બેંગલુરૂમાં દેશની પહેલી હવામાં ઉડતી ટેક્સી આવી ગઈ છે! જાણો તેના વિશે!

તમને જણાવી દઈએ કે ૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ૧૪માં એયર ઇન્ડિયા - ૨૦૨૩નું ઉદધાટન કર્યુ હતું. આ શો ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ ૧૦૦ દેશોની ૭૦૦ રક્ષા કંપનીઓએ આમાં ભાગ લીધો છે.

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Aero-India 2023 electric air taxi
 
 

દેશની પહેલી ઇલેક્ટ્રીક્સ એયર ટેક્સી એટલે કે હવામાં ઉડતી ટેક્સી બજારમાં આવી ગઈ છે! Aero-India 2023 | Electric Air Taxi

 
Electric Air Taxi | બેંગલુરૂમાં ૧૪માં એયર ઇન્ડિયા શોનું આયોજન થયું છે અને અહીં વિશ્વના ૧૦૦ જેટલા દેશોની ૭૦૦ જેટલી રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીએ ભાગ લીધો છે. ભવિષ્યમાં કેવી ટેક્નોલોજી હશે, ભવિષ્યની દુનિયા કેવી હશે તે દર્શાવતા અનેક સાધનો તમને અહીં જોવા મળશે. આમાની એક છે એયર ટેક્સી…( Electric Air Texi ) આવો જાણીએ.
 
ભવિષ્યવાણી થઈ ગઈ છે કે થોડા વર્ષો પછી એવો સમય આવશે કે તમે તમારા ઘરના ધાબા પર કે બહાર મેદાનમાં ઉડતી કાર તમારા મોબાઈલના કોઇ એક એપથી મંગાવી શકશો જેમ આજે ઉબેર-ઓલા મંગાવો છો. આ કલ્પના નથી. દુબઈમાં તો ખૂબ ટૂંકા સમયમાં આવું થવા જઈ રહ્યું છે. અહીં એક ચોક્ક્સ શહેરમાં ખૂબ ટૂંક સમયમાં દુનિયાને ઉડતી ટેક્ક્ષીઓ જોવા મળશે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે દેશ-દુનિયામાં પણ આવું થઈ શકે છે. થોડો સમય લાગશે પણ આ દિશામાં કામ તો શરૂ થઈ ગયું છે. હાલ બેંગલુરૂમાં વાયુસેના પરિસરમાં એક “એયર ઇન્ડિયા” શોનું આયોજન થયું છે. અહીં પહેલી ઇલેકટ્રીક એયર ટેક્સી ( Electric Air Texi ) ને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ ખાસ પ્રકારની ખાસિયત ધરાવતી ટેક્સીની હાલ ટ્રાયલ ચાલુ છે. આશા છે કે વર્ષ ૨૦૨૫માં આ એયર ટેક્સી લોન્ચ કરવામાં આવે.
 

Aero-India 2023 electric air taxi 
 

દેશની પહેલી ઇલેકટ્ર્રીક એયર ટેક્સીની ખાસિયત | Electric Air Taxi

 
# આ એયર ટેક્સી ૧૬૦ કિલોમીટરની ઝડપે ૨૦૦ કિલોમીટર સુધી જઈ શકે છે
 
# આ ટેક્સી વર્ટિકલ એટલે ઉપરથી નીચે - નીચેથી ઉપર (ડ્રોનની જેમ) ખૂબ સરળતાથી ટેક ઑફ અને લેન્ડિગ કરી શકે છે. રન વેની જરૂર પડતી નથી.
 
# આ ટેક્સીમાં પાઈલોટ ઉપરાંત બીજા બે વ્યક્તિ (૨૦૦ કિલોગ્રામ સુધી) સવારી કરી શકે છે.
 
# એયર ટેક્સીની કિંમત કેટલી હશે તે હજુ જાહેર થઈ નથી. પણ હા તેનું ભાડું પણ સામાન્ય માણસને પોષાય એવું તો નહીં જ હોય...!
 

Aero-India 2023 jecpack suit 
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ એયર ઇન્ડિયા શોમાં એક સૂટ ( Jetpack Suit ) ને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. જેને પહેરીને એક વ્યક્તિ પણ ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે હવામાં ઉડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને તે સંપૂર્ણ સ્વદેશી છે.
 
તમને જણાવી દઈએ કે ૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ૧૪માં એયર ઇન્ડિયા - ૨૦૨૩નું ઉદધાટન કર્યુ હતું. આ શો ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ ૧૦૦ દેશોની ૭૦૦ રક્ષા કંપનીઓએ આમાં ભાગ લીધો છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...