કેનેડામાં અભ્યાસ માટે ભારતીયોને કેટલા દિવસમાં સ્ટુડન્ટ વિઝા મળશે ?

    ૨૩-જુલાઇ-૨૦૧૮   
 
 
 
૧. કયા દેશમાં ૨૮ વર્ષ બાદ મહિલાઓને ગાડી ચલાવવાની આઝાદી મળી ?
 
(એ) અફઘાનિસ્તાન  (બી) તુર્કી
(સી) સાઉદી અરબ    (ડી) ઇરાક
 
૨. માત્ર ૧૨ વર્ષ, ૧૦ મહિના અને ૧૩ દિવસની ઉંમરે પ્રજ્ઞાનંદ ભારતનો પ્રથમ અને વિશ્ર્વનો દ્વિતીય ક્રમનો કઈ રમતનો વર્લ્ડ રેકોર્ડ ખેલાડી બન્યો છે ?
 
(એ) સ્વિમિંગ (બી) શૂટિંગ
(સી) ક્રિકેટ (ડી) ચેસ
  
૩. સાઉદી અરબની અસીલ-અલ-અહેમદ મહિલા કયા ફેડરેશનની પ્રથમ મહિલા સભ્ય છે ?
 
(એ) ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ
(બી) ઓલિમ્પિક કમિટી
(સી) એક્વેસ્ટ્રીયન
(ડી) વર્લ્ડ બોક્સિગં
 
૪. અમદાવાદની એલવેનિલ વેલારિવએ કઈ રમતના વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ?
 
(એ) સ્કેટિંગ (બી) ટેબલ-ટેનિસ
(સી) શૂટિંગ (ડી) ચેસ
 
૫. રેસેપ તૈયપ એર્દોગા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે પુન: ચૂંટાયા ?
 
(એ) તુર્કી (બી) ગ્રીસ
(સી) બલ્ગેરિયા (ડી) અઝર બૈઝાન
 
૬. કેનેડામાં અભ્યાસ માટે ભારતીયોને કેટલા દિવસમાં સ્ટુડન્ટ વિઝા મળશે ?
 
(એ) ૬૦ (બી) ૪૫
(સી) ૫૦ (ડી) ૫૫
 
૭. અલ્ડાબ્રા કાચબા ભેટમાં આપવા એ કયા દેશની ડિપ્લોમસીનો ભાગ છે ?
 
(એ) મોરેશિયસ (બી) માડાગાસ્કર
(સી) સેશલ્સ (ડી) માલદીવ
 
૮. અમદાવાદની ઇવાના પટેલે કઈ રમતની નેશનલ અન્ડર-૧૩ ઓપનમાં ચેમ્પિયનશિપ જીતી છે ?
 
(એ) ટેનિસ (બી) ગોલ્ફ
(સી) બેડમિન્ટન (ડી) ચેસ
 
૯. દેશમાં સૌપ્રથમ વાર કયા એરપોર્ટ પર એશિયાટિક સિંહો સાથે જંગલની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે?
 
(એ) ભોપાલ (બી) અમદાવાદ
(સી) જયપુર (ડી) કોલકાતા
 
૧૦. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જીવનઝાંખી મેળવવા અમદાવાદ એરપોર્ટ પર શું મૂકવામાં આવ્યું છે ?
 
(એ) પેઇન્ટિંગ (બી) પુસ્તકો
(સી) હોર્ડિંગ્સ (ડી) ઈ-ક્લોક
 
૧૧. દેશની પ્રથમ ફ્લાઈટ કરાંચીથી મુંબઈ વાયા અમદાવાદ ક્યારે લઈ જવાઈ હતી ?
 
(એ) ઓક્ટોબર-૧૯૩૨ (બી) ઑગસ્ટ-૧૯૪૭
(સી) જાન્યુઆરી-૧૯૫૦ (ડી) માર્ચ-૧૯૨૭
 
૧૨. કયા દેશની યુવા ફૂટબોલ ટીમ પૂરમાં ફસાયા બાદ ગુફામાં ફસાઈ ગઈ ?
 
(એ) ઇન્ડોનેશિયા (બી) સ્પેન
(સી) થાઈલેન્ડ (ડી) ફ્રાન્સ
 
૧૩. દુનિયાની સૌથી વધુ મેદસ્વી મહિલા રિગન ચેસ્ટને શેમાં રેકોર્ડ કર્યો છે ?
 
(એ) સ્કાય ડાઇવિંગ (બી) માઉન્ટેનિયરિંગ
(સી) મેરેથોન (ડી) સાઈકલીંગ
 
૧૪. ઇન્ટરનેટ કેટલા વર્ષનું થયું ?
 
(એ) ૩૫ (બી) ૩૦
(સી) ૨૫ (ડી) ૩૭
 
૧૫. ફીફા વર્લ્ડ કપમાં કઈ ટીમ વિજેતા બની ?
 
(એ) ક્રોશિયા (બી) ફ્રાન્સ
(સી) જર્મની (ડી) ઉરુગ્વે
 
૧૬. દેશનો સૌ પ્રથમ લાંબો, ઊંચો અને ઝડપી રાઈડ્સ ધરાવતો એમ્યુઝમેન્ટ થીમ પાર્ક કયો છે ?
 
(એ) એસેલ વર્લ્ડ (બી) ડ્રીમલેન્ડ પાર્ક
(સી) ઇમેજીકા (ડી) અપ્પુઘર
 
૧૭. વિશ્ર્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે ?
 
(એ) લંડન (બી) બૈજીંગ
(સી) પેરિસ (ડી) એટલાન્ટા
 
૧૮. ઘણી ભાષાઓમાં રિલિઝ થનારી ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઑફ ઝાંસી’ ફિલ્મની સ્ટાર અભિનેત્રી કોણ છે ?
 
(એ) દીપિકા પાદુકોણ (બી) કંગના રાણાવત
(સી) પ્રિયંકા ચોપરા (ડી) કેટરિના કૈફ
 
૧૯. દેશના એક માત્ર કયા શહેરમાં મેટ્રો, જે રેલવે લાઇનની સમાંતર દોડશે ?
 
(એ) નોઇડા (બી) આગ્રા
(સી) અમદાવાદ (ડી) હૈદ્રાબાદ
 
૨૦. આધારના નવા વર્ચ્યુઅલ આઈ.ડી.ના કેટલા ડિજિટ નંબર હશે ?
 
(એ) ૧૨ (બી) ૧૪
(સી) ૧૦ (ડી) ૧૬
 
જવાબ : (૧) સી, (૨) ડી, (૩) એ, (૪) સી, (૫) એ, (૬) બી, (૭) સી, (૮) ડી, (૯) બી, (૧૦) ડી, (૧૧) એ, (૧૨) સી, (૧૩) સી, (૧૪) બી, (૧૫) બી, (૧૬) સી, (૧૭) ડી, (૧૮) બી, (૧૯) સી, (૨૦) ડી.