નરેન્દ્ર મોદી અને જિનપિંગે જે મહાકાય પથ્થર નીચે ફોટો પડાવ્યો તે પથ્થરનું રહસ્ય જાણવા જેવું છે

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
ભારત અને ચીનના સંબંધ મજબૂત કરવા બન્ને દેશો દ્વારા પહેલ થઈ રહી છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા પણ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિનપિંગનું ભવ્ય સ્વાગત પણ કર્યું. એશિયાના આ બે મોટા દેશોના વાડાઓની મુલાકાત તમિલનાડુના મમલ્લાપુરમમાં થઈ. આ એજ જગ્યા છે જે મહાબલીપુરમ તરીકે ઓળખાય છે.
 
આ બન્ને નેતાઓની મુલાકાતના જે ફોટા બહાર આવ્યા તે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. એમાય એક ખૂબ મોટા પથ્થરની નીચે આ બન્ને નેતા ઉભા છે. આ ફોટો ખૂબ વાઈરલ થયો છે. આ પથ્થરને ધ્યાનથી જુવો તો લાગે કે હમણા જ તે ગગડવા લાગશે. તે એક તરફ જુકેલો પથ્થર છે. તમને જણાવી દઈએ કે આ જે પથ્થર છે તે સાધરણ પથ્થર નથી. આ એક ઐતિહાસિક પથ્થર છે. આ પથ્થર સાથે અનેક વાતો સંકળાયેલી છે. આ વાતો કઈ છે આવો જાણીએ…..
 

 
 
૪૫ ડિગ્રી નીચેની તરફ જુકેલો આ પથ્થર ખતરનાક ઢાળ ઉપર સ્થિત છે. જેને “કૃષ્ણ બટર બોલ” તરીકે ઓળખવામાં આવે છે. આ પથ્થરને લોકો ભગવાનનો પથ્થર પણ કહે છે. આ પથ્થરની ઊંચાઈ ૨૦ ફૂટ છે અને પહોંળાઈ ૫ મીટર (16.4 ફૂટ)ની છે. આ પથ્થરનું વજન લગભગ ૨૫૦ ટન જેટલું છે.
 

 
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ પથ્થર જે રીતે એક ટેકરી પર ૪૫ ડિગ્રી પર જુકેલો ઊભો છે તે જોઇને લાગે કે આ ભારી ભરકમ પથ્થર ગમે ત્યારે ગગડી શકે છે. પણ હકિકત એ છે કે છેલ્લા ૧૩૦૦ વર્ષથી આ પથ્થર આ જગ્યાએ હલ્યા વગર ઉભો છે. સુનામી, ભૂંકપ, વાવાઝોડું પણ આ પથ્થરને હલાવી શક્યા નથી.
 
એવું કહેવાય છે કે સન ૬૩૦ થી ૬૬૮ દરમિયાન દક્ષિણ ભારત પર રાજ કરનારા પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મને આ પથ્થરને હટાવવાની ખૂબ કોશિશ કરી હતી. રાજાનું માનવું હતું કે આ પથ્થર સ્વર્ગમાંથી અહીં પડ્યો છે માટે જ કોઇ પણ મૂર્તિકાર આ પથ્થર સાથે છેડછાડ ન કરી શક્યો.
 
વર્ષ ૧૯૦૮ દરમિયાન અંગ્રેજોએ પણ આ પથ્થરને હટાવવાની કોશિશ કરી હતી. અંગ્રેજોને ડર હતો કે આ વિશાળ પથ્થર જો અહીંથી પડશે તો આજુ બાજુના વિસ્તાર પર ફરી વળશે. આથી તે સમયના ગર્વનરે આ પથ્થરને હટાવવા સાત હાથીઓની મદદ લીધી હતી. પણ તેમ છતા આ પથ્થર થોડો પણ હલ્યો ન હતો.
 

 
 
જાણકારોનું માનવું છે કે આ પથ્થર પર ગુરૂત્વકર્ષણબળની અસર થતી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે આ પથ્થર ખુદ મહાબલીપુરમએ અહીં મુક્યો હતો. આ સ્વર્ગમાંથી લાવવામાં આવેલો પથ્થર છે.
 
ભૂ- વિજ્ઞાનીઓનું માનવું છે કે ધરતી પર પ્રાકૃતિક પરિવર્તનના કારણે આ અસામાન્ય આકારના પથ્થરનો જન્મ થયો છે. હાલ તો એ સાબિત થયું નથી કે આ ૨૫૦ ટનનો વજનદાર પથ્થર અહીં આ રીતે કેમ ટકી શક્યો છે. એટલે કે આ ઐતિહાસિક પથ્થરનું રહસ્ય આજે પણ એક અંકબંધ છે…
કુલ દૃશ્યો |