વંદે માતરમના 150 વર્ષ: સંસદમાં PM મોદીના સંબોધનની 14 અગત્યની વાતો જે દરેક ભારતીયે જાણવી જોઈએ

વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવા પર સંસદમાં આ સંદર્ભે ચર્ચા થઈ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીથી લઈને કટોકટી સુધીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે

    ૦૮-ડિસેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

vande-mataram-150-years-pm-modi-top-14-key-points-
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વંદે માતરમ’ સંબોધનની ૧૪ મોટી બાબતો જે દરેક ભારતીયે જાણવી જોઈએ...
 
 
વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવા પર સંસદમાં આ સંદર્ભે ચર્ચા થઈ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીથી લઈને કટોકટી સુધીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વંદે માતરમના ટુકડા કરવાનો નિર્ણય કોંગ્રેસની ઢીલી નીતિનું પરિણામ હતું. મુસ્લિમ લીગના દબાણમાં કરાયેલો નિર્યણ હતો… વાંચો પીએમ મોદીના સંબોધનની ૧૪ મોટી બાબતો….
 
 
૧. વંદે માતરમની ૧૫૦ વર્ષની યાત્રા ઘણા મહત્વપૂર્ણ તબક્કાઓમાંથી પસાર થઈ.
 
૨. વંદે માતરમે હંમેશા દેશવાસીઓને આઝાદીની ઊર્જા આપી છે. ૧૫૦ વર્ષ પૂરા થવા પર આ આપણા ગૌરવ અને ઇતિહાસને યાદ કરવાનો અવસર છે.
 
૩. વંદે માતરમ માત્ર સંઘર્ષનો મંત્ર ન હતો, તે માતૃભૂમિને આઝાદ કરાવવાની પવિત્ર લડાઈનું પ્રતીક હતું.
 
૪. બંકિમચંદ્રએ વંદે માતરમના માધ્યમથી દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો.
 
૫. અંગ્રેજોએ ૧૯૦૫માં બંગાળના ભાગલા પાડ્યા, પરંતુ વંદે માતરમ ગલીએ-ગલીએ ગુંજતું રહ્યું. આ ગીત અંગ્રેજો માટે પડકાર અને દેશવાસીઓ માટે શક્તિ બની ગયું.
 
૬. અંગ્રેજો સમજી ગયા હતા કે ભારતમાં લાંબા સમય સુધી ટકી રહેવું તેમના માટે મુશ્કેલ હશે, તેથી ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવીને તેમણે લોકોને અંદરોઅંદર લડાવવાનો પ્રયાસ કર્યો.
 
૭. આપણા સ્વાતંત્ર્ય આંદોલનમાં સેંકડો મહિલાઓએ નેતૃત્વ અને યોગદાન આપ્યું, બારિસાલની વીરાંગના સરોજિની બોઝે વંદે માતરમ માટે પોતાની બંગડીઓ ન પહેરવાનો સંકલ્પ લીધો.
 
૮. બાળકો પણ કોરડાની સજા સહન કરીને પ્રભાતફેરીઓમાં વંદે માતરમનો નારો લગાવતા હતા.
 
૯. મેડમ ભીખાઈજી કામાએ પેરિસમાં અખબાર શરૂ કર્યું અને તેનું નામ ‘વંદે માતરમ’ રાખ્યું.
 
૧૦. ૧૯૦૭માં વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈના સ્વદેશી જહાજ પર પણ ‘વંદે માતરમ’ લખવામાં આવ્યું.
 
૧૧. ૧૯૩૭માં મુસ્લિમ લીગની વિરોધની રાજનીતિ તેજ બની ગઈ હતી. ૫ ઓક્ટોબરે મોહમ્મદ અલી ઝીણાએ લખનઉથી વંદે માતરમના વિરોધમાં નારો બુલંદ કર્યો.
 
૧૨. નેહરુએ મુસ્લિમ લીગના નિવેદનોનો જવાબ આપવાને બદલે વંદે માતરમની તપાસ શરૂ કરી. ઝીણાના વિરોધના પાંચ દિવસ પછી, ૨૦ ઓક્ટોબરે નેહરુએ સુભાષચંદ્ર બોઝને પત્ર લખ્યો. નેહરુએ સ્વીકાર્યું કે ‘આનંદમઠ’ જેવી પૃષ્ઠભૂમિ કેટલાક મુસ્લિમોને પરેશાન કરી શકે છે. કોંગ્રેસે કોલકાતામાં બેઠક યોજીને વંદે માતરમ પર સમીક્ષા કરવાની જાહેરાત કરી. દેશભક્તોએ વિરોધ કર્યો અને પ્રભાતફેરીઓ કાઢી. ૨૬ ઓક્ટોબરે કોંગ્રેસે વંદે માતરમના કેટલાક અંશો હટાવી દીધા. આને સદભાવનાનું કામ ગણાવવામાં આવ્યું, પરંતુ વાસ્તવિકતામાં તે મુસ્લિમ લીગના દબાણમાં ઝૂકવાનો સંકેત હતો.
 
૧૩. વંદે માતરમના ટુકડા કરવાનો નિર્ણય કોંગ્રેસની ઢીલી નીતિનું પ્રતીક બની ગયો. આ તુષ્ટિકરણને કારણે ધીરે-ધીરે રાજકીય નબળાઈઓ અને સમાધાનોનો પાયો નંખાયો. આ નબળાઈઓ છેવટે ભારતના ભાગલામાં પણ જોવા મળી. આજે પણ કેટલાક લોકો વંદે માતરમને લઈને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરે છે.
 
૧૪.  વંદે માતરમ પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ દરેક ભારતીયનો સંકલ્પ બની ગયું, આ ગીત દેશભક્તિ, સાહસ અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...