે સમય વિતાવો. આનંદ બમણો થઈ જશે.
 

6) વધુ પડતી ઈચ્છા ન રાખો.

 
એવું કહેવાય છે કે ઇચ્છા દુઃખનું મૂળ છે અને દરેકની ઇચ્ચા અનંત હોય છે. ઇચ્છાનો અંત નથી હોતો તો પછી તમારા દુઃખનો પણ અંત નહી હોય. માટે બહું ઇચ્છાઓ ન રાખો. જેટલી ઇચ્છાઓ રાખશો એટલા જ તમે દુઃખી રહેશો.
 

7) બીજા પાસેથી અપેક્ષા ન રાખો.

 
કોઈની પાસેથી આશા ન રાખવી. એક જૂનું ભજન છે, ‘દાતા એક રામ, આખી દુનિયા ભિખારી છે’. આપનાર તો એક જ રામ છે. આખી દુનિયા ભિખારી છે અને તમે ભિખારી પાસેથી શું અપેક્ષા રાખી શકો. એટલા માટે તમે હંમેશા ભગવાન પાસેથી અપેક્ષા રાખો. અપેક્ષા રાખવાથી તે પૂર્ણ ન થતા તમે નિરાશ થઈ શકો છો. ઘણીવાર આપણી અપેક્ષા પણ વધારે હોય છે. જે દુઃખનું કારણ બની શકે છે. માટે અપેક્ષા કોઇનાથી ન રાખો. પોતાના પર વિશ્વાસ રાખો. પોતાના દમ પર આગળ વધો…
 
 

Tips For A Happy Mind

8) સતત વ્યસ્ત રહો.

 
એવું કહેવાય છે ને કે વ્યસ્ત રહો મસ્ત રહો. આવું કરવાથી તમે બહુ વિચાર નહી કરી શકો અને તમારું ધ્યાન માત્ર કામમાં રહેશે જેનો નક્કી ફાયદો થાય છે. આગળ કહ્યું તેમ વધુ પડતું વિચારવું, બીજાઓ સાથે સરખામણી કરવી, બીજાની ટીકા કરવી, આ બધાં દુષ્કર્મો ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આળસુ બેસી રહીએ. જ્યારે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો તો તમારી પાસે આ નકામા કામ માટે સમય નહીં હોય. તેથી તમારા કામમાં વ્યસ્ત રહો. જો નવરા રહીએ અને કોઈ કામ ના કરતા હોય તો ખોટા, કામ રહિત વિચારો આવે છે ,જે વિચારો આપના માં ખરાબ લાગણી ઉત્પન્ન કરે જે ચિંતા માં પરિણામે છે , આથી કોઈ ને કોઈ પ્રવુતિ માં કાર્યરત રહો.

9) સ્વસ્થ રહો મસ્ત રહો

વડીલો કહેતા હતા કે પ્રથમ સુખ સ્વસ્થ શરીર છે. સ્વસ્થ જીવન એ સૌથી મોટી ખુશી છે. તમારી પાસે કરોડોની સંપત્તિ છે પણ તમારું શરીર સ્વસ્થ નથી. તમે ગમે તેટલું ઈચ્છો છો, તમે ખુશ થઈ શકતા નથી.ખુશ રહેવા માટે સ્વસ્થ હોવું જરૂરી છે. એટલા માટે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. દૈનિક પ્રવૃત્તિઓ સમયસર કરવાનું શરૂ કરો. તમારી દિનચર્યામાં યોગ અને કસરતનો સમાવેશ કરો. સારા ખાનપાન પર પણ ધ્યાન આપો.

10) પ્રેરણાત્મક અને હાસ્ય પ્રોગ્રામ જોવો

મોટીવેશનલ પ્રોગ્રામ જોવો, પ્રેરણાત્મક બુકો વાંચો ,જે કોઈ પણ પરિસ્થિતિમાં તમને ઉત્સાહી રાખે છે. સૌથી સરળ માર્ગ છે કે હાસ્ય પ્રોગ્રામ અને મૂવી જોવો અને ખાસ દુઃખી અને હિંસાત્મક પ્રોગ્રામ જોવાનું બંધ કરો

Tips For A Happy Mind 

11) હકારાત્મક બનો.

હંમેશા એવા મિત્રો ની પસંદગી કરો જે હકારાત્મક વિચાર ધરાવતા હોય જે તમારામાં પણ હકારાત્મક વિચારો અને પ્રોત્સાહન પુરૂ પાડશે અને કોઈ પણ પરસ્થિતિને હકારાત્મક રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.

12) તમારામાં વિશ્વાસ રાખો.

જીવન તમારું છે, તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે. જો તમે તમારી જાત પર વિશ્વાસ નથી કરતા તો બીજા તમારા પર કેમ વિશ્વાસ કરશે. વિશ્વાસમાં એવી શક્તિ છે કે તે તમને સૌથી મોટી સમસ્યાઓમાંથી બહાર કાઢી શકે છે.
 
ખુશ રહેવા માટે, તમારી પાસે જે હોય છે તેનાથી ખુશ રહેતા શીખવું, કેમ કે વધુ પ્રાપ્ત કરવાની લાલચ વધુ ચિંતા જન્માવે છે આથી સંતોષ એ તમારી ખુશીનું કારણ બની શકે છે.
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...