રાજકીય એજન્ડા માટે આટલું નીચે ન પડો: મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ મુદ્દે DMK સરકારની મેલી મુરાદ ખુલ્લી પાડી

કાર્તિગઈ દીપમ એક પ્રાચીન હિન્દુ તહેવાર છે જે તમિલ મહિના "કાર્તિગઈ"ની પૂનમના દિવસે મનાવવામાં આવે છે, જેને ભગવાન મુરુગનના જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    ૦૭-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Madras HC to DMK: Don

સ્ટાલિન સરકારને હાઈકોર્ટની લપડાક: રાજકીય એજન્ડા માટે આટલા નીચા ન પડો, કાર્તિગઈ દીપમ પર ઐતિહાસિક ચુકાદો

તામિલનાડુની ધરતી ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ત્યાંની સત્તાધારી DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ) સરકાર પર હિન્દુ વિરોધી માનસિકતાના આરોપો લાગતા રહ્યા છે. તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ‘કાર્તિગઈ દીપમ’ પ્રગટાવવાના મુદ્દે જે ચુકાદો આપ્યો છે, તે માત્ર એક ધાર્મિક પરંપરાની જીત નથી, પરંતુ વોટબેંકની રાજનીતિ કરતી સરકાર માટે જોરદાર લપડાક છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, રાજકીય એજન્ડા પૂરો કરવા માટે કોઈ પણ સરકારે આ સ્તર સુધી ન પડવું જોઈએ.
 
શું હતી ઘટના?
 
મદુરાઈ પાસે આવેલી પવિત્ર તિરુપરનકુન્દ્રમ પહાડી હિન્દુઓ માટે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે ત્યાં અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી (ભગવાન કાર્તિકેય)નું મંદિર આવેલું છે. આ પહાડીની એક ચોટી પર ‘દીપથૂન’ નામનો પથ્થરનો સ્તંભ છે, જ્યાં પરંપરાગત રીતે કાર્તિગઈ દીપમ પ્રગટાવવામાં આવે છે. વિવાદ ત્યારે સર્જાયો જ્યારે આ જ પહાડી પર આવેલી સિકંદર બાદુશા દરગાહ અને વક્ફ બોર્ડે આ સ્તંભ પર પોતાનો દાવો કર્યો.
 
કાર્તિગઈ દીપમ એક પ્રાચીન હિન્દુ તહેવાર છે જે તમિલ મહિના 'કાર્તિગઈ'ની પૂનમના દિવસે મનાવવામાં આવે છે, જેને ભગવાન મુરુગનના જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. થિરુપ્પરનકુન્દ્રમનું સુબ્રમણ્યસ્વામી મંદિર, જે મુરુગનના છ પવિત્ર મંદિરોમાંનું એક છે, તે સદીઓથી આ તહેવારનું કેન્દ્ર રહ્યું છે. એ જ રીતે, ડિંડીગુલના પેરુમલ કોવિલપટ્ટીમાં માંડુ કોવિલમાં હિન્દુ લઘુમતી સમુદાયને આ તહેવાર મનાવવાનો અધિકાર છે. પરંતુ 3 ડિસેમ્બરે જ્યારે દીપ પ્રગટાવવાનો સમય આવ્યો, ત્યારે ત્યાં દીવો પ્રગટાવવામાં ન આવ્યો. વિરોધ થતા પોલીસે પણ ભક્તો પર લાઠીચાર્જ કર્યો. ઉચ્ચ ન્યાયાલયનો આદેશ હોવા છતાં ઉત્સવ ન મનાવવા દેવાનું કારણ સ્પષ્ટ છે - DMKની કટ્ટર હિન્દુ-વિરોધી માનસિકતા…
 
DMK સરકારે આ વિવાદમાં મધ્યસ્થી કરવાને બદલે પક્ષપાતી વલણ અપનાવ્યું. સરકારે ‘જાહેર શાંતિ ભંગ’ થવાની અને ‘કાયદો અને વ્યવસ્થા’ બગડવાની બીક બતાવીને દીવો પ્રગટાવવા પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો. સિંગલ જજની બેન્ચે જ્યારે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી, ત્યારે પણ સરકારે તે આદેશનું ઉલ્લંઘન કર્યું, જેના કારણે મામલો ફરી કોર્ટમાં પહોંચ્યો.
 
કોર્ટની ફટકાર:
 
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સરકારની દલીલોને સાંભળીને અત્યંત આકરા પ્રહારો કર્યા. કોર્ટે કહ્યું કે સરકારનો એવો તર્ક કે ‘મંદિર પરિસરમાં દીવો પ્રગટાવવાથી જાહેર શાંતિ જોખમાશે’, તે તદ્દન ‘હાસ્યાસ્પદ અને અવિશ્વસનીય’ છે. હકીકતમાં, શાંતિ ભંગ થવાની આશંકા એ સરકાર દ્વારા ઉપજાવી કાઢેલી એક ‘મનગઢંત વાર્તા’ છે. કોર્ટે અવલોકન કર્યું કે સરકારના આવા વલણને કારણે જ બે સમુદાયો વચ્ચે અવિશ્વાસ વધે છે. કોર્ટે વક્ફ બોર્ડના દાવાને પણ ફગાવી દીધો અને સ્પષ્ટ કર્યું કે ‘દીપથૂન’ એ દેવસ્થાનમની મિલકત છે. કોર્ટે સવાલ કર્યો કે જો સદીઓથી ચાલી આવતી આ પરંપરાથી કોઈને તકલીફ નહોતી, તો અચાનક સરકારને આમાં જોખમ કેમ દેખાવા લાગ્યું?
 

kartigey-1764923554.gif 
 
પોતાના ચુકાદામાં કોર્ટે ધાર્મિક પરંપરાઓના તર્ક પર પણ ભાર મૂક્યો. હાઈકોર્ટે સમજાવ્યું કે પહાડીના ઊંચા સ્થાન પર દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે પહાડીની તળેટીમાં રહેતા હજારો હિન્દુ શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી જ દીપના દર્શન કરી શકે અને પૂજા કરી શકે. આ એક પવિત્ર પરંપરા છે. જ્યારે મંદિર વ્યવસ્થાપન પાસે શ્રદ્ધાળુઓની આ વિનંતી સ્વીકારવાનું કોઈ કારણ નથી, ત્યારે સરકારે તેમાં દખલગીરી ન કરવી જોઈએ.
 
DMKની નકારાત્મક રાજનીતિ અને સામાજિક વિભાજન આ ઘટના DMK સરકારની ‘હિન્દુ વિરોધી’ છબીને વધુ પુખ્ત કરે છે. સોર્સ મુજબ, સ્ટાલિન સરકાર અવારનવાર હિન્દુ તહેવારો અને પરંપરાઓમાં અડચણો ઊભી કરતી આવી છે. સાર્વજનિક શાંતિના બહાને બહુમતી સમાજની આસ્થાને દબાવવી એ લોકશાહીમાં અસ્વીકાર્ય છે. કોર્ટે સખત શબ્દોમાં ટકોર કરી છે કે સરકારોએ રાજકીય ફાયદા માટે આટલી હદે નીચે ન પડવું જોઈએ કે જેનાથી વર્ષો જૂની ભાઈચારાની ભાવના જોખમાય.
જસ્ટિસ જી.આર. સ્વામીનાથને અગાઉ પણ કહ્યું હતું કે આનાથી દરગાહના અધિકારો પર કોઈ અસર પડતી નથી. તેમ છતાં, તામિલનાડુ પોલીસ અને વહીવટીતંત્રે દીવો ન પ્રગટાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર કોઈ એક ખાસ વર્ગના તુષ્ટિકરણ માટે બહુમતી સમાજના હકોનું હનન કરી રહી હતી.
 
અને છેલ્લે…
 
મદ્રાસ હાઈકોર્ટનો આ નિર્ણય એ પક્ષપાતી રાજનીતિના મોઢા પર લપડાક છે. સરકારનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ તેના નામે ધાર્મિક સ્વતંત્રતાને છીનવી લેવાનું નથી. DMK સરકારે કોર્ટની આ ટિપ્પણીમાંથી બોધપાઠ લેવો જોઈએ કે રાજકીય એજન્ડા પૂરો કરવા માટે પવિત્ર પરંપરાઓમાં અડચણ ઊભી ન કરવી જોઇએ…
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...