કેટલું વિશાળ બનશે રામમંદિર? આ રહ્યા દેશનાં ૧૦ સૌથી વિશાળ ધાર્મિક સ્થળો

    ૧૩-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
ખૂબ મોટા વિવાદ અને પછી ખૂબ મોટી લડાઈ પછી અંતે સુપ્રિમ કોર્ટે ફેંસલો સંભળાવી દીધો છે કે શ્રી રામજન્મભૂમિ પણ હવે રામમંદિર જ બનશે. આમ તો આ આખી જમીન ૬૭ એકરની છે પર જેના માટે વિવાદ હતો તે જમીન ૨.૭૭ એકરની હતી પણ હવે તે રામલલ્લાના મંદિર માટે કોર્ટે આપી દીધી છે એટલે ૬૭ એકર જમીનમાં ભગવાન શ્રી રામનું મંદિર બનશે…કેટલું મોટું અને કેટલું વિશાળ આ મંદિર બનશે એ ટૂંક સમયમાં ખબર પડશે પણ આવો આપણે જાણીએ દેશામાં વિશાળ કહી શકાય એવા મંદિર કયાં કયાં છે…

 


 

શ્રીરંગનાથ મંદિર - તમિલનાડુ | Sri Ranganatha Swamy Temple

 
તમિલનાડુનો એક જિલ્લો તિરુચિરાપલ્લી છે જેને ત્રિચી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એક મંદિર આવેલું છે. જેનું નામ છે શ્રીરંગનાથ મંદિર. ભારતનું સૌથી મોટું અને દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું આ મંદિર ગણાય છે. આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. જે ૬,૩૧,૦૦૦ વર્ગમીટરમાં એટલે કે લગભગ ૧૫૫.૯ એકરમાં ફેલાયેલું છે. અહીં ભગવાનના દર્શન કરવા અને વિશાળ મંદિરને જોવા ભારત સહિત વિદેશના લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.
 

 

અક્ષરધામ મંદિર – દિલ્લી | Akshardham Delhi

 
દેશની રાજધાની દિલ્લીમાં આ અક્ષરધામ મંદિર બનાવમાં આવ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર છે. આ મંદિરને જે રીતે બનાવવામાં આવ્યું છે તે પરથી કહી શકાય કે આ એક પર્યટન સ્થળ પણ છે. ભગવાનના દર્શનની સાથે લોકો અહીં હરવા ફરવા પણ આવે છે. આ મંદિર લગભગ ૨,૪૦,૦૦૦ વર્ગમીટર એટકે કે લગભગ ૫૯.૩ એકર જમીન પર બનેલું છે. અહીં દેશ વિદેશમાંથી ખૂબ મોટી સંખ્યા લોકો આવે છે.
 

 

થિલ્લઈ નટરાજ મંદિર |  Chidambaram Thillai Nataraja Temple

 
તમિલનાડુનું એક શહેર છે ચિદંબરમ. અહીં આ થિલ્લઈ નટરાજ મંદિર આવેલું છે જેને “ચિદંબરમ મંદિર” પણ કહેવામાં આવે છે. ભગવાન શિવનું આ મંદિર છે. જે ખૂબ પ્રચલિત તીર્થસ્થળ છે. આ મંદિર લગભગ ૧,૬૦,૦૦૦ વર્ગમીટર જમીન પર એટલે કે લગભગ ૩૯ એકર જમીનમાં પર ફેલાયેલું છે.
 

 

બેલૂર મઠ – કોલકત્તા | Bailur math

 
કોલકત્તામા સ્થિત બેલૂર મઠ સ્વામી વિવેકાનંદના વિચારોને આગળ ધપાવવાનું કામ આજે કરી રહ્યો છે. આ મઠ કોલકત્તાની હુગલી નદીના કિનારે આવેલો છે. અહીં કાલીમાતાની પૂજા થાય છે. આ દુનિયામાં પાંચમાં નબંરનું વિશાળ હિન્દૂ ધાર્મિક સ્થળ છે. જે ૧,૬૦,૦૦૦ વર્ગમીટર એટલે કે લગભગ ૩૯ એકરમાં ફેલાયેલું છે.
 

 

બૃહદેશ્વર મંદિર – તમિલનાડુ |  The Brihadishwara Temple

 
તમિલનાડુના તંજોર વિસ્તારમાં આવેલું આ મંદિર છે. બૃહદેશ્વર મંદિર વિશાળકાય મંદિરોની યાદીમાં સામિલ કરી શકાય તેવું ભવ્ય છે. આ શિવ મંદિર છે જે લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે. જે ૧,૦૨,૪૦૦ વર્ગમીટરમાં એટલે કે ૨૫ એકર જમીન પર ફેલાયેલું છે.
 

 

અન્નામલાઈયર મંદિર – તમિલનાડુ | Tiruvannamalai Annamalaiyar Temple

 
આ પણ તમિલનાડુના તિરૂવન્નામલાઈ વિસ્તારમાં આવેલું ભવ્ય મંદિર છે. જે ભગવાન શિવનું મંદિર છે. આ મંદિર તેના ઊંચા સ્તંભોના કારણે વધારે લોકપ્રિય છે. આ મંદિર ૧,૦૧,૧૭૧વર્ગમીટરમાં એટલે કે લગભગ ૨૪ એકર જમીન પર બનેલું છે.
 

 

એકંબરેશ્વર મંદિર – કાંચીપૂરમ | Ekambareshwar temple kanchi

 
દક્ષિણ ભારત સ્થિત તમિલનાડુનું એક પ્રચલિત વિસ્તાર એટલે કાંચીપૂરમ જેને કાંચી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આ એકંબરેશ્વર મંદિર આવેલું છે. આ શિવ મંદિર છે. જે ૯૨,૮૬૦ વર્ગમીટર એટલે કે લગભગ ૨૨ એકર જમીન પર ફેલાયેલું છે. આ મંદિર પાંચ મહાશિવ મંદિરોમાં નું એક તથા પંચભૂત સ્થળોમાંનું એક મંદિર ગણાય છે.
 

 

જંબૂકેશ્વરાર મંદિર – તમિલનાડુ | Jambukeswarar Temple

 
તમિલનાડુ અને ભૂવનેશ્વર મંદિરોની નગરી છે. અહીં જ બધા ભવ્ય મંદિરો તમને જોવા મળશે. આ મંદિર પણ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં આવેલું છે. જંબૂકેશ્વરાર મંદિરને થિરૂવનાઈકવન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ભગવાન શિવનું મંદિર છે. આ મંદિર ૧૮એકર જમીન પર ફેલાયેલું છે.
 

 

મીનાક્ષી મંદિર |  Meenakshi Temple

 
આ પણ તમિલનાડુના મદુરાઈમાં આવેલું વિશાળ મંદિર છે. આ ભગવાન શિવ અને પાર્વતીનું મંદિર છે. માતા મીનાક્ષીને જ અહીં માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે અને ભગવાન શિવને સુંદરેશ્વર માનવામાં આવેઅ છે. આ મંદિર લગભગ ૧૭ એકર જમીન પર બનેલું છે.