શ્રી કૃષ્ણનાં બહેન સુભદ્રા | Subhadra

સુભદ્રા પ્રતિપ્રેમ, પુત્રપ્રેમ અને કુટુંબ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
subhadra
 
 
શ્રી કૃષ્ણનાં બહેન સુભદ્રા | Subhadra
 
 
સુભદ્રા વાસુદેવ અને દેવકીની પુત્રી હતી. અર્થાત્‌‍ ભગવાન શ્રીકૃષ્ણની બહેન. તેનો વિવાહ પાંડુપુત્ર અર્જુન સાથે થયો હતો. પતિ પત્નીનું આ જોડું સર્વપ્રકારે યોગ્ય જ મળ્યું હતું. બંનેમાં પરસ્પર પ્રેમ ઘણો જ હતો. એક વખત તે સનકાદિ ઋષિ સર્વ સ્ત્રીઓનો પતિવ્રતા ધર્મ જોતાં જોતાં સુભદ્રાનું સતીત્વ સાંભળી તેમના પવિત્ર સ્થાને આવ્યા. સતીએ તે મહાત્માનું યથાવિધિ પૂજન કરી, નમસ્કાર કર્યા અને ભોજન કરાવ્યું. નમસ્કાર કરતાં તેના કપાળનો ચાંદલો ઋષિના અંચલે સ્પર્શ્યો. આ જોઈ અન્ય સ્ત્રીઓએ તેના પર આળ ચડાવ્યું. સુભદ્રા ખરેખર સતી હતા. તેમણે કહ્યું, `હું પતિસેવા અને ઈશ્વરભક્તિ સિવાય બીજું કશું જાણતી નથી.'
 
ત્યારે તે સ્ત્રીઓએ કહ્યું કે, `જો તું સતી હોય તો તારું સતીત્વ બતાવ!'
 
આમ આવું આળ ચડતાં અને અગ્નિપરીક્ષાનો સમય આવતાં સુભદ્રાએ ઈશ્વરની આરાધના કરી કે, `જો હું શુદ્ધ પતિવ્રતા હોઉં, તો મને આ કલંકથી મુક્ત કરો!' સુભદ્રા ખરેખર સતી હતા. આથી દેવો તરત જ પ્રસન્ન થયા અને કહ્યું કે, `હે સતી! તું જરાય દુઃખી થઈશ નહીં. તારું સતીત્વ અમર રહેશે!' આમ કહી દેવોએ તેમને અનેક રીતે દિલાસો આપ્યો અને તે ખરી પતિવ્રતા છે, એમ સર્વને ખાતરી કરી બતાવી.
 
***
 
ઉલ્લેખનીય છે કે આવા સતી સુભદ્રાને પેટે મહા પરાક્રમી ધીરવીર પુત્ર અભિમન્યુ જન્મ્યો હતો અને માતાના પેટમાંથી જ સાત કોઠા યુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અભિમન્યુ રણમાં મૃત્યુ પામ્યો ત્યારે સુભદ્રાનાં અપાર આક્રંદથી અર્જુનને મહાસૂર ઉત્પન્ન થયું હતું અને તેણે અભિમન્યુના મૃત્યુનું કારણ બનનાર જયદ્રથનો સૂરજ આથમે તે પહેલાં જ વધ કર્યો.
 
આમ, સુભદ્રા પ્રતિપ્રેમ, પુત્રપ્રેમ અને કુટુંબ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...