સ્વસ્થ રહેવા આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થાએ તેનો જવાબ આપ્યો છે

સ્વસ્થ રહેવા આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થાએ તેનો જવાબ આપ્યો છે । Indian Council of Medical Research । National Institute of Nutrition ।

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
happy new year diet plan  ICMR NIN
 
 
 
સ્વસ્થ રહેવા ૨૦૨૩માં આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? માત્ર ૧૨ અક્ષરમાં સમજો | Happy new year diet plan
 
 
ICMR, NIN દ્વારા યુવાનોને નવા વર્ષની શુભકામના ના એક લીટીના સંદેશ સાથે આપવામાં આવી છે. આ એક લીટીનો સંદેશ છે Happy New Year. આ ૧૨ અક્ષરના પ્રત્યેક્ષ અક્ષરમાં એક સંદેશ છે. આવો તેને જાણીએ અને સમજીએ.
ICMR એટલે Indian Council of Medical Research (ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન સંસ્થાન) ભારતમાં તબીબી સંશોધનો અંગેની ટોચની સંસ્થા છે. NIN એટલે National Institute of Nutrition (રાષ્ટ્રીય પોષણ સંસ્થાન) એ ભારતમાં આહાર અને પોષણ અંગે ઊંડાણપૂર્વકના સંશોધનો કરતી મહત્વની સંસ્થા છે
 
ICMR, NIN દ્વારા યુવાનોને નવા વર્ષની શુભકામના ના એક લીટીના સંદેશ સાથે આપવામાં આવી છે. આ એક લીટીનો સંદેશ છે Happy New Year. આ ૧૨ અક્ષરના પ્રત્યેક્ષ અક્ષરમાં એક સંદેશ છે. આવો તેને જાણીએ અને સમજીએ.
 
#1 પહેલો અક્ષર છે એચ ( H )
 
H એટલે “Have Adequate amount of fruits and vegetables everyday” । કહેવાનો અર્થ એ જ છે કે સ્વસ્થ રહેવું હોય તો આપણે રોજ પ્રમાણમાં ફળ અને શાકભાજી આહારમાં લેવા જોઇએ. ફળ અને શાકભાઈ એટલે કોઇ એક જ પ્રકારના નહી પણ જુદા જુદા. આપણે ત્યાં રોટલી વધારે ખવાય છે અને શાક ઓછું પણ એવું કરવાનું નથી. શાક વધારે ખાવાનું છે અને રોટલી ઓછી. એજ રીતે ઋતુગત ફળ ખાવાના છે.
 
#૨ બીજો અક્ષર છે એ ( A )
 
A એટલે “Avoid High Fat, Sugar and Salt Food.” કહેવાનો અર્થ એ છે કે શક્ય હોય એટલું ચરબીયુક્ત ખોરાક, ખાંડ કે મીઠા (નમક) થી દૂર રહો. આવો ખોરાક શરીરને પોષણ આપતો નથી માત્ર નુકસાન જ કરે છે. આવો ખોરાક વધારે ખાવાથી બીપી, ડાયાબિટીસ, હ્યદયરોગ જેવા ગંભીર રોગો થવાની શક્યતા વધી જાય છે. આ રોગોનું પ્રમાણ પણ ભારતમાં વધારે છે. જો આવા ખોરાક પર કંટ્રોલ કરવામાં આવે તો આવા રોગોને નાબૂદ કરવામાં આપણે સફળ થઈ શકીએ છીએ.
 

happy new year diet plan  ICMR NIN 
 
#૩ ત્રીજો અક્ષર છે પી ( P )
 
P એટલે “Practice Regular Physical Avctity atleast 30 minutes a day”. કહેવાનો અર્થ એ છે કે રોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટની હળવી કસરત કરો. શરીર સાથે કામ લેવું જરૂરી છે. શરીરને મજબૂત અને રોગમુક્ત રાખવા માટે કસરત ખૂબ જરૂરી છે. દોડો, ચાલો, સ્વીમિંગ કરો, સાયકલ ચલાવો, દોયડા કૂદો…શરીર શ્રમ કરો અને રોગ મુક્ત રહો.
 
#૪ ચોથો અક્ષર છે પી ( P )
 
P એટલે Prefer Fresh Fruits to Fresh Juices and Whole Grains to refined / Polished કહેવાનો અર્થ એ જ છે કે તાજા ફળોનું તાજુ જ્યુસ પીવો, પોલીસકર્યા વગરનું અનાજ ખાવ. ટૂંકમાં કુદરત પાસે જવાનું છે. તેણે આપણે જે ફળ અનાજ રૂપી આહાર આપ્યો છે તેને એવા રૂપે જ ખાવાનો છે.
 

happy new year diet plan  ICMR NIN 
 
#૫ પાંચમો અક્ષર છે વાય ( Y )
 
Y એટલે Yield Not the Tall Claims of Processed Foods. કહેવાનો અર્થ એ છે કે પ્રોસેસ ફૂડથી દૂર રહેવાનું છે. પ્રેસેસ ફૂડ થકી જે દાવાઓ કરવામાં આવે છે તેનાથી દૂર રહેવાનું છે. કંપનીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનું બંધ કરો. સમજી વિચારીને ખરીદી કરો અને પ્રોસેસફૂડથી દૂર રહો. આ તમારા હાથમાં છે.
 
#૬ છઠ્ઠો અક્ષર છે એન ( N )
 
N એટલે Never Compromise on sleep time or quality । કહેવાનો અર્થ એ છે કે પૂરતી ઊંઘ જરૂરી છે. ગુણવત્તાયુક્ત ઊંઘ લો તેની સાથે કોઇ બાંધછોડ ન કરો. પૂરતી ઊંઘ ન લેવાથી પણ અનેક રોગ થાય છે. આજે જે માનસિક રોગ ખૂબ થાય છે તેને કાબૂમાં કરવો હોય તો ઊંઘ ખૂબ જરૂરી છે. મન, શરીર સ્વસ્થ રાખવું હોય તો ગુણવત્તાયુક્ત ઊંઘ ખૂબ જરૂરી છે. માટે આરામ કરવામાં કોઇ બાંધછોડ ન કરો.
 
#૭ સાતમો અક્ષર છે ઈ ( E )
 
E એટલે Ensure your Drink 2-3 liter of water Daily । કહેવાનો અર્થ એ છે કે રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. રોક બે થી ત્રણ લીટર પાણી પીવાનું રાખો. પાણી ઘૂંટડે – ઘૂંટડે પીવાનું છે. પાણી શરીરનો કચરો સાફ કરે છે. શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા પૂરતું પાણી પીવાનું ખૂબ જરૂરી છે. પાણી માટલાનું ક એ ફુંફાળું ગરમ પીશો તો વધારે ઉપયોગી સાબિત થશે.
 
#૮ આઠમો અક્ષર છે ડબ્લ્યુ ( W )
 
W એટલે Wash your Hands with Soap Before food Handling । કહેવાનો અર્થ એ છે કે હાથ સાફ રાખો. ભોજન રાંધતા, પીરસતા કે ખાતા પહેલાં હાથને સાબુથી બરોબર ધોવા જોઈએ. આ દુનિયામાં અદ્રશ્ય વાઈરશો ખૂબ છે. જેને આપણે નરી આંખે જોઇ શકતા નથી. હાથ ધોયા વગર આપણે ભોજન લઈએ તો ભોજનની સાથે હાથ પર ચોંટેલા વાઈરશો પણ શરીરમાં પ્રવસે છે જે આપણા શરીરની સિસ્ટમ બગાડે છે.
 

happy new year diet plan  ICMR NIN 
 
#૯ નવમો અક્ષર છે વાય ( Y )
 
Y – Yearn for Healthy Lifestyle – say No To Tabaco and Alcohol | કહેવાનો અર્થ એ છે કે સ્વસ્થ રહેવું હોય તો વ્યશનથી દૂર રહો. તંબાકું, દારૂ, સિગારેટ જેવા વ્યશનથી દૂર રહો. વ્યશન માણસના શરીરને ખોખલું કરી નાંખે છે. આપણે શરીરને વ્યસનથી બચાવવું જોઇએ.
 
#૧૦ દસમો અક્ષર છે ઈ ( E )
 
E એટલે Eat Diverse Food । કહેવાનો અર્થ છે કે કોઇ એક જ નહી પણ વિવિધ આહાર ખાવાનું રાખો. વિવિધ આહાર ખાવાથી જ શરીરને પૂરતું પોષણ મળી રહે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હા, માંસાહારથી દૂર રહેવાનું છે.
 
#૧૧ અગિયારમો અક્ષર છે એ ( A )
 
A એટલે Adhere to the Dietary Guidelines । ભોજન વિશે જે કાઈ ગાઈડ લાઈન મળી છે તેનું પાલન કરો. અનુસાશન અને નિયમિતતાથી જ યોગ્ય પરિણામ મળશે. હંમેશાં આ નિયમો પર કામ કરો તેને વળગી રહો.
 
#૧૨ બારમો અક્ષર છે આર ( R )
 
R એટલે Read Food Labels and choose your Food Wisely । કહેવાનો અર્થ એ છે કે કોઇ પણ આહારની ખરીદી કરતા પહેલા તેના પેકેટ પર જે લખેલું છે તેને વાંચો, સમજો અને પછી નિર્ણય લો.
 
અને છેલ્લે…
 
ICMR એટલે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન સંસ્થાન) ભારતમાં તબીબી સંશોધનો અંગેની ટોચની સંસ્થા છે. NIN એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રીશન (રાષ્ટ્રીય પોષણ સંસ્થાન) આ બન્ને સંસ્થાએ ખૂબ અભ્યાસ કરી Happy New Yeara ના આ ૧૨ શબ્દોના અભિવાદનમાં આપણને આખું વર્ષ સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી છે. તેના પર કામ કરો અને સ્વસ્થ રહો…
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...