પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે PM મોદીનું લોકસભામાં સંબોધન: ૬ મુદ્દામાં સમજો દેશની સ્થિતિ

૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના સંઘર્ષ અને ભારત પર તેની અસરો અંગે ઉદ્‍બોધન આપ્યુ હતું. મિડિલ ઈસ્ટના સંઘર્ષની જ્વાળાઓ જ્યારે વિશ્વ અર્થતંત્રને સ્પર્શી રહી છે, ત્યારે...

    ૨૩-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

modi in loksabha
 
 
૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના સંઘર્ષ અને ભારત પર તેની અસરો અંગે ઉદ્‍બોધન આપ્યુ હતું. મિડિલ ઈસ્ટના સંઘર્ષની જ્વાળાઓ જ્યારે વિશ્વ અર્થતંત્રને સ્પર્શી રહી છે, ત્યારે પીએમ મોદીના આ ઉદ્‍બોધને ભારતની ઊર્જા સુરક્ષા, ૧ કરોડ ભારતીયોની સલામતી અને ભાવિ પડકારોનો સામનો કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. આ લેખમાં સમજીએ સંસદમાં રજૂ થયેલા એ ૬ મુખ્ય મુદ્દાઓ જે દેશની વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે.
 
પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
 
૧. સંકટની ગંભીરતા અને ભારતની ચિંતા
 
  • પશ્ચિમ એશિયામાં છેલ્લા ૩ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વ અર્થતંત્ર પર વિપરીત અસર પડી છે.
  • ખાડી દેશોમાં આશરે ૧ કરોડ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
  • કોમર્શિયલ શિપિંગ (વેપારી જહાજો) માં પણ ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા મોટી હોવાથી ભારતની ચિંતા સ્વાભાવિક છે.
 
૨. ભારતીયોનું સુરક્ષિત સ્થળાંતર અને સહાય
 
  • યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ૩.૭૫ લાખથી વધુ ભારતીયો સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
  • ઈરાનથી ૧૦૦૦ ભારતીયો (જેમાં ૭૦૦ મેડિકલ વિદ્યાર્થીઓ છે) પાછા આવ્યા છે.
  • સીબીએસઈ (CBSE) એ ખાડી દેશોની ભારતીય શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ રદ કરીને બાળકોના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
 
૩. ઊર્જા સુરક્ષા (Energy Security) અને રણનીતિ
 
ડાયવર્સિફિકેશન: ભારતે છેલ્લા ૧૧ વર્ષમાં તેલ આયાત કરતા દેશોની સંખ્યા ૨૭ થી વધારીને ૪૧ કરી છે, જેથી કોઈ એક વિસ્તાર પર નિર્ભરતા ન રહે.
 
વ્યૂહાત્મક ભંડાર (SPR): ભારત પાસે અત્યારે ૫૩ લાખ મેટ્રિક ટન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને વધારાના ૬૫ લાખ મેટ્રિક ટન પર કામ ચાલી રહ્યું છે.
 
એથેનોલ બ્લેન્ડિંગ: પેટ્રોલમાં એથેનોલનું મિશ્રણ ૧.૫% થી વધારીને ૨૦% ની નજીક પહોંચાડ્યું છે, જેનાથી દર વર્ષે ૪.૫ કરોડ બેરલ તેલની આયાત ઘટી છે.
 
૪. ખેડૂતો અને ખાદ્ય સુરક્ષા
 
  • સરકારે ખાતરમાં આત્મનિર્ભરતા માટે ૧૦ વર્ષમાં ૬ યુરિયા પ્લાન્ટ શરૂ કર્યા છે.
  • વૈશ્વિક બજારમાં યૂરીયાના ભાવ વધવા છતાં ભારતીય ખેડૂતોને રૂ. ૩૦૦ થી ઓછી કિંમતે બોરી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.
  • પીએમ કુસુમ યોજના હેઠળ ૨૨ લાખ સોલર પંપ આપીને ખેડૂતોની ડીઝલ પરની નિર્ભરતા ઘટાડી છે.

India 
 
 
૫. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈકલ્પિક ઉર્જા
 
  • - રેલ્વેના વીજળીકરણને કારણે વાર્ષિક ૧૮૦ કરોડ લિટર ડીઝલની બચત થઈ રહી છે.
  • - દેશમાં મેટ્રો નેટવર્ક ૨૫૦ કિમીથી વધારીને ૧૧૦૦ કિમી કરવામાં આવ્યું છે.
  • - પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) ની ક્ષમતા ૨૫૦ ગીગાવોટ ને પાર કરી ગઈ છે.
 
૬. રાજદ્વારી અભિગમ (Diplomacy)
 
  • - ભારતનું વલણ સ્પષ્ટ છે: 'વાતચીત અને કૂટનીતિ' (Dialogue and Diplomacy) જ એકમાત્ર ઉકેલ છે 
  • - સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં અવરોધ ભારતને સ્વીકાર્ય નથી.
  • - નાગરિકો અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓનો ભારતે વિરોધ કર્યો છે.
 
પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર પશ્ચિમ એશિયાના સંકટ સામે સંવેદનશીલ અને સતર્ક છે. ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની રણનીતિ દ્વારા ભારત પોતાની ઊર્જા અને આર્થિક સુરક્ષા જાળવી રાખવા કટિબદ્ધ છે. તેમણે દેશવાસીઓને એકજૂથ રહેવા અને અફવાઓથી સાવધ રહેવા અપીલ કરી, સાથે જ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક પગલાં લેવા સૂચના આપી છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...