તુલસીના લાભ વિશે જાણશો તો રોજ તુલસીના પાન ખાતા થઈ જશો

    ૧૪-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
તુલસીનો છોડ સામાન્ય રીતે આપણે ત્યાં દરેકના ઘરમાં જોવા મળે છે. તુલસીના પાનને કાચા ચાવીને ખાઈ શકાય છે અને તેને ચામાં નાખી ચા અથવા કાઢો બનાવીને પણ પી શકાય છે. તુલસીની તાસીર ગરમ હોય છે. તેથી તે શરદી-ઉદરસ જેવી તકલીફમાં ઘણી રાહત આપે છે. આ ઉપરાંત, તુલસીના અન્ય લાભ વિશે પણ જાણીએ.
 
# તુલસીના પાન શરીરને ઝેરમુક્ત કરી પાચનક્રિયા અને શરીરને સારું બનાવે છે. શરીરમાં રહેલા ઝેરી પદાર્થોનો તુલસી નાશ કરે છે.
 
# તુલસી ચામડી માટે પણ લાભકારક છે. તેના પાન ચાવીને ખાવાથી ચામડી સ્વચ્છ થાય છે અને પાનને લસોટીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી તે ચમકદાર બને છે.
 
# ત્વચા સંબંધિત રોગો જેવા કે, શીળસ, ખરજવું, વગેરે હોય તો તેના પર તુલસીના પાનની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે
.
# તાવ આવવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, ફ્લુ અથવા છાતીમાં કફ જામી ગયો હોય તો તુલસીના પાન ખાવાથી અથવા ચામાં તુલસીના ચાર-પાંચ પાન નાખી પીવાથી રાહત રહે છે. ખાસ કરીને શરદી અને છાતીમાં જામી ગયેલા કફને દૂર કરે છે.
 
# અસ્થમા, બ્રોન્કાઈટિસ વગેરેના દર્દીઓ માટે પણ તુલસીના પાન ખાવાથી સારું રહે છે. તેમની તકલીફમાં રાહત મળે છે.
 
# તમને ખબર છે? તુલસીમાં તણાવ દૂર કરનારા તત્ત્વો રહેલાં હોવાથી તે શ્રેષ્ઠ “સ્ટ્રેસ બૂસ્ટર” છે. આ ઉપરાંત તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ખાદ્યપદાર્થોના પાચનમાં મદદરૂપ થાય છે.
 
# તેમાં ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ, એસેન્સિયલ ઓઇલ, વિટામિન એ અને સીનું વધારે છે. તુલસીનું સેવન કરવાથી તાવ, અસ્થમામાં રાહત રહે છે.
 
# દાંતના અને પેઢાના દુઃખાવામાં પણ તુલસીના પાન ખાવાથી સારું રહે છે.
 
# એ વાતની ઘણા ઓછા લોકોને ખબર હશે કે તે જીવાત દૂર રાખવામાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
 
# ખીલ, ફોલ્લીઓ પર તુલસીના પાનને વાટીને તેની પેસ્ટ લગાવવાથી તે બેસી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસી લાભકારક છે. તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે.