અયોધ્યા – માત્ર વિવાદ માટે જ નહી પણ આમની મિત્રતા માટે પણ યાદ રખાશે

    ૧૧-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 મહંત  રામચંદ્ર પરમહંસ અને  હાશિમ અંસારી
 
અયોધ્યાને લઈને ચૂકાદો આવી ગયો છે. દેશમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ પણ જળવાઈ રહ્યું છે. અયોધ્યા અને બાબરી મસ્જિદને લઈને જે વિવાદ ચાલ્યો અને કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે પછી હિન્દુ-મુસ્લિમ વચ્ચે એક અંતર આવી ગયું હતું.પણ આ બધાની વચ્ચે આ અયોધ્યા મામલે કોર્ટમાં એકબીજાની વિરુધ્ધ લડાઈ લડતા બે લોકોની વાત સાંભળવા જેવી છે. આ ચૂકાદો આવ્યો છે ત્યારે આ બન્ને લોકોની મિત્રતાના કિસ્સા ટાંકવામાં આવી રહ્યા છે. આજે આ બન્ને લોકોની મિત્રતાના વખાણ માત્ર અયોધ્યાના લોકો જ નહી પણ તેમની વાતને જાણનારા સૌ કોઇ કરી રહ્યા છે.
 
આ વાત છે અયોધ્યામાં દિગંબર અખાડાના મહંત રહેલા રામચંદ્ર પરમહંસ અને અયોધ્યાના કસ્બામાં રહેતા એક સામાન્ય દરજી હાશિમ અંસારીની…આ બન્ને લોકોએ આજીવન અયોધ્યા બાબતે કોર્ટમાં એકબીજાની વિરુધ્ધ પેરવી કરી. એવું સમજો કે એક બીજાની વિરુધ્ધ લડયા પણ મજાની વાત એ છે કે અદાલતમાં તર્કો વિચારો સાથેની તેમની આ અદાલતી દુશ્મની ક્યારેય અદાલતની બહાર જોવા મળી નથી. મજાની વાત એ છે કે અદાલતની બહાર તેઓ પાક્કા મિત્રો છે.
 

  હાશિમ અંસારી
 
આ બાબતે અયોધ્યાના લોકો કહે છે કે અદાલતમાં આ બન્ને જણા ભલે એક વિરુધ્ધ લડી રહ્યા છે પણ જ્યારે તેઓ અદાલતમાં જાય છે તો ધણીવાર એક જ રીક્ષામાં ભેગામળીને જાય છે.
 
સુપ્રીમ કોર્ટે હવે આ વિવાદનો અંત પોતાનો ફેંસલો સંભળાવી લાવી દીધો છે. મીડિયામાં આ વિવાદ અને આંદોલન સાથે જોડાયેલા લોકોની ચર્ચા થઈ રહી છે ત્યારે આ બન્ને વ્યક્તિઓની મિત્રતાની મિસાલ સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીકરૂપે લોકો યાદ કરી રહ્યા છે…
 

 મહંત સતેન્દ્રદાસ તથા  હાશિમ અંસારીના પુત્ર ઇકબાલ અંસારી
 
ઉલ્લેખનીય વાત એ છે કે આજે આ વિવાદનો અંત આવ્યો છે પણ આ બન્ને મિત્રો આ દુનિયામાં રહ્યા નથી. બન્નેનું અવસાન થયું છે. અને મહત્વની વાત એ છે કે આ બન્ને મિત્રોના અવસાન પછી તેમના સ્થાને જે આવ્યા તેમના પણ આવી જ અતૂટ મિત્રતા જોવા મળી છે.
 
મહંત રામચંદ્રદાસના અવસાન પછી હનુમાન ગઢીના મહંત જ્ઞાનદાસને મળીને હાશિમ અંસારીએ આ મિત્રતાની પરંપરા આગળ વધારી. વર્ષ ૨૦૧૬માં ૯૬ વર્ષની ઉમરે હાશિમ અંશારીનું પણ અવસાન થયું અને મિત્રતાની આ પરંપરા તેમના પુત્ર ઇકબાલ અંસારીએ આગળ વધારી.
 
મજાની આવત એ છે કે આજે બીજી પેઢીની મિત્રતા પણ અંકબંધ છે…આ મિત્રો હંમેશાં એકબીજાના પ્રંસગોમાં હાજરી આપે છે. અને કોમીએકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડે છે…