સમગ્ર સમાજનને ફાયદો થાય તે હેતુથી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કાર્ય કરે છે.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ હાપુડ (ઉત્તર પ્રદેશ)ખાતે યોજાઈ
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ મેરઠના હાપુડ ખાતે ૧૯,૨૦ અને ૨૧ ઓક્ટોબર દરમિયાન મળી જેમાં દેશના ૩૪ પ્રાંતોથી ૧૫૭ પ્રમુખ કાર્યકર્તાઓએ ભાગ લીધો.
આ બેઠકની શરૂઆત ૧૯ થી રાષ્ટ્રીય અભ્યાસ વર્ગથી થઈ ત્યારબાદ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદનો પ્રારંભ થયો ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતથી ૬ પ્રમુખ કાર્યકર્તાઓએ પરિષદમાં ભાગ લીધો. પરિષદમાં આગામી વર્ષમાં કયા વિષયો પર રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવું તે માટેની ચર્ચા થઈ અન્ય વિષયો જેવા કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, ઓનલાઈન ગેમ અને કુટુંબ પ્રબોધન પર રાષ્ટ્રીય સ્તરે કામ કરવાનું આયોજન થયું હતું.
બેઠક દરમિયાન અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સહ સચિવ જયંત કથીરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે કાર્યકર્તાઓના અભ્યાસ માટે તેમના પ્રશિક્ષણ માટે વર્ષમાં બે વાર અખિલ ભારતીય કાર્યકારી પરિષદનું આયોજન થયું હોય છે. કાર્યકારી પરિષદમાં પ્રશિક્ષણની સાથે આગામી સમયમાં કયા કાર્ય કરાશે ઉપરાંત અનેક વિષય પર વિચાર-વિમર્શ પણ કરવામામ આવ્યો છે. સમગ્ર સમાજનને ફાયદો થાય તે હેતુથી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કાર્ય કરે છે. આ બેઠકના માધ્યમથી સમાજને અને ગ્રાહકને એક જ સંદેશ છે કે જરૂર હોય એટલી જ ખરીદી કરો, ભ્રામક જાહેરાતમાં ન ફસાવ, જાગૃત બનો.
નવી જવાબદારી…
કાર્યકારી પરિષદમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતની ટીમની પણ ઘોષણા કરવામાં આવી.જે અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે શ્રી નારણભાઈ મોરડીયા (ધંધુકા), ઉપાધ્યક્ષ તરીકે શ્રી રાજુભાઈ રાવલ(જૂનાગઢ) અને શ્રી ભરતભાઈ કોરાટ(જૂનાગઢ),સંગઠન મંત્રી તરીકે શ્રીમતી સીમાબેન મહેતા(રાજકોટ) અને સચિવ તરીકે શ્રી અભયભાઈ શાહ(રાજકોટ) નામની ઘોષણા કરવામાં આવી. ગુજરાત પ્રાંતમાં સચિવના પદ પર શ્રી પરેશભાઈ પ્રજાપતિ (વલ્લભ વિદ્યાનગર) ના નામની ઘોષણા કરવામાં આવી.