ચીન અને અમેરિકાને કારણે વિશ્વના દરેક વ્યક્તિને માથે 23.31 લાખ રૂપિયાનું દેવું!?

    ૧૮-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
આ દુનિયાનું કુલ દેવું કેટલું? આ દેવું કોણ ચૂકવશે? દેવું કોને ચૂકવવાનું? એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને આવા પ્રશ્નો થાય. એક રીપોર્ટ પ્રમાણે આજે વિશ્વના જે ૭.૭ અરબ લોકો છે તે દરેકના માથે ૨૩ લાખ રૂપિયાનું દેવું છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ દેવું તમારે ભરવાનું નથી. આ દુનિયાના દેશો પર જે દેવું છે તેની ગણતરી છે. જેને જે તે દેશની સરકારે ભરવાનું હોય છે. આ દેવાને વિશ્વબેંક સાથે દેવાદેવા છે. આ બધુ સમજવું હોય યો વિશ્વબેંકને સમજવી પડે પણ અહીં આપણે IIF ના તાજેતરમાં આવેલા રીપોર્ટની કરવી છે.
 
આ રીપોર્ટ પ્રમાણે સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં દેવાના બોજા હેઠળ દબાયેલું છે. રીપોર્ટ પ્રમાણે વૈશ્વિક સ્તરે દેવું 250.9 ટ્રિલિયન ડોલર થઈ ચૂક્યું છે. જેના પરથી આ રીપોર્ટ તારણ કાઢે છે કે, દુનિયામાં રહેતા 7.7 અરબ લોકોમાં પ્રત્યેકને માથે 32,550 (રૂ. 23,31,719) અમેરિકન ડોલરનું દેવું છે.
 
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ ફાયનાન્સ (આઈઆઈએફ - IIF) તરફથી જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે દેવું તેના બધા જ રેકોર્ડ તોડતા આ વર્ષના અંતે 255 ટ્રિલિયન અમેરિકન ડોલરને પાર કરી જશે. ચાલુ વર્ષની પહેલી છ માસિકમાં જ વૈશ્વિક દેવું 7.5 ટ્રિલિયન ડોલર વધારા સાથે 250.6 ટ્રિલિયન ડોલર થઈ ગયું હતું.
 

રીપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ માટે કોણ જવાબદાર છે

 
રીપોર્ટમાં ખુલાસો કરાયો છે કે વિશ્વસ્તરે દેવાની રકમ વધવા પાછળ ચીન અને અમેરિકા તરફથી મોટા પ્રમામમાં કરવામાં આવેલું દેવું છે. IIF મુજબ Global bond market 2009માં 87 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું, જે 2019માં વધીને 115 ટ્રિલિયન થયું હતું. 2019ના અંત સુધી વૈશ્ર્વિક સ્તર પર અલગ-અલગ દેશોની સરકારો પર 70 ટ્રિલિયન ડોલરનું દેવું હોવાનું અનુમાન છે જે 2018માં 65.7 ટ્રિલિયન અમેરિકન ડોલર હતું. દુનિયા પર દેવાનો બોજો વધારવામાં 60 ટકા યોગદાન અમેરિકા અને ચીને કરેલું છે. એટલે કહેવાનું એમ છે કે વિશ્વમાં સૌથી વધુ દેવું ચીન અને અમેરિકા પર છે.
 
અમેરિકા અને ચીન સિવાય ઈટલી અને લેબનાન જેવા દેશો પર પણ ભારે પ્રમાણમાં દેવું છે. દેવાદાર દેશોની યાદીમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ પણ સામેલ છે. IMFને હાલમાં ચેતવણી આપી હતી કે, વિશ્વની મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં લગભગ 40 ટકા (19 ટ્રિલિયન અમેરિકન ડોલર) કોર્પોરેટ દેવું જોખમી સ્થિતિમાં છે. એટલે કે ડૂબી શકે છે.