પ.પૂ. સરસંઘચાલક ડો. શ્રી મોનહજી ભાગવતના વિજયાદશમી ઉત્સવ 2019ના અવસરે આપવામાં આવેલા ઉદબોધનનો સારાંશ

    ૦૯-ઓક્ટોબર-૨૦૧૯   

 
 
આદરણીય પ્રમુખ અતિથિ મહોદય,
 
આ ઉત્સવને દેખવા માટે વિશેષ રુપથી અહીં પધારેલા નિમંત્રિત અતિથિ ગણ, શ્રધ્ધેય સંત વૃંદ, મા. સંઘચાલક ગણ, સંઘના બધાં જ માનનીય અધિકારીગણ, માતા ભગિની, નાગરિક સજ્જન અને આત્મીય સ્વયંસેવક બંધુ.
 
આ વિજયાદશમી પહેલાં વીતેલા વર્ષભરનો કાળખંડ શ્રી ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ વર્ષના રુપમાં તથા સ્વર્ગીય મહાત્મા ગાંધીના જન્મ પછીના દોઢસો વર્ષના રુપમાં વિશેષ રહ્યો. આ ઉપલક્ષ્યમાં કરવામાં આવનારા કાર્યક્રમ હજુ આગળ થોડો સમય, એની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલશે. આ બધા વચ્ચે 10 નવેમ્બરના રોજ સ્વર્ગીય દત્તોપંત જી ઠેંગડીનું પણ શતાબ્દિ વર્ષ શરુ થનાર છે. પરંતુ વીતેલા વર્ષમાં બનેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓએ, એને આપણા માટે વધુ સ્મરણીય બનાવી દીધું.
 

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું પરિણામ । સરકારના કામની સ્વીકૃતિ અને અપેક્ષા

 
મે મહિનામાં લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું. આ ચૂંટણી તરફ સંપૂર્ણ વિશ્વનું ધ્યાન આકર્ષિત થયેલું હતું. ભારત જેવા વિવિધતાઓથી ભરેલા દેશમાં, ચૂંટણીનું આ કાર્ય સમયસર અને વ્યવસ્થિત કેવી રીતે સંપન્ન થાય છે, એ જોવું દુનિયા માટે આકર્ષણનો પહેલો વિષય હતો. આમ પણ 2014માં આવેલું પરિવર્તન માત્ર 2014ના પહેલાની સરકાર પ્રત્યે મોહભંગમાંથી ઉત્પન્ન થયેલી એક નકારાત્મક રાજનૈતિક લહેરનું પરિણામ હતી, અથવા વિશિષ્ટ દિશામાં જવા માટે જનાતએ પોતાનું મન બનાવી લીધું છે, એ 2019ની ચૂંટણીમાં દેખાવાનું હતું. વિશ્વનું ધ્યાન એ તરફ પણ હતું. જનતાએ પોતાનો દ્રઢ નિર્ધાર પ્રગટ કર્યો અને ભારત દેશમાં પ્રજાતંત્ર, વિદેશોથી આયાત કરાયેલી નવી અપરિચિત બાબત નથી, પરંતુ દેશના જનમાનસમાં સદીઓથી ચાલતી આવેલી પરંપરા અને સ્વાત્રંતોત્તર કાળમાં પ્રાપ્ય થયેલા અનુભવ અને પ્રબોધન, એના પરિણામે પ્રજાતંત્રમાં રહેવું અને પ્રજાતંત્રને સફળતાપૂર્વક ચલાવવું એ સમાજનું મન બનાવવામાં આવ્યું, આ વાત બધાંના ધ્યાનમાં આવી. નવી સરકારને વધારે સંખ્યા સાથે ફરીથી ચૂંટીને લાવી સમાજે એના પાછલા કાર્યોની સંમતિ અને આગામી સમય માટે ઘણી બધી અપેક્ષાઓને વ્યક્ત કરી હતી.
 

કલમ ૩૭૦ । સૌ અભિનંદનને પાત્ર

 
આ અપેક્ષાઓને પ્રત્યક્ષ રીતે સાકાર કરી, લોક લાગણીઓનું સન્માન કરવા સાથે, દેશના હિતમાં એમની ઈચ્છાઓ પૂર્ણ કરાવાનું સાહસ આ ફરીથી ચૂંટાયેલા શાસનમાં પણ છે, એ વાત ફરી એકવાર સિદ્ધ થઈ ગઈ, કલમ 370નો હટાવવાના સરકારના કામથી. સત્તારુઢ પક્ષની વિચાર પરંપરામાં આ કાર્ય તો પહેલેથી જ સ્વીકારવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે કુશળતાપૂર્વક અન્ય મત ધરાવતા પક્ષોનું પણ સંસદના બેય ગૃહોમાં સમર્થન મેળવીને, સામાન્ય લોકોના હ્રદયના ભાવોને અનુરુપ તથા મજબૂત તર્કોની સાથે આ જે કામ થયું, એ માટે દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત શાસક દળના તથા આ લોક લાગણીનું સંસદમાં સમર્થન કરનારા અન્ય દરેક દળ પણ અભિનંદનને પાત્ર છે. આ પગલું પોતાની પૂર્ણતા ત્યારે પ્રાપ્ત કરી લેશે, જ્યારે 370ના પ્રભાવમાં ન થઈ શકેલા ન્યાય કાર્ય સંપન્ન થશે અને એના પ્રભાવને કારણે ચાલ્યા આવતા અન્યાયોની સમાપ્તિ થશે. ત્યાંથી અન્યાયપૂર્વક કાઢી મૂકવામાં આવેલા આપણા કાશ્મીરી પંડિતોનું પુનર્વસન, તેમને નિર્ભય, સુરક્ષિત તથા દેશભક્ત અને હિંદુ બની રહેવાની સ્થિતિમાં હશે. કાશ્મીરના રહેવાસી જનોને તેમના અનેક અધિકાર જેનાથી તે અત્યાર સુધી વંચિત હતા, પ્રાપ્ત થશે અને ખીણના બંધુઓના મનમાં આ જે ખોટો ડર ભરાઈ ગયો છે કે 370 દૂર થવાથી તેમની જમીનો, તેમની નોકરીઓ માટે મોટું સંકટ પેદા થવાનું છે, તે દૂર થઈને આત્મીય ભાવથી શેષ ભારતના લોકોની સાથે એકરુપ મનથી દેશના વિકાસમાં તેઓ પોતાની જવાબદારી પણ બરોબરીથી સંભાળશે.
 

પાછલું વર્ષ આપણને હંમેશા સ્મરણમાં રહેશે

 
સપ્ટેમ્બર મહિનામાં પોતાની પ્રતિભાથી, સંપૂર્ણ વિશ્વના વૈજ્ઞાનિકોનું ધ્યાનાકર્ષણ કરતા, તેમની પ્રશંસા અને સહાનુભૂતિ પ્રાપ્ત કરતા, આપણા વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી ચંદ્રમાના વણસ્પર્શ્યા પ્રદેશ, તેના દક્ષિણ ધ્રુવ પર પોતાનું ચંદ્રયાન વિક્રમ ઉતાર્યું. જો કે અપેક્ષાને અનુરુપ પૂર્ણ સફળતા ન મળી. પરંતુ પહેલા જ પ્રયત્નમાં આટલું કરી શકવું એ પણ આખી દુનિયાએ અત્યાર સુધી સાધ્ય ન કરેલી એક વાત હતી. આપણા દેશની બૌદ્ધિક પ્રતિભા અને વૈજ્ઞાનિકતાનું તથા સંકલ્પને પરિશ્રમપૂર્વક પૂર્ણ કરવાની લગનનું સમ્માન આપણા વૈજ્ઞાનિકોના આ પરાક્રમને કારણે દુનિયામાં સર્વત્ર વધી ગયું છે. જનતાની પરિપક્વ બુદ્ધિ અને કૃતિ, દેશમાં જાગેલું સ્વાભિમાન, શાસનમાં જાગેલો દૃઢ સંકલ્પ તથા સાથે જ આપણા વૈજ્ઞાનિક સામર્થ્યની અનુભૂતિના આ સુખદ અનુભવોને કારણે પાછલું વર્ષ આપણને હંમેશા સ્મરણમાં રહેશે.
 

કેટલીક સમસ્યાનો ઉકેલ જરૂરી

 
પરંતુ આ સુખદ વાતાવરણમાં આળસ કરીને આપણે પોતાની સજગતા અને પોતાની તત્પરતાને ભૂલાવી દઈએ, બધું જ શાસન પર છોડીને, નિષ્ક્રિય થઈને વિલાસતા અને સ્વાર્થોમાં મગ્ન થઈએ એવો સમય નથી. જે દિશામાં આપણે ચાલવાનું પ્રારંભ કર્યું છે, તે પોતાના અંતિમ લક્ષ્ય - પરમવૈભવ સંપન્ન ભારત – હજુ દૂર છે. માર્ગના અવરોધો, બાધાઓ અને આપણને અટકાવવાની ઈચ્છા રાખનારી શક્તિઓના કારનામા હજુ સમાપ્ત થયા નથી. આપણી સામે કેટલાક સંકટ છે જેનો ઉપાય આપણે કરવાનો છે. કેટલાક પ્રશ્ન છે જેના ઉત્તર આપણે આપવાના છે અને કેટલીક સમસ્યાઓ છે જેનું નિદાન કરી આપણે તેને ઉકેલવાની છે.
 

ઉગ્રવાદી હિંસામાં ઘટાડો

 
સદનસીબે આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિતિ, આપણી સેનાની તૈયારી, આપણા શાસનની સુરક્ષા નીતિ તથા આપણી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ એ પ્રકારની છે કે આ મામલામાં આપણે લોકો સજાગ અને આશ્વસ્ત છીએ. આપણી સ્થળ સીમા તથા જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલા કરતા સારી છે. માત્ર સ્થળ સીમાપર રક્ષક અને ચોકીઓની સંખ્યા તથા જળ સીમા પર – વિશેષ કરીને દ્વીપોવાળા ટાપુઓની દેખરેખ વધારે વધારવી પડશે. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓના આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે.
 
વ્યક્તિ કે વિશ્વના જીવનમાં સંકટોની પરિસ્થિતિ હંમેશા આવતી રહે છે. કેટલાક સંકટ સામે દેખાય છે. કેટલાક પાછળથી સામે આવે છે. આપણું શરીર, મન, બુદ્ધિ જેટલા સજાગ, સ્વસ્થ અને પ્રતિકારક્ષમ રહે છે એટલી જ એ સંકટોમાંથી બચવાની શક્યતાઓ વધે છે. પરંતુ મનુષ્યને અંદરથી પણ સંકટ પેદા થવાનો ભય તો રહે જ છે. ઘણા પ્રકારના સંકટ પેદા કરનારા કારક શરીરની અંદર જ નિવાસ કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેનો પ્રભાવ દેખા દે છે અન્યથા તેનો ઉપદ્રવ થતો નથી.
 

સતત સાવધાનીની આવશ્યકતા છે

 
આપણે સૌ જાણીએ છીએ કે ગત કેટલાક વર્ષોમાં એક પરિવર્તન ભારતની વિચારની દિશામાં આવ્યું છે. તેને ન ચાહનારા વ્યક્તિ દુનિયામાં પણ છે અને ભારતમાં પણ છે. ભારતને આગળ વધતો જોવે જેમના સ્વાર્થો માટે ભય પેદા કરે છે, એવી શક્તિઓ પણ ભારતને દૃઢતા અને શક્તિથી સંપન્ન થવા દેવા ઈચ્છતી નથી. કમનસીબે ભારતમાં સમાજની એકાત્મતાની, સમતા અને સમરસતાની સ્થિતિ જેવી જોઈએ તેવી હજુ નથી. તેનો લાભ લઈને આ શક્તિઓનો ઉદ્યોગ ચાલતા આપણે સૌ જોઈ રહ્યા છીએ. વિવિધતાઓને જાતિ, પંથ, ભાષા, પ્રાંત ઈત્યાદિ પ્રકારોને, એક બીજાથી અલગ કરવા, ભેદોમાં પરિવર્તિત કરવા, પહેલેથી ચાલ્યા આવતા ભેદોની ખાઈઓને, આંતરિક વૈમનસ્ય ભડકાવી હજુ વધારવું, ઉત્પન્ન કરવામાં આવેલા અલગાવોને મનઘંડત કૃત્રિમ ઓળખો પર ઊભા કરી, આ દેશની એક સામાજિક ધારામાં અલગ-અલગ વિરોધી પ્રવાહ ઉત્પન્ન કરવા, એવા પ્રયત્ન ચાલી રહ્યા છે. સજાગતાપૂર્વક આ કુચક્રોની ઓળખ કરતા, તેનો બૌદ્ધિક તથા સામાજિક ધરાતલ પર પ્રતિકાર કરવાની આવશ્યકતા છે. શાસન અને પ્રશાસનમાં કાર્યરત વ્યક્તિઓ દ્વારા સદભાવનાપૂર્વક પ્રવર્તિત નીતિ, આપવામાં આવેલા વક્તવ્યો કે નિર્ણયોને પણ ખોટા અર્થમાં અથવા તોડી-મરોડીને પ્રચારિત કરી પોતાના ધૃણિત ઉદ્દેશોના લાભ માટે આવી શક્તિઓ ઉપદ્રવ કરે છે. સતત સાવધાનીની આવશ્યકતા છે. આવી બધી પ્રવૃત્તિઓમાં ક્યાંક ને ક્યાંક દેશના કાયદા, નાગરિક અનુશાસન વગેરે પ્રત્યે વિતૃષ્ણા ઉત્પન્ન કરવાનો છુપો અથવા પ્રગટ પ્રયાસ ચાલે છે. તેનો બધા સ્તર પર સારો પ્રતિકાર થવો જોઈએ.
 

સામૂહિક હિંસા - આપણા દેશની પરંપરા નથી

 
આજકાલ આપણા જ સમાજના એક સમુદાય દ્વારા બીજા સમુદાયની વ્યક્તિઓ પર આક્રમણ કરી તેમને સામૂહિક હિંસાનો શિકાર બનાવવાના સમાચાર છપાયા છે. આવી ઘટનાઓ માત્ર એકતરફી બની નથી. બંને તરફથી આવી ઘટનાઓના સમાચાર છે તથા આરોપ-પ્રત્યારોપ ચાલે છે. કેટલીક ઘટનાઓને જાણીજોઈને કરાવવામાં આવી છે તથા કેટલીક ઘટનાઓને વિપર્યસ્ત રુપમાં પ્રકાશિત કરવામાં આવી છે, એવી વાત પણ સામે આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સીમાનું ઉલ્લંઘન કરી આ હિંસાની પ્રવૃત્તિ સમાજમાં પરસ્પર સંબંધોને નષ્ટ કરી પોતાનો પ્રતાપ દેખાડે છે એ વાતને સ્વીકાર તો કરવી જ પડશે. આ પ્રવૃત્તિ આપણા દેશની પરંપરા નથી, ના આપણા સંવિધાનમાં આ વાત બેસે છે. ગમે તેટલો મતભેદ હોય, ગમે તેટલી ભડકાવનારી પ્રવૃત્તિ થઈ હોય, કાયદો અને સંવિધાનની મર્યાદાની અંદર રહીને જ, પોલીસ બળોના હાથમાં આવા મામલા આપીને, ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ રાખીને જ ચાલવું પડશે. સ્વતંત્ર દેશના નાગરિકોનું આ જ કર્તવ્ય છે. આવી ઘટનાઓમાં લિપ્ત લોકોને સંઘે ક્યારેય સમર્થન નથી આપ્યું અને આવી પ્રત્યેક ઘટનાના વિરોધમાં સંઘ ઊભો રહ્યો છે. આવી ઘટનાઓ ન બને તે માટે સ્વયંસેવક પ્રયત્નરત રહે છે. પરંતુ આવી ઘટનાઓને, જે ભારતની પરંપરાની નથી એવી પરંપરાઓને દર્શાવનારા ‘લિંચિંગ’ જેવા શબ્દ આપી, આખા દેશને અને હિંદુ સમાજને સર્વત્ર બદનામ કરવાનો પ્રયત્ન કરવો, દેશના તથાકથિત અલ્પસંખ્યક વર્ગોમાં ભય પેદા કરવાનો પ્રયત્ન કરવો, આવા ષડયંત્ર ચાલી રહ્યા છે, એ આપણે સમજવું જોઈએ. ભડકાવનારી ભાષા અને ભડકાવનારી કૃતિઓથી બધાએ બચવું જોઈએ. વિશિષ્ટ સમુદાયના હિતોની વકીલાત કરવાની આડમાં અંદરો-અંદર લડાવીને સ્વાર્થની રોટલીઓ શેકવાનો ઉદ્યોગ કરનારા તથાકથિત નેતાઓને પ્રશ્રય ન આપવો જોઈએ. આવી ઘટનાઓનું કડકાઈથી નિયંત્રણ કરવા માટે પૂરતા કાયદા દેશમાં વિદ્યમાન છે. તેમનો પ્રામાણિકતાથી અને સખ્તાઈથી અમલ થવો જોઈએ.
 

આ જવાબદારી કોઈ એક સમૂહની નથી. આ બધાની જવાબદારી છે

 
સમાજના વિવિધ વર્ગોએ આંતરિક સદભાવના, સંવાદ તથા સહયોગ વધારવાના પ્રયાસમાં પ્રયાસરત થવું જોઈએ. સમાજના બધા વર્ગોનો સદભાવ, સમરસતા અને સહયોગ તથા કાયદા સંવિધાનની મર્યાદામાં જ પોતાના મતોની અભિવ્યક્તિ અને હિતોના રક્ષણ માટે પ્રયાસ કરવાના અનુશાસનનું પાલન કરવું, એ આજની સ્થિતિમાં નિતાંત આવશ્યક વાત છે. આ પ્રકારના સંવાદને, સહયોગને વધારવાનો પ્રયત્ન સંઘના સ્વયંસેવક પ્રારંભ કરી રહ્યા છે. એ પછી પણ કેટલીક વાતોનો નિર્ણય ન્યાયાલયમાંથી જ કરવો પડે છે. નિર્ણય ગમે તે હોય, આંતરિક સદભાવને કોઈપણ વાતથી ઠેસ ન પહોંચે એવી વાણી અને કૃતિ બધા જવાબદાર નાગરિકોની હોવી જોઈએ. આ જવાબદારી કોઈ એક સમૂહની નથી. આ બધાની જવાબદારી છે. બધાએ તેનું પાલન કરવું જોઈએ અને પ્રારંભ સ્વયંથી કરવો જોઈએ.
 

તથાકથિત મંદીના ચક્રમાંથી આપણે નિશ્ચિતપણે બહાર આવીશું

 
વિશ્વની આર્થિક વ્યવસ્થા ચક્રની ગતિમાં આવેલી મંદી સર્વત્ર કોઈ ને કોઈ રીતે અસર કરે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલી આર્થિક સ્પર્ધાના પરિણામ પણ ભારત સહિત બધા દેશોએ ભોગવવા પડે છે. આ સ્થિતિમાંથી રાહત આપનારા ઘણા ઉપાય શાસન દ્વારા છેલ્લા દોઢ મહિનામાં કરવામાં આવ્યા છે. જનતાના હિતો પ્રત્યે શાસનની સંવેદના અને તેની સક્રિયતાનો પરિચય તેનાથી ચોક્કસપણે મળે છે. આ તથાકથિત મંદીના ચક્રમાંથી આપણે નિશ્ચિતપણે બહાર આવીશું, આપણા આર્થિક જગતની બધી હસ્તીઓનું આ સામર્થ્ય અવશ્ય છે.
 
અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વિદેશી સીધા મૂડી રોકાણને અનુમતિ આપવી તથા ઉદ્યોગોનું ખાનગીકરણ એવા પગલા ભરવા માટે પણ સરકાર બાધ્ય થઈ રહી છે. પરંતુ સરકારની ઘણી લોકકલ્યાણકારી નીતિઓ અને કાર્યક્રમોને નીચલા સ્તર પર લાગુ કરવા માટે વધારે તત્પરતા તથા ક્ષમતા તથા અનાવશ્યક લડાઈથી બચવાથી પણ ઘણીબધી વાતો સુધરી શકે છે.
 
પરિસ્થિતિના દબાણોનો ઉત્તર આપવાના પ્રયાસમાં સ્વદેશીનું ભાન વિસ્મૃત થવાથી પણ હાનિ થશે. રોજિંદા જીવનમાં દેશભક્તિની અભિવ્યક્તિને જ સ્વ.દત્તોપંત ઠેંગડી ‘સ્વદેશી’ માનતા હતા. સ્વ.વિનોબાજી ભાવેએ તેનો અર્થ ‘સ્વાવલંબન તથા અહિંસા’ એવો કર્યો છે. બધા માપદંડોમાં સ્વનિર્ભરતા તથા દેશમાં સૌને રોજગારી એવી શક્તિ ધરાવનારા જ આંતરરાષ્ટ્રીય વ્યાપારિક સંબંધ બનાવી શકે છે, વધારી શકે છે તથા સ્વયં સુરક્ષિત રહીને વિશ્વમાનવતાને પણ એક સુરક્ષિત અને નિરામય ભવિષ્ય આપી શકે છે. પોતાના આર્થિક પરિવેશ અનુસાર કોઈ વળાંકવાળો, દૂરનો માર્ગ આપણે પસંદ કરવો પડે એમ બની શકે તો પણ લક્ષ્ય અને દિશા તો સ્વ સામર્થ્યને બનાવી મજબૂરીઓમાંથી હંમેશ માટે બહાર આવવું એ જ હોવું જોઈએ.
 

આપણે મૂળમાં જઈને વિચાર કરવો પડશે

 
પરંતુ અન્ય તાત્કાલિક સંકટોના તથા વિશ્વમાં ચાલનારા આર્થિક ઉતાર-ચઢાવના પરિણામ આપણી અર્થવ્યવસ્થા પર ઓછામાં ઓછા થાય તે માટે આપણે મૂળમાં જઈને વિચાર કરવો પડશે. આપણે આપણી પોતાની દૃષ્ટિએ, આપણી પોતાની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને, આપણી પોતાની જનતાનું રુપ અને પરિવેશ ધ્યાનમાં રાખીને, આપણા પોતાના સંસાધન અને જનનો વિચાર કરતા, આપણી આકાંક્ષાઓને સફળ સાકાર કરનારી આપણી આર્થિક દૃષ્ટિ બનાવી, આપણી નીતિ ઘડવી પડશે. વિશ્વના પ્રચલિત અર્થવિચાર ઘણા પ્રશ્નોના ઉત્તર આપવામાં અસમર્થ છે. તેના માપદંડ પણ ઘણી રીતે અધૂરા જણાય છે એ વાત વિશ્વના અનેક અર્થતજ્ઞો દ્વારા જ આગળ આવી રહી છે. આવી અવસ્થામાં ઓછામાં ઓછી ઉર્જાનો ઉપયોગ કરી અધિકાધિક રોજગાર પેદા કરનારી, પર્યાવરણ માટે ઉપકારક, આપણને દરેક બાબતમાં સ્વનિર્ભર બનાવી શકનારી તથા પોતાના સ્વબળે આખા વિશ્વની સાથે આપણે પોતાની શરતો પર વ્યાપારી સંબંધ જાળવી રાખીએ, વધારી શકીએ એવું સામર્થ્ય આપણામાં ભરનારી આપણી આર્થિક દૃષ્ટિ, નીતિ અને વ્યવસ્થાનું નિર્માણ કરવાની દિશામાં આપણે પગલાં વધારવા જ પડશે.
 

અભ્યાસક્રમથી લઈને શિક્ષકોના પ્રશિક્ષણ સુધી બધી વાતોમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા જણાય છે

 
આ સ્વનો વિચાર કરી શકવામાં આપણે સૌ સ્વતંત્રના આટલા દાયકા પછી પણ કાચા પડીએ છીએ, તેના મૂળમાં યોજનાપૂર્વક આપણને ગુલામ બનાવનારા શિક્ષણ, જે પ્રવર્તન ગુલામી કાળમાં ભારતમાં કરવામાં આવ્યું તથા સ્વતંત્રતા પછી પણ હજુ સુધી આપણે તેને ચાલુ રાખ્યું છે, એ વાત જ કારણ છે. આપણે આપણા શિક્ષણની રચના પણ ભારતીય દ્રષ્ટિએ કરવી પડશે. વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ગણાતા દેશોની શિક્ષણ પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ તો ત્યાં પણ આ જ રીતે સ્વ આધારિત શિક્ષણ જ એ દેશોની શૈક્ષણિક ઉન્નતિનું કારણ છે, એ સ્પષ્ટ દેખાય છે. સ્વભાષા, સ્વભૂષા, સ્વસંસ્કૃતિનો સમ્યક પરિચય તથા તેના વિશે ગૌરવ પ્રદાન કરનારી કાળસુસંગત, તર્કશુદ્ધ સત્યનિષ્ઠા, કર્તવ્ય બોધ તથા વિશ્વ પ્રત્યે આત્મીય દ્રષ્ટિકોણ અને જીવો પ્રત્યે કરુણાની ભાવના આપનારી શિક્ષણ પદ્ધતિ આપણે જોઈએ. અભ્યાસક્રમથી લઈને શિક્ષકોના પ્રશિક્ષણ સુધી બધી વાતોમાં આમૂલ પરિવર્તનની આવશ્યકતા જણાય છે. માત્ર માળખાગત પરિવર્તનોથી કામ થવાનું નથી.
 

મહિલાઓ તરફ જોવાની પુરુષોની દૃષ્ટિમાં આપણી સંસ્કૃતિના પવિત્રતા તથા શાલીનતાના સંસ્કાર ભરવા જ પડશે

 
શિક્ષણમાં આ બધી વાતોના અભાવની સાથે આપણા દેશમાં પરિવારોમાં થનારા સંસ્કારોનું ક્ષરણ અને સામાજિક જીવનમાં મૂલ્ય નિષ્ઠા વિરહિત આચરણ એ સમાજ જીવનમાં બે ઘણી મોટી સમસ્યાઓ ઉત્પન્ન કરવા માટે કારણરુપ બને છે. જે દેશમાં આ માતૃત્વપરદારેષુની ભાવના હતી, મહિલાઓના સમ્માનના રક્ષણ માટે રામાયણ-મહાભારત જેવા મહાકાવ્યોના વિષય બનનારા ભીષણ સંગ્રામ થયા, સ્વયંના માનના રક્ષણ માટે જૌહર જેવા બલિદાન થયા, એ દેશમાં આજે આપણી માતા-બહેનો સમાજમાં કે પરિવારમાં ક્યાંય સુરક્ષિત નથી એ પ્રકારની સ્થિતિનો સંકેત આપનારી ઘટનાઓ બની રહી છે, આ આપણને સૌને લજ્જાનો અનુભવ કરાવનારી વાત છે. પોતાની માતૃશક્તિને આપણે પ્રબુદ્ધ, સ્વાવલંબનક્ષમ સ્વસંરક્ષણક્ષમ બનાવવી જ પડશે. મહિલાઓ તરફ જોવાની પુરુષોની દૃષ્ટિમાં આપણી સંસ્કૃતિના પવિત્રતા તથા શાલીનતાના સંસ્કાર ભરવા જ પડશે.
 

આ દૃષ્ટિએ સંઘના સ્વયંસેવકો સહિત બધા અભિભાવકોએ સજાગ અને સક્રિય થવાની આવશ્યકતા છે

 
બાલ્યાવસ્થાથી જ ઘરના વાતાવરણથી આ પ્રશિક્ષણનો પ્રારંભ થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેના નિતાંત અભાવ આજના અણુ પરિવારમાં જોવા મળે છે. આનું બીજું એક ભયંકર લક્ષણ નવી પેઢીમાં વધનારા નશીલા પદાર્થોના વ્યસનનું પ્રમાણ છે. એક સમયે ચીન જેવી સાંસ્કૃતિક દૃષ્ટિએ સમૃદ્ધ રાષ્ટ્રની તરુણાઈને પણ વ્યસનાધીન બનાવી વિદેશી શક્તિઓએ નિઃસત્ત્વ બનાવીને મૂકી દીધું હતું. આવા વ્યસનના મોહથી અલિપ્ત રહેવાની, સુશીલતાની તરફ ઝૂકનારી અને મોહને વશ થયા વિના આ જોખમોથી દૂર રહેવાની દૃઢતાવાળી માનસિકતા ઘરમાં નહીં બને તો આનાથી વ્યસનના પ્રકોપને રોકી શકવા એ ખૂબ મુશ્કેલ કાર્ય થઈ જશે. આ દૃષ્ટિએ સંઘના સ્વયંસેવકો સહિત બધા અભિભાવકોએ સજાગ અને સક્રિય થવાની આવશ્યકતા છે.
 

 

આ માત્ર સરકારની જ જવાબદારી નથી

 
સમાજમાં સર્વત્ર અનુભવાતું આર્થિક તથા ચારિત્રિક ભ્રષ્ટ આચરણ પણ મૂળમાં આ જ સંસ્કારહીનતાને કારણે ઉત્પન્ન થાય છે. સમયાંતરે તેને નિયંત્રિત કરવા માટે કાયદા તો બનતા રહે છે, કેટલાક ભ્રષ્ટાચારીઓને આકરો દંડ આપવામાં આવે છે એવા ઉદાહરણ પણ સ્થાપિત થઈ જાય છે. પરંતુ ઉપરના સ્તર પર થયેલા આ સ્વસ્થ સ્વચ્છ સંસ્કાર હેઠળ સામાન્ય સ્તર પર ભ્રષ્ટાચાર ચાલ્યા જ કરે છે. અને ક્યાંક-ક્યાંક તે આ ઉપાયોને જ આશ્રય બનાવીને આગળ વધી રહ્યો છે, એ પણ ધ્યાનમાં આવે છે. પ્રામાણિક વ્યક્તિ તો આ આકરા કાયદાઓના પાલનના ચક્કરમાં ઘણી મુશ્કેલીઓથી અકળાતા રહે છે અને જેને વિધિ અને શીલની કોઈ પરવા નથી એવા નિર્લજ્જ અને ઉદ્દંડ લોકો આ વ્યવસ્થાઓને છેતરીને વિકસતા રહે છે. આ માત્ર સરકારની જ જવાબદારી નથી. શ્રમ વિના કે ઓછા શ્રમથી અને અધિકાર વિના વધારે પામવાની લાલચ, કુસંસ્કારના રુપમાં આપણા મનમાં પેસીને બેઠી છે, આ આવા ભ્રષ્ટ આચરણનું મૂળ કારણ છે. સામાજિક વાતાવરણમાં, ઘરોમાં બધા પ્રકારના પ્રબોધનથી તથા પોતાના આચરણના ઉદાહરણથી આ પરિસ્થિતિને બદલવી એ દેશના સ્વાસ્થ્ય અને સુવ્યવસ્થા માટે એક અનિવાર્ય કર્તવ્ય બને છે.
 
સમાજના પ્રબોધન તથા સમાજમાં વાતાવરણ નિર્માણ કરવાના માધ્યમોની ઘણી મોટી ભૂમિકા હોઈ શકે છે. વ્યાપારિક દૃષ્ટિએ માત્ર મસાલેદાર અને સનસનાટીભર્યા વિષયોને ઉભારવાના મોહથી બહાર આવી, માધ્યમ પણ આ વાતાવરણના નિર્માણમાં જોડાઈ જાય તો આ કાર્ય હજુ પણ વધારે ઝડપથી થઈ શકે છે.
 

પર્યાવરણ ગતિવિધિ

 
આપણા સમાજની અંદરનું વાતાવરણ જેમ આપણે સૌ સજાગ થઈને એ વાતાવરણને સ્વસ્થ જાળવી રાખવાની ચિંતા કરવાની આવશ્યકતાને અધોરેખાંકિત કરે છે એવી જ રીતે સંપૂર્ણ વિશ્વમાં વિશ્વના બાહ્ય પર્યાવરણની સમસ્યા માનવ-સમાજમાં વ્યાપક પહેલની માંગ કરી રહી છે. પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે મોટા નીતિગત ઉપાયોની પહેલ તો બધા દેશોની પર્યાવરણ નીતિમાં ઉચિત અને સમન્વિત પરિવર્તન લાવવાનો વિષય છે અને શાસન સાથે સંબંધિત વિષય છે. પરંતુ જનસામાન્યોના નિત્ય વ્યવહારમાં નાના-નાના પરિવર્તનોની પહેલ પણ આ દિશામાં પરિણામકારક સાબિત થઈ શકે છે. સંઘના સ્વયંસેવક આ ક્ષેત્રમાં એવા અનેક કાર્ય પહેલેથી જ કરી રહ્યા છે. તેના આ બધા પ્રયત્નોને સુવ્યવસ્થિત રુપ આપી, સમાજની ગતિવિધિના નાતે આગળ વધારવાનું કાર્ય પણ ‘પર્યાવરણ ગતિવિધિ’ નામથી પ્રારંભ થયું છે.
 

અસત્ય અને વિપર્યસ્ત પ્રચાર

 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા નવ દાયકાઓથી સમાજમાં એકાત્મતા અને સદભાવના, સદાચરણ અને સદવ્યવહાર તથા આ રાષ્ટ્ર પ્રત્યે સ્પષ્ટ દૃષ્ટિ તથા ભક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરી રહ્યો છે. સંઘના સ્વયંસેવકોની સેવા ભાવના અને સમર્પણ વિશે દેશમાં સર્વત્ર આસ્થા જાગી છે એવો અનુભવ થાય છે. પરંતુ હજુ સુધી સંઘના સંપર્કમાં ન આવેલા વર્ગોમાં સંઘ પ્રત્યે અવિશ્વાસ, ભય અને શત્રુતા ઉત્પન્ન થાય, એવા પ્રયાસ કરવામાં આવે છે. સંઘ હિંદુ સમાજનું સંગઠન કરે છે તેનો અર્થ તે પોતાને હિંદુ ન કહેવડાવતા સમાજના વર્ગો, વિશેષ કરીને મુસ્લિમ તથા ખ્રિસ્તીઓ સાથે શત્રુતા રાખે છે, આ નિતાંત અસત્ય અને વિપર્યસ્ત પ્રચાર ચાલે છે. હિંદુ સમાજ, હિન્દુત્વ તેના વિશે અનેક પ્રમાણહીન, વિકૃત આરોપ લગાવીને તેને પણ બદનામ કરવાના પ્રયાસ પણ ચાલ્યા જ આવે છે. આ બધા કુચક્રો પાછળ આપણા સમાજનું નિરંતર વિઘટન થતું રહે, તેનો ઉપયોગ પોતાના સ્વાર્થલાભ માટે થાય, એ વિચારધારા કામ કરી રહી છે. આ વાત હવે એટલી સ્પષ્ટ છે કે જાણી જોઈને આંખો બંધ કરી રાખનારાઓને તે સમજાતી નથી.
 

ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે

 
સંઘની પોતાના રાષ્ટ્રની ઓળખ વિશે, આપણા સૌની સામૂહિક ઓળખ વિશે, આપણા દેશના સ્વભાવની ઓળખ વિષે સ્પષ્ટ દ્રષ્ટિ અને ઘોષણા છે, તે સુવિચારિત અને અડગ છે કે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે. સંઘની દ્રષ્ટિએ હિંદુ શબ્દ માત્ર પોતાને હિંદુ કહેવડાવનારા માટે નથી. જે ભારતના છે, જે ભારતીય પૂર્વજોના વંશજ છે તથા બધી વિવિધતાઓનો સ્વીકાર, સમ્માન તથા સ્વાગત કરતા એકબીજા સાથે હળી-મળીને દેશનો વૈભવ તથા માનવતામાં શાંતિ વધારવાનું કામ કરવામાં જોડાઈ જાય છે તે બધા ભારતીય હિંદુ છે. તેમની પૂજા, તેમની ભાષા, તેમનું ખાનપાન, રીતિ રિવાજ, તેમનું નિવાસ સ્થાન ગમે તે હોવાથી તેમાં ફેર પડતો નથી. સામર્થ્યસંપન્ન વ્યક્તિ અને સમાજ નિર્ભય હોય છે. આવા સામર્થ્યસંપન્ન લોકો ચારિત્ર્યસંપન્ન હોય તો બીજા કોઈને ભયભીત કરી શકતા નથી. નબળા લોકો જ સ્વયંની અસુરક્ષિતતાના ભયના કારણે અન્યોને ભય દેખાડવાનો પ્રયાસ કરે છે. સંઘ સંપૂર્ણ હિંદુ સમાજને એવો બળસંપન્ન તથા સુશીલ અને સદભાવી બનાવશે, જે કોઈનાથી ડરશે નહીં કે કોઈને ડરાવશે નહીં, બલકે નબળા અને ભયગ્રસ્ત લોકોની રક્ષા કરશે.
 

એ જ હિંદુત્વ છે

 
આ હિંદુ શબ્દ વિશે એક ભ્રમપૂર્ણ ધારણા, તેને એક સંપ્રદાયના ચોકઠામાં બંધ કરનારી કલ્પના, અંગ્રેજોના જમાનાથી આપણી બુદ્ધિને ભ્રમિત કરી રહી છે. તેના કારણે આ શબ્દનો સ્વીકાર ન કરનારો વર્ગ પણ સમાજમાં છે. તે પોતાના માટે ભારતીય શબ્દનો ઉપયોગ કરે છે. ભારતીય સ્વભાવ, ભારતીય સંસ્કૃતિના આધાર પર ચાલનારી સભ્યતાઓના કેટલાક લોકો અંગ્રેજીમાં ‘ઈંડિક’ એ શબ્દથી સંબોધિત કરે છે. સંઘ માટે આ શબ્દોનો પર્યાયી ઉપયોગ પણ, જે હિંદુ શબ્દને ભય કે ભ્રમવશ નકારે છે તેમના માટે માન્ય છે. શબ્દ અલગ હોવાથી, પંથ સંપ્રદાય પૂજા અલગ હોવાથી, ખાન-પાન, રીતિ-રિવાજ અલગ હોવાથી, રહેવાના સ્થળ અલગ-અલગ હોવાથી, પ્રાંત કે ભાષા અલગ હોવાથી, આપણે સમાજના વર્ગોને એકબીજાથી અલગ માનતા નથી. આ બધાને પોતાના માનીને જ સંઘનું કામ ચાલે છે. આપણું આ પોતીકાપણું, જોડવાની ભાવના જ રાષ્ટ્રભાવના છે. એ જ હિંદુત્વ છે. આપણા આ પ્રાચીન રાષ્ટ્રનું, કાળસુસંગત પરમવૈભવસંપન્ન રુપ પ્રત્યક્ષ સાકાર કરવાનું ભવ્ય લક્ષ્ય, તેની ધર્મપ્રાણ પ્રકૃતિ તથા સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન જ આ પોતીકાપણાનું કેન્દ્ર અને લક્ષ્ય છે.
 

સંઘના સ્વયંસેવકોની મહત્ત્વની ભૂમિકા

 
વિશ્વને ભારતની નિતાંત આવશ્યકતા છે. ભારતે પોતાની પ્રકૃતિ, સંસ્કૃતિના સુદ્રઢ પાયા પર ઊભા રહેવું જ પડશે. તેથી રાષ્ટ્ર વિશે આ સ્પષ્ટ કલ્પના અને તેનું ગૌરવ મનમાં લઈને સમાજમાં સર્વત્ર સદભાવ, સદાચાર તથા સમરસતાની ભાવના સુદ્રઢ કરવાની આવશ્યકતા છે. આ બધા પ્રયાસોમાં સંઘના સ્વયંસેવકોની મહત્ત્વની ભૂમિકા છે અને રહેશે. આના માટે ઉપયોગી અનેક યોજનાઓને સફળ બનાવવા માટે સંઘના સ્વયંસેવક પ્રયાસરત છે. પ્રત્યેક સ્વયંસેવકે જ સમયના પડકારનો સ્વીકાર કરી કાર્યરત થવું પડશે.
 
પરંતુ આ સમયની આવશ્યકતા ત્યારે જ સમયસર પૂરી થશે જ્યારે આ કાર્યની જવાબદારી કોઈ વ્યક્તિ કે સંગઠન પર નાખી, સ્વયં દૂરથી જોતા રહેવાનો સ્વભાવ આપણે છોડી દઈશું. રાષ્ટ્રની ઉન્નતિ, સમાજની સમસ્યાઓનું નિદાન તથા સંકટોનું નિવારણ કરવાનું કાર્ય ઠેકેદારોને આપી શકાય નહીં. સમયાંતરે નેતૃત્વ કરવાનું કામ અવશ્ય કોઈ ને કોઈ કરશે, પરંતુ જ્યાં સુધી જાગૃત જનતા, સ્પષ્ટ દ્રષ્ટિ, નિઃસ્વાર્થ પ્રામાણિક પરિશ્રમ તથા અભેદ્ય એકતાની સાથે વજ્રશક્તિ બનીને આવા પ્રયાસોમાં સ્વયં આપોઆપ ન જોડાય ત્યાં સુધી સંપૂર્ણ અને શાશ્વત સફળતા મળવી શક્ય નહીં બને.
 
આ જ કાર્ય માટે સમાજમાં વાતાવરણ બનાવી શકનારા કાર્યકરોનું નિર્માણ સંઘ કરે છે. એ કાર્યકરો દ્વારા સમાજમાં ચાલનારા ક્રિયાકલાપ અને તેના પરિણામ આજે એ સિદ્ધ કરી રહ્યા છે કે આપણે આપણું કુટુંબ, આપણો આ દેશ તથા વિશ્વને સુખી બનાવવાનો આ જ સુપંથ છે.
 
આપ સૌને આ આવાહન છે કે સદ્ય સમયની આ આવશ્યકતાને સારી રીતે સંજ્ઞાનમાં લઈને આપણે સૌ આ ભવ્ય અને પવિત્ર કાર્યના સહયોગી બનીએ.
 
‘યુગપરિવર્તન કી બેલા મેં હમ સબ મિલકર સાથ ચલેં,
દેશધર્મ કી રક્ષા કે હિત સહતે સબ આઘાત ચલે
મિલકર સાથ ચલેં, મિલકર સાથ ચલેં.’
 
ભારત માતા કી જય
 
 
 
અનુવાદ - કાશ્યપી મહા