ઇસરોએ વધુ એક કીર્તિ પોતાના નામે કરી છે. રિયુઝેબલ લૉન્ચિંગ વ્હીકલનું કર્યુ સફળ પરીક્ષણ

ઉલ્લેખનીય છે કે ઇસરો રિયુઝેબલ લોન્ચ વ્હીકલ પર ખૂબ લાંબા સમયથી કામ કરી રહ્યું છે. ૨ એપ્રિલે ઇસરો દ્વારા તૈયાર થયેલ આ પ્રકારના રોકેટનો એક સામાન્ય પરીક્ષણ હતું જેમાં તેને સફળતા મળી છે. હવે આ દિશામાં વધું મક્કમતાથી ઇસરો આગળ વધશે…

    ૦૩-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

isro reusable launching vehicle

ઇસરોએ દરેક ભારતીયને ગર્વ થાય એવું સફળ પરીક્ષણ કર્યુ છે…

રિયુઝેબલ લૉન્ચિંગ વ્હીકલનું સફળ લેન્ડિંગ કરાવીને ઇસરોએ વધુ એક સફળતા મેળવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ૨ એપ્રિલના રોજ RLV LEX એટલે કે રિયુઝેબલ લૉન્ચિંગ વ્હીકલ અટોનોમસ લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. લોન્ચ વ્હીકલને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નોમાં ઇસરો સફળ થયું છે.
 
સરળ ભાષામાં સમજો…
 
મોટાભાગે અંતરિક્ષ મિશનમાં બે વસ્તું ખૂબ સામાન્ય હોય છે. એક રોકેટ અને બીજી વસ્તું છે આ રોકેટ પર લગાવેલ ઉપગ્રહ, સ્પેસક્રાફ્ટ…રોકેટનું કામ હોય છે ઉપગ્રહને અંતરિક્ષ સુધી પહોંચાડવાનું. રોકેટ તેનું કામ પૂર્ણ કરે એટલે સામાન્ય રીતે તેને સમુદ્રમાં તોડી પાડવામાં આવે છે. આ પછી આ સમુદ્રમાં પડેલા રોકેટનો ઉપયોગ ફરીવાર થઈ શકતો નથી. એટલે કે રોકેટનો ઉપયોગ એક જ વાર કરવાનો. જેનો ખર્ચ પણ ખૂબ આવે. અંતરીક્ષ જગત સાથે જોડાયેલ દરેક દેશ માટે આ વાત ખૂબ પડકાર જનક હતી. રોકેટનો ખર્ચ ખૂબ થાય અને તેનો ઉપયોગ એક જ વાર થાય તે ચિંતાનો વિષય હતો અને તેમાથી જન્મ થાય છે રિયુઝેબલ રોકેટનો. વિચાર એવો હતો કે શું રોકેટનો ઉપયોગ વારંવાર ન થઈ શકે?
 

isro reusable launching vehicle  
 
રીયુઝેબલ રોકેટનો ઉદ્દેશ એક જ હતો કે રોકેટ ઉપગ્રહને અંતરીક્ષમાં છોડીને પછી પાછું ધરતી પર આવે અને તે રોકેટમાં ઇંધણ ભરવાથી તે રોકેટ પાછું ઉપયોગી થઈ શકે. ઉલ્લેખનીય વાત એ છે કે દુનિયાનો સૌથી ધનવાન એલન મસ્કની કંપની સ્પેસએક્સે સૌથી પહેલા વર્ષ ૨૦૧૧માં આ રિયૂઝેબલ રોકેટ પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. ૨૦૧૫માં મસ્કે “ફૉલ્કન ૯” રોકેટ તૈયાર કર્યુ છે. આ રોકેટ રિયૂઝેબલ છે. મસ્કની કંપનીની આ શોધથી સ્પેસ મિશન થોડું સસ્તું થયું. જોકે ઇસરો એ આ સંદર્ભે જે શોધ કરી છે તે એલન મસ્કની ટેક્નોલોજીથી તદ્દન અલગ છે…
 
હવે ઇસરોની પણ ટેક્નોલોજી સમજી લો…
 
ઇસરોની આ રિયૂઝેબલ લોન્ચ વ્હીકલ એલનની સ્પેસએક્સ ટેક્નોલોજી કરતા તદ્દન અલગ છે. મિશન દરમિયાન એલનનું “ફોલ્કન૯” રોકેટના નિચેના ભાગને જ રક્ષણ આપે છે જ્યારે ઇસરોનુ આ મિશન રોકેટના ઉપરના ભાગને રક્ષણ આપે છે. આ ભાગ વધુ જટીલ ગણાય છે. ઇસરોનું રોકેટ ઓટોનોમસ લેન્ડિંગ કરી શકે છે. એટલે કે સ્પેસમાં રોકેટનું કામ પૂર્ણ કર્યા પછી તે તેની જાતે લેન્ડિંગ કરી શેક છે.
 
ઉલ્લેખનીય છે કે ઇસરો રિયુઝેબલ લોન્ચ વ્હીકલ પર ખૂબ લાંબા સમયથી કામ કરી રહ્યું છે. ૨ એપ્રિલે ઇસરો દ્વારા તૈયાર થયેલ આ પ્રકારના રોકેટનો એક સામાન્ય પરીક્ષણ હતું જેમાં તેને સફળતા મળી છે. હવે આ દિશામાં વધું મક્કમતાથી ઇસરો આગળ વધશે…
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...