કાચું લાયસન્સ કઢાવવું છે? આરટીઓના ધક્કાઓથી કંટળી ગયા છો? તો આ તમારા માટે રાહતના સમાચાર છે

    ૧૪-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
આરટીઓ સંદર્ભની ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો થયો છે જેની જાહેરાત આજે ખૂબ ગુજરાતના મુખ્યમંત્રીએ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યા મુજબ, ઓનલાઇન સેવામાં નવી સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લિકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. હાલ ગુજરાત સરકાર પાસે 2010 પછીનો વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં 2001 થી 2010 સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ બનશે.
 

આઈટીઆઈ અને પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે

 
આ ઉપરાંત 221 ITI - 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ નીકળશે. તેમજ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે. 15 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં.

વાહન ચાલકો હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ પરથી માર્ગ દર્શન મેળવી શકશે

 
રાજ્ય સરકાર મુજબ, આ નિર્ણયને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. તેમજ 40 લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વાહન ચાલકો માર્ગદર્શન અને ફરિયાદ માટે વેબસાઈટ cot.gujarat.gov.in પરથી વધારાની માહિતી મેળવી શકશે.

આરટીઓ સંદર્ભની ઓનલાઇન સેવામાં આ સાત સેવાનો ઉમેરો

 
# હાલ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવે છે. શિખાઉ લાયસન્સ હવે આઇ.ટી.આઇ. કક્ષાએથી ઇસ્યુ કરવામાં આવશે.
 
# આર.ટી.ઓ. ખાતે એપોઇન્ટમેન્ટ લીધેલ હોય તે કચેરીમાં પ્રોસેસ કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. નવી એપોઇન્ટમેન્ટ આઇ.ટી.આઇ. ખાતે થી જ મળશે.
 
# હાલના તબકકે ગુજરાત રાજયની ૨૮૭ આઇ.ટી.આઇ. પૈકી ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી ૩૬ આરટીઓ ઓફીસમાં થતી હતી તે કામગીરી ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતેથી થશે.
 
# વર્ષે અંદાજે ૮ લાખ લોકોને આર.ટી.ઓ. આવવાની જરૂર રહેશે નહીં. લોકોને મોટાભાગે તાલુકા કક્ષાથી દૂર જવાની જરૂર રહેશે નહીં.
 
# અરજદાર દ્રારા શિખાઉ લાયસન્સની અરજી અને ફી ની કામગીરી ઓનલાઇન કરવાની રહેશે.
 
# શિખાઉ લાયસન્સની કામગીરી માટે અરજદાર પાસે હાલની વધારાની ફી સિવાય કોઇપણ વધારાની ફી વસુલ કરવામાં આવશે નહીં.
 
# સરકારી ૨૯ પોલીટેકનીક ખાતે તા. ૨૫.૧૧.૨૦૧૯ થી શિખાઉ લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે.
 
# આ 7 સેવાઓનો લાભ દર વર્ષે 17 લાખ લોકોને મળશે. લોકોનો સમય, શકિત અને સંશાધનોનો બચાવ થશે.
 
#અરજદારનો વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઇલથી One Time Password મેળવવાનો રહેશે.