માતા ૩ બાળકોને સાચવી શકે પણ ત્રણ બાળકો એક માને સાચવવા તૈયાર નથી

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
જન્મદાતા આપણા મા-બાપ છે. તેમણે આપણને સુંદર સંસ્કાર પણ આપ્યા છે, માટે જ આપણે જુગારી, ખૂની, વ્યસની કે વ્યભિચારી નથી થયા. એબોર્શન અને અનાથાશ્રમના આજના કાળમાં આપણો જન્મ થયો એ જ આશ્ચર્ય છે. આવા ઉપકારી મા-બાપની આંતરડી બળવાનું કામ આપણાથી કરાય જ નહીં. આજનાં ઘરડાઘરો એ સમાજનું કલંક છે. માતા એક સાથે ૩ બાળકોને સાચવી શકે, પણ ત્રણ બાળકો એક માને સાચવવા તૈયાર નથી. જૈન શ્રાવકોનું જીવન એટલું ઉમદા અને ઔચિત્ય સભર હોય છે કે એની સાથે સહુ કોઈને મૈત્રી કરવાની ઇચ્છા થઈ જતી હોઈ છે. કારણ શ્રાવકોનું જીવન પરાર્થની સુવાસથી મધમધતું હોય છે. આપણે સૌ આવા ઉત્તમ શ્રાવક બનવા પ્રયત્ન કરીએ.
 
- આચાર્ય મહાબોધિસૂરિશ્વરજી મ.સા.