હિન્દુ જનજાગૃતી સમિતીએ સલમાન ખાનના “દબંગ - ૩”ના આ ગીત પર આપત્તી દર્શાવી છે…

    ૨૭-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
સલમાન ખાનના દબંગ ૩ ફિલ્મનું એક ગીત ચર્ચામાં છે. ફિલ્મ તો આગામી ૨૦ ડિસેમ્બરે રીલિઝ થવાનું છે પણ તેનું ટાઈટલ સોંગ હુડ હુડ દબંગ ગીતને સોશિયલ મીડિયા પર મુકી દેવામાં આવ્યું છે. ખૂબ થોડા દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર ૧૨ લાખ લોકો અને યુ-ટ્યુબ પર બે કરોડ લોકો જોઇ ચૂક્યા છે. હવે આ ગીતને લઈને એક કોન્ટ્રોવર્સી સામે આવી છે. હિન્દુ જનજાગૃતી સમીતિનું માનવું છે કે સલમાન ખાને આ ગીતમાં હિન્દુ ધર્મની મજાક ઉડાવી છે.
 

 
 

 
 
આ વીડિઓ એક નદીના ઘાટથી શરૂ થાય છે. જે નર્મદાનો ઘાટ છે. મહારાષ્ટ્રના મહેશ્વર મંદિરની બહાર નર્મદા ઘાટ પર આ શૂટિંગ થયું છે. આ વીડિઓમાં સલમાન ખાન ડાન્સરોની વચ્ચે દબંગનો પ્રસિદ્ધ ડાંસ સ્ટેપ કરતા જોવા મળે છે. જેમાં કેટલાંક લોકો ભગવાનની વેશભૂષામાં છે તો કેટલાક લોકો સાધુ-સંન્યાસીના વેશમાં ડાંસ કરી રહ્યા છે. જેમા કેટલાંક સાધુ-સંન્યાસી ગિટાર પણ વગાડી રહ્યા છે.
 

 
 
આ માટે હિન્દુ જનજાગૃતિ સમિતીએ આપત્તિ દર્શાવી છે. તેનું કહેવું છે કે સાધુ-સન્યાસી આ રીતે ડાંસ ન કરી શકે. તેઓ આવો ડાંસ પણ કરતા નથી. આમા હિન્દુ ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે. માટે આ ગીતને ફિલ્માંથી ડિલિટ કરવામાં આવે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિઇકેશન તરફથી આ ફિલ્મને સર્ટિફિકેટ ન આપવામાં આવે. એટલે કે ફિલ્મને રોકવામાં આવે…
 
જુવો વીડિઓ...