આ અધિકારીને લાંચની ઓફર ખૂબ મળતી હતી આથી કંટાળીને ઓફિસમાં “હું ઇમાનદાર છું”નું પાટિયુ મારી દીધુ

    ૨૧-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
તમને એવું નથી લાગતું ભ્રષ્ટાચાર અત્ર-તત્ર-સર્વત્ર છે. જ્યા સુધી સામાન્ય માણસ લાંચ આપવાનું બંધ નહી કરે ત્યાં સુધી આમાં કોઇ સુધારો આવે એવું લાગતું નથી. વાત એ પણ સમજવી પડે કે લાંચ આપવી સામાન્ય લોકોની મજબૂરી પણ હોય છે. પણ જે હોય તે આપણે જ ભ્રષ્ટાચાર સામે લડવાની પહેલ કરવી જ પડશે. અહીં આપેલ આ અધિકારીનું ઉદાહરણ આપણા માટે પ્રેરણારૂપ બની શકે છે.
 

એક સરકારી અધિકારીનું પ્રેરણાત્મક ઉદાહરણ

 
સરકારી અધિકારીની છાપ સામાન્ય માણસના મનમાં થોડી ખરાબ હોય છે. કેટલાંક કિસ્સા આ સંદર્ભના બહાર આવ્યા છે એટલે આવું હોય શકે પણ બધા અધિકારીઓ ભ્રષ્ટ હોતા નથી કેટલાંક તો ૨૪ કેરેટ સોના જેવા શુધ્ધ પણ હોય છે. પણ આ અધિકારીઓને ભ્રષ્ટાચારીઓની લાલચની આગમાં વારંવાર તપવું પડે છે. આ ભ્રષ્ટાચારીઓ વારંવાર પોતાનું કામ કઢાવવા ઇમાનદાર અધિકારિઓને લાલચ આપતા રહેતા હોય છે. આજના જમાનામાં કોઇ સરકારી અધિકારીને ઇમાનદારી પૂર્વક કામ કરવું હોય તો અધરુંકામ લાગે પણ હા આ અશક્ય કામ નથી. આવો આજે આ અશક્ય લાગતુ કામ કરનારા એક ઇમાનદાર અધિકારીને મળીએ…
 
સોશિયલ મીડિયા પર એક અધિકારીની ઓફિસનો ફોટો ખૂબ વાઈરલ થયો છે. ફોટામાં કંઇક એવું છે કે અધિકારી પોતાની ઓફિસમાં બેઠો છે અને પાછળ તેણે મોટા અક્ષરમાં બોર્ડ માર્યું છે કે “હું ઇમાનદાર છુ”
 
આ ફોટો છે તેલંગણાની એક સરકારી ઓફિસનો. અહીંના કરિમનગરમાં આવેલ વીજળી વિભાગમાં પોદેતી અશોક નામના એક અધિકારી છે. જે અહીં એડિશનલ ડિવીજનલ ઇન્જીનીયર છે. તેમની ઓફિસમાં તમે પ્રવેશો એટલે પહેલા તમને મોટા અક્ષરે લખેલું એક પાટિયું જોવા મળે જેમાં તેમણે સ્થાનિક અને અંગ્રેજી ભાષામાં લખ્યું છે કે “I am uncorrupted” એટલે કે હું ઇમાનદાર છુ.
 

આવું કેમ કર્યુ?

 
આ અધિકારીને આવું બોર્ડ કેમ મારવું પડ્યું એવો પ્રશ્ન આપણને થાય. પણ વાત એમ છે કે વીજળી વિભાગમાં પોતાનું કામ કઢાવવા આવતા લોકો આ અધિકારીને લાંચની ઓફર વારંવાર આપે છે. જે આ અધિકારીને ગમતું નથી. આથી કંટાળીને તેમણે આવું બોર્ડ મારી દીધું છે. જો કે ઓફિસમાં પોદેતી અશોકને ખૂબ ઇમાનદાર અધિકારી ગણવામાં આવે છે. તેમની છાપ પણ એક પ્રામાણિક અધિકારીની છે, પણ છતાં લોકો પોતાનું કામ કઢાવવા આ અધિકારીને લોભામણી ઓફર આપતા રહે છે. જેનાથી કંટાળીને અશોકે આ ઉપાય કર્યો છે.

પોતાના જ સાથીઓનો અશોક પર આરોપ

 
પોદેતી અશોકે પહેલા તો સ્થાનીક કોન્ટ્રાકટરો અને લોકોને પ્રેમથી સમજાવું કે હું ખોટા કામ નથી કરતો. પણ કોઈ સમજ્યું નહી આથી તેમણે કંટાળીને આ પગલું ભર્યુ તો આ વિભાગના બેઈમાન અધિકારીઓના તો રીતસરના હોંશ ઉડી ગયા છે. આ અધિકારીઓ અશોક પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ આવું કરીને વીજળી વિભાગનું નામ બદનામ કરી રહ્યા છે.
 

અશોક જણાવે છે કે….

 
આ સંદર્ભે મીડિયામાં આપેલ એક મુલાકાતમાં અશોક જણાવે છે કે હું બાળપણથી જ ભ્રષ્ટાચારની વિરુધ્ધ છું. જો હું લાંચ લવ તો મારે લાંચ આપવી પડ પડે. સાચું કહું તો વીજળી વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. હું લોકોને કહીશ કે આ અધિકારીઓને લાંચ ન આપો કેમ કે તેમને તેમના કામ માટે પગાર મળે છે. જો તેઓ તમારું કામ ન કરે તો ઉચ્ચઅધિકારીઓનો સંપર્ક કરો અથવા મીડિયા પાસે જાવ પણ લાંચ ન આપો…..
 

કોણ છે પોદેતી અશોક?

 
તમને જણાવી દઈએ કે ૩૭ વર્ષના પોદેતી અશોક ૨૦૦૫માં આસિસ્ટેન્ટ એન્જિનીયરના હોદ્દા પર વીજળી વિભાગમાં લાગ્યા. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં તેઓ અહીંના ઇડી બન્યા. આ દરમિયાન તેમની પાસે ફાઇલો પાસ કરાવવા અનેક ભ્રષ્ટાચારીઓ લાંચની ઓફર લઈને આવ્યા પણ તેમણે આ લોકોને ચોખ્ખી ના પાડી દીધી…